ગુજરાતના નાના ઉદ્યોગોને બલ્લે-બલ્લે, સરકાર ઉત્પાદનની કરી રહી છે સીધી ખરીદી

ગુજરાત સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને પ્રોત્સાહન આપવા માટે અને તેમને મજબૂત કરવા માટે તેમની પ્રોડક્ટનું ના ફક્ત માર્કેટિંગ કરશે, પરંતુ સરકાર દ્વારા કરવામાં આવનાર ખરીદીમાં રજિસ્ટર્ડ એમએસએમઈને વિશેષ મહત્વ આપવામાં આવશે. સરકાર દ્વારા ખરીદીથી આ એકમોને સપોર્ટ મળશે, જેના લીધે તેમના વિકાસમાં મદદ મળશે. 
ગુજરાતના નાના ઉદ્યોગોને બલ્લે-બલ્લે, સરકાર ઉત્પાદનની કરી રહી છે સીધી ખરીદી

કેતન જોશી, અમદાવાદ: ગુજરાત સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને પ્રોત્સાહન આપવા માટે અને તેમને મજબૂત કરવા માટે તેમની પ્રોડક્ટનું ના ફક્ત માર્કેટિંગ કરશે, પરંતુ સરકાર દ્વારા કરવામાં આવનાર ખરીદીમાં રજિસ્ટર્ડ એમએસએમઈને વિશેષ મહત્વ આપવામાં આવશે. સરકાર દ્વારા ખરીદીથી આ એકમોને સપોર્ટ મળશે, જેના લીધે તેમના વિકાસમાં મદદ મળશે. 

ઝી બિઝનેસના સંવાદદાતા કેતન જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતની ઓળખ આમ તો નાના ઉદ્યોગોથી જ શરૂ થાય છે અને આજે દેશન સૌથી વધુ જાણીતા ઉદ્યોગ રાજ્યમાં છે, જેનો શ્રેય નાના અને મધ્યમ ઉદ્યોગોને જાય છે. આ વાતનું ધ્યાન રાખતાં ગુજરાત સરકાર નાના ઉદ્યોગોની મદદ કરવા માટે એક વિશેષ પ્લેટફોર્મ આપી રહી છે. ખરીદાર અને વિક્રેતાને એક સમાન પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયત્ન છે જેથી ઓછા ભાવમાં સારી વસ્તુ મળે અને કંપનીને સીધો ફાયદો મળે. ગુજરાતના નાના ઉદ્યોગો જો રાજ્ય સરકાર હેઠળ રજિસ્ટર થાય છે તો તેમની પ્રોડક્ટ, વેબસાઇટ પર ડિસ્પ્લે થશે અને સરકારી અને બિન સરકારી ઉત્પાદનોને વેચવાનું પ્લેટફોર્મ મળશે.

ગુજરાત સરકારના એમએસએમઈ વિભાગમાં કુલ પાંચ લાખ નાની અને મધ્યમ કંપની રજિસ્ટર્ડ છે પરંતુ સરકારનું માનવું છે કે હજુ પણ 20થી વધુ એવી નાની કંપનીઓ છે જે સરકારમાં રજિસ્ટર્ડ થઇ નથી. તેમાં ઘણી કંપનીઓ 2-3 લોકો દ્વારા ચાલી રહી છે એટલે કે માઇક્રો કેટેગરીમાં આવે છે. બીજી ખાસ વાત એ છે કે જે કેંદ્વ સરકારનું ગવર્નમેંટ ઈ-માર્કેટ પોર્ટલ છે, તેમની સાથે પણ ગુજરાતના નાના ઉદ્યોગોને જોડી શકાય છે જેથી દેશમાં જેટલી પણ સરકારી અને બિન સરકારી ટેંડર છે, તે નાની કંપનીઓ પાસેથી સીધા ઓછા ભાવે ખરીદી કરી શકે. ગુજરાત સરકારે અત્યાર સુધી 270 કરોડની ખરીદી એવી નાની કંપનીઓ પાસેથી કરી છે. આ પ્લેટફોર્મ પર અત્યારે ફક્ત બે હજાર કંપનીઓ રજિસ્ટર્ડ થઇ છે. 

ગુજરાતના ઉદ્યોગ ભવનમાં અને દરેક જિલ્લા ઉદ્યોગ ભવનમાં નાના ઉદ્યોગોને રજિસ્ટ્રેશનની મદદ હેતુથી સેલ પણ ખોલવામાં આવ્યો છે. જરૂરિયાત છે કે નાના ઉદ્યોગોને થોડા આગળ આવવાની, જેથી તેમનું ભલુ પણ થાય અને સાથે જ સરકારને પણ ઓછા ભાવમાં સારી વસ્તુ ઉત્પાદકો પાસેથી મળે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news