કેતન જોશી

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો, સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ

સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં છે ત્યારે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ વરસાદનો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. સપ્ટેમ્બર માસ પૂરો થવામાં હજી બે દિવસ બાકી છે. ત્યારે આજ મહિનામાં કુલ 10.98 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

Sep 28, 2019, 11:21 AM IST
Bazar 24 09 2019 PT21M20S

બુધવારનાં બજારમાં કયા સ્ટોક ખરીદશો, ક્યાં ટાર્ગેટ થઇ ગયા હિટ? જુઓ બજાર માલામાલ...

ગોદરેજ કંઝ્યુમર શેરમાં 6 મહિના માટે આપેલો ટાર્ગેટ માત્ર 6 દિવસમાં જ હિટ થઇ ગયો. તો બીજી તરફ આજે સવારે આપેલો ICICI બેંકનો ટાર્ગેટ કલાકોમાં જ હિટ થઇ ગયો.

Sep 24, 2019, 04:50 PM IST

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો કયા ઝોનમાં કેટલો વરસાદ

ચોમાસું જામતું જાય છે અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદના આંકડા વધતા જાય છે. અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 9.29 ઈંચ વરસાદ પડ્યો છે

Jul 8, 2019, 09:26 AM IST

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડી શકે?

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય 120 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનની સાથે જ રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંબારામાં 6 ઇંચ અને વિગોડીમાં સાડા ચાર ઇંચ તો બીજી બાજુ જુનાગઢના મેંદરડામાં 4 ઇંચ વરસાદ ખબક્યો છે.

Jun 26, 2019, 10:56 AM IST

દેશના અરબપતિ ગુજ્જુ બિઝનેસમેને સ્વિપર અને સિક્યોરિટી સાથે લંચ કરી પુરૂ પાડ્યું ઉદાહરણ

દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી જેની સાથે વાત કરે છે તે જોઈ ને તમને એવું લાગતું હશે કે આ તો તેના પરિવારના સભ્યો કે કંપનીના ટોપ હોદ્દા ઉપર રહેલા એક્સીકયુટીવ હશે.

Feb 13, 2019, 05:50 PM IST

નાણામંત્રી પાસે આ બજેટમાં શું ઇચ્છે છે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની Amul

બજેટને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, દરેક ક્ષેત્રની નાણામંત્રી પાસે કંઇક ને કંઇક ડિમાંડ રહે છે. અમૂલ જોકે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની છે, તેની પણ આ બજેટ પાસે આશાઓ છે. અમૂલનો દાવો છે કે જો તેમના મુદ્દાઓ પર સરકાર વિચાર કરે છે તો દેશમાં ફરીથી શ્વેત ક્રાંતિ થઇ શકે છે.

Jan 29, 2019, 12:26 PM IST

ગુજરાતના ગ્રોથનું એન્જિન બનશે ધોલેરા, ચીનની કંપની નાખી રહી છે આ પ્લાન્ટ

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ચીનની જાયન્ટ સ્ટીલ ઉત્પાદક કંપની Tsingshan Industries Ltd એ ગુજરાતના ઇસ્કોન ગ્રુપની સાથે મળીને ધોલેરામાં સ્ટીલ પ્લાન્ટ નાખવાની કરાર કર્યો છે.

Jan 21, 2019, 07:56 PM IST

PM મોદી સાથે ફોટો પડાવવાની સોનેરી તક, બસ કરવું પડશે આટલું કામ

જો તમે PM નરેંદ્ર મોદી સાથે ફોટો પડાવવાની ઇચ્છા ધરાવો છો તો તમારી ઇચ્છા તાત્કાલિક પુરી થઇ શકે છે. એક કંપનીએ આધુનિક ટેક્નિકથી આ કામ શક્ય કર્યું છે. તેના માટે ગુજરાતના ગાંધીનગર શહેરમાં 3-3 બૂથ મહાત્મા મંદિરમાં લગાવવામાં આવ્યા છે, જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) સમિટ ચાલી રહી છે. અત્યાર સુધી હજારો લોકોએ પીએમ મોદી સાથે ફોટો પડાવી લીધા છે. 

Jan 19, 2019, 08:15 PM IST

Vibrant Gujarat 2019: આફ્રિકા ડેની ઉજવણીમાં ગાંધીની ભૂમિમાં મંડેલાની કર્મભૂમિના લોકોનો અદ્દભૂત સમન્વય

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમિટમાં થયેલી આફ્રિકા દિનની ઉજવણીમાં ઉપસ્થિત આફ્રિકન દેશોના પ્રતિનિધિઓએ ભારતના તેમના દેશોનું મહત્વ સ્વીકારવા બદલ ભરપૂર પ્રશંસા કરી હતી. ખાસ કરીને ગુડવિલ વર્ક, યુએન પિસ કિપિંગ ફોર્સની કામગીરી સહિતની બાબતોમાં ભારતના યોગદાનને આ પ્રતિનિધિઓએ આવકાર્યું હતું. ગાંધીજીની ભૂમિમાં નેલસન મંડેલાની કર્મભૂમિના પ્રતિનિધિઓનો અદભુત સંગમ થયો હતો. આ પ્રતિનિધિઓએ રજૂ કરેલા મનનીય વિચારોની ઝલક પ્રસ્તુત છે. 

Jan 19, 2019, 03:45 PM IST

Vibrant Gujarat 2019: ગુજરાતે-ભારતને મોહનદાસ ગાંધી આપ્‍યા, આફ્રિકાએ ‘મહાત્‍મા’ પાછા આપ્‍યા: સુષ્‍મા સ્‍વરાજ

ગુજરાતે-ભારતે મોહનદાસ ગાંધી આપ્‍યા હતા, એ આફ્રિકાએ ભારતને ‘મહાત્‍મા’ પાછા આપ્‍યા.’ બૃહદ આફ્રિકા નિઝમનો પાયો આફ્રિકાના પિતામહ વ્‍યક્તિત્‍વોએ નાખ્‍યો છે, આફ્રિકાની એકતાએ એનું ઘડતર કર્યું છે અને આફ્રિકન યુનિયન તેને વધુ સુદૃઢ કર્યું છે. 

Jan 19, 2019, 03:27 PM IST

Vibrant Summit 2019 : ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દુનિયાભરના રોકાણકારોને આમંત્રિત કરતાં કહ્યું હતું કે ભારતમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. હાલમાં અહીં બિઝનેસ શરૂ કરવા માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઇ ચૂક્યો છે અને તેમના રોકાણની સુરક્ષા માટે તંત્ર વિકસિત થઇ ગયું છે. સાથે જ ટેક્સ સુધાર ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવ્યા છે. 

Jan 18, 2019, 07:14 PM IST

Vibrant Gujarat 2019: ભારત દુનિયામાં પાંચમો મોટો રિન્યૂબલ એનર્જી ઉત્પાદક દેશ: નરેંદ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કર્યુ છે. તેમણે પોતાના સંબોધનમાં જાવ્યું છે કે રેટિંગ એજન્સી મુડીઝે ભારત પરનો વિશ્વાસ મજબૂત બનાવ્યો છે. ભારતે બિઝનેસની દૃષ્ટિએ સ્થાન વધારે મજબૂત બનાવ્યું છે. જે લોકો ભારત આવે છે એ એની હવામાં બદલાવ અનુભવે છે.

Jan 18, 2019, 01:44 PM IST

VIBRANT GUJARAT : ઘરે બેઠા મળશે 50% સસ્તા ફળ, આ કંપનીએ રજૂ કર્યું અનોખુ મોડલ

જો તમે અમદાવાદમાં રહો છો અને તાજા ફળ ખાવા માંગો છો અને તે પણ વ્યજાબી ભાવે તો જલદી જ તમે તેનો લાભ ઉઠાવી શકશો. ફાર્મ 2 ડોર (Farm2door)ના નામથી એક સ્ટાર્ટઅપે વાઈબ્રન્ટ સમિટમાં પોતાનું મોડલ રજૂ કર્યું અને થોડા દિવસોમાં તે અમદાવાદમાં પણ શરૂ કરવામાં આવશે. આ સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન મળી શકે છે.

Jan 18, 2019, 12:55 PM IST

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતથી મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. તો સાથે જ સાથે અમદાવાદમાં વીએસ હોસ્પિટલ તેમજ શોપિંગ ફેસ્ટીવલનું પણ ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે ઝી 24 કલાક પાસે છે પીએમના ગુજરાત પ્રવાસની એક્સક્લુસીવ માહીતિ....

Jan 17, 2019, 12:03 AM IST

અશોક લેલૈંડનો ફ્યૂચર પ્લાન, ટૂંક સમયમાં અમદાવાદમાં દોડશે ઈલેક્ટ્રિક બસો, PM મોદી આપશે ભેટ

પ્રદૂષણના વધતા જતા સ્તરને જોતાં ભારત સરકાર ઈલેક્ટ્રિક વાહનોના વધુ ઉપયોગ માટે ભાર મુકી રહી છે. તેને જોતાં ઘણી ઓટો કંપનીઓએ પોતાની ઈલેક્ટ્રિક કાર, બાઈક અને સ્કૂટરને બજારમાં રજૂ કરી રહી છે. તેને જોતાં ભારતની સૌથી મોટી બસ નિર્માતા કંપની અશોક લેલૈંડ પણ પબ્લિક ટ્રાંસપોર્ટમાં ઉપયોગમાં થનારી ઈલેક્ટ્રિક બસને લોંચ કરવાની તૈયારી કરી રહી છે. 

Jan 16, 2019, 08:02 PM IST

Vibrant Gujarat: રજૂ થશે ઉડતી કારનું મોડલ, 5 દેશોના PM લેશે ભાગ

વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ સમિટના 9મી એડિશનનો આગાજ 18 જાન્યુઆરીના રોજ થવા જઇ રહ્યો છે. આ વખતે પણ દેશ-વિદેશના જાણિતા બિઝનેસમેન સહિત ઉદ્યોગ જગતની હસ્તીઓ સમિટમાં હાજર રહેવાની છે.

Jan 16, 2019, 07:22 PM IST

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 24X7 કલાક કરો ખરીદી, અને મેળવો અઢળક ગિફ્ટ્સ

અમદાવાદમાં ''શોપિંગ ફેસ્ટિવલ''નું આયોજન થવા જઇ રહ્યું છે. આવું પહેલીવાર બનશે કે જ્યારે 24 કલાક શોપિંગનો લાભ ઉઠાવી શકશે. આ દરમિયાન, હોટલ, ક્લબ, સ્ટ્રીટ ફૂડ શોપ, કપડાં, ઝ્વેલરી, જિમ, સ્પા અને બીજી નાની-મોટી દુકાનો ખુલ્લી રહેશે. આ ફેસ્ટિવલનું ઉદઘાટન વડાપ્રધાન નરેંદ્ર મોદી કરશે. 

Jan 15, 2019, 09:41 PM IST

ગુજરાતમાં મોટા કોર્પોરેટ્સ ઉડાવી રહ્યા છે 'પતંગ', અધધધ..કરોડોનો છે ગુજરાતનો પતંગ ઉદ્યોગ

ગુજરાતમાં સદીઓ જૂની પરંપરા છે કે ઉતરાયણના દિવસે આકાશમાં પતંગ ચગાવવામાં આવે છે. જોકે ભલે એક દિવસનો તહેવાર હોય પરંતુ તેનાથી હજારો લોકોને આખુ વર્ષ રોજગાર મળે છે અને આજે ગુજરાતનો પતંગ ઉદ્યોગ વાર્ષિક 1200 થી 1500 કરોડ રૂપિયાનો થઇ ગયો છે. મોટી-મોટી કંપનીઓ પણ પતંગ દ્વારા માર્કેટિંગ પણ કરે છે. ગુજરાતમાં રોજગાર આપવાના મામલે પતંગ એક મોટું માધ્યમ બની ગયો છે. 

Jan 11, 2019, 12:16 PM IST

ગુજરાતના નાના ઉદ્યોગોને બલ્લે-બલ્લે, સરકાર ઉત્પાદનની કરી રહી છે સીધી ખરીદી

ગુજરાત સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને પ્રોત્સાહન આપવા માટે અને તેમને મજબૂત કરવા માટે તેમની પ્રોડક્ટનું ના ફક્ત માર્કેટિંગ કરશે, પરંતુ સરકાર દ્વારા કરવામાં આવનાર ખરીદીમાં રજિસ્ટર્ડ એમએસએમઈને વિશેષ મહત્વ આપવામાં આવશે. સરકાર દ્વારા ખરીદીથી આ એકમોને સપોર્ટ મળશે, જેના લીધે તેમના વિકાસમાં મદદ મળશે. 

Jan 9, 2019, 02:20 PM IST