કાલુપુર રેલવે સ્ટેશન News

અમદાવાદ રેલવે સ્ટેશન બેગેજ સેનેટાઈઝેશન અને રેપિંગ મશીન મૂકનારું દેશનું પ્રથમ સ્ટેશન
Jul 23,2020, 8:57 AM IST
અમદાવાદ રેલવે તંત્રએ મુસાફરોને સ્ટેશન પર વહેલા બોલાવ્યા પછી રઝળાવ્યા
આજે અનલોકના પ્રથમ તબક્કાનો પહેલો દિવસ છે. આજથી અનેક શ્રમીક ટ્રેનો ઉપરાંત સામાન્ય ટ્રેન પણ અમદાવાદનાં કાલુપુર સ્ટેશનથી રવાના થઇ હતી. જેમાં જનારા મુસાફરો કાલુપુર સ્ટેશન પર પહોંચ્યા હતા. જો કે જે ટ્રેનનો સમય હોય તે લોકોને જ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. અન્ય તમામ પ્રવાસીઓને ચેક કરીને બહાર બેસાડી દેવામાં આવ્યા હતા. જો કે પ્રવાસીઓ ટોળા વળીને બેસતા સામાજીક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. આ અંગે રેલવે તંત્રએ પણ સામાજીક અંતર જળવાય તેવી કોઇ તસ્દી લીધી  નહોતી. જેના કારણે સામાન્ય દિવસોમાં જોવા મળે તેવા દ્રશ્યો કાલુપુર રેલવે સ્ટેશ પર જોવા મળ્યા હતા. લોકો ટોળા વળીને બેઠા હતા. કેટલાક લોકો થેલાઓ મુકીને તેના પર સુઇ ગયા હતા. બેસવાની કે પાણીની પણ કોઇ યોગ્ય વ્યવ્સથા કરવામાં આવી નહોતી.
Jun 2,2020, 0:19 AM IST

Trending news