અમદાવાદ રેલવે સ્ટેશન બેગેજ સેનેટાઈઝેશન અને રેપિંગ મશીન મૂકનારું દેશનું પ્રથમ સ્ટેશન બન્યું
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદ રેલવે સ્ટેશન પર બેગેજ સેનેટાઇઝર અને રેપિંગ મશીન ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર હોય છે, ત્યારે દેશમાં પહેલીવાર આવી વ્યવસ્થા રેલવે સ્ટેશન પર કરવામાં આવી છે. કાલુપુર ભારતનું પહેલું રેલવે સ્ટેશન છે, જ્યાં આ સુવિધા ઉભી કરાઇ છે. આ સુવિધાથી મુસાફરોની સાથે રેલવેને પણ ફાયદો થશે. જોકે તેનો ઉદ્દેશે પેસેન્જરને વધુ સુવિધા આપી શકાય તે માટેનો છે. પેસેન્જરે પોતાનો સામાન સેનેટાઇઝ અને રેપીંગ કરાવવા માટે નક્કી કરેલી કિંમત ચૂકવવાની રહેશે. જોકે આ સુવિધા ફરજીયાત ન હોવાનું ડીઆરએમએ જણાવ્યું.
રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ નવુ આવશે?
અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના એન્ટ્રી ગેટ ખાતે બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન મૂકવામાં આવ્યું છે. મુસાફરો પોતાના લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરી શકશે. સાથે જ બેગને પોલિથિનનું પેકિંગ પણ કરાવી શકશે. 10 કિલો સુધીના વજન માટે સેનેટાઈઝનો ચાર્જ 10 રૂપિયા અને રેપિંગ સેનેટાઈઝનો ચાર્જ 60 રૂપિયા મૂકાયો છે. તો 25 કિલો સુધી માટે સેનેટાઈઝ ચાર્જ 15 રૂપિયા અને રેપિંગ ચાર્જ 70 રૂપિયા છે. તો 25 કિલોથી વધુના સામાન માટે સનેટાઈઝ ચાર્જ 20 રૂપિયા અને રેપિંગ ચાર્જ 80 રૂપિયા છે. ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. આ ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે.
કેરોનાની મહામારીમાં મૂકવામાં આવેલા લોકડાઉનના પગલે રેલવે વિભાગે કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં પશ્વિમ રેલવેના અમદાવાદ ડિવિઝનનો પણ સમાવેશ થાય છે. આ નુકસાન ભરપાઇ થઇ શકે તેન નથી તેમ અમદાવાદ ડિવીઝનના ડીઆરએમ દિપક કુમાર ઝાનુ કહેવું છે. તેમણે ઉમેર્યું કે, હાલ 9 થી 10 ટ્રેન કોચિંગ ટ્રેન અમદાવાદથી ચલાવી રહ્યા છે. પેસેન્જર ટ્રેનમાં બહુ નુકશાન થયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે માલ ગાડીઓમાં 20 ઓછી ટકા રેવન્યુ જનરેટ થઇ શક્યો છે, જે આ વર્ષે ભરપાઈ થઈ શકશે. આ સંકટમાંથી ઉગારવા માટે રેલવેએ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ શરૂ કર્યું છે. ભારતીય રેલવેએ વિચાર્યું કે રેલવેને વધુ કમાણી થાય છે તેમા હાલ સમય એવો છે કે પેસેન્જર સર્વિસ નથી ચાલતી. તો સ્વેટ બિઝનેસ વધારવા માટે બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ શરૂ કર્યું. જેમાં પાંચ અધિકારીની સમિતિ બનાવવામાં આવી છે. જે ગુડ્ઝ ટ્રેનમમાંથી કંઇ રીતે કમાણી વધારવી તે માટે કાર્ય કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે