Vibrant Gujarat: રજૂ થશે ઉડતી કારનું મોડલ, 5 દેશોના PM લેશે ભાગ
વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ સમિટના 9મી એડિશનનો આગાજ 18 જાન્યુઆરીના રોજ થવા જઇ રહ્યો છે. આ વખતે પણ દેશ-વિદેશના જાણિતા બિઝનેસમેન સહિત ઉદ્યોગ જગતની હસ્તીઓ સમિટમાં હાજર રહેવાની છે.
Trending Photos
કેતન જોશી, અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ સમિટના 9મી એડિશનનો આગાજ 18 જાન્યુઆરીના રોજ થવા જઇ રહ્યો છે. આ વખતે પણ દેશ-વિદેશના જાણિતા બિઝનેસમેન સહિત ઉદ્યોગ જગતની હસ્તીઓ સમિટમાં હાજર રહેવાની છે. તેમાં નવા રોકાણ, નવી લોચિંગ અને આગામી દાયકાના રોડમેપ પણ તૈયાર થશે. 'શેપિંગ એ ન્યૂ ઈંડિયા' થીમ પર આયોજિત આ સમિટમાં 'નવા ભારત'નો આગાજ પણ થશે. વાઈબ્રન્ટ ગુજરાતને લઇને રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વાઈબ્રન્ટ સમિટના આયોજિત સ્થળ ગાંધીનગરના મહાત્મા મંદિરનું નિરિક્ષણ કરવા પહોંચ્યા છે. આવો અમે તમને આ વાઇબ્રન્ટ સમિટની કેટલીક રોચક વાતો જણાવીએ.
1. આ સમિટમાં 30 હજારથી વધુ દેશ-વિદેશના મહેમાન આવશે.
2. સમિટમાં 26 હજાર નાની-મોટી કંપનીઓ ભાગ લઇ રહી છે.
3. ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શો થશે, જેમાં 1200થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે.
4. 5 દેશના વડાપ્રધાન અને 21 દેશના નાણામંત્રી હાજર રહેશે.
5. સમિટમાં 19 જાન્યુઆરીના રોજ 'આફ્રિકા ડે' ઉજવવામાં આવશે. તેમાં આફ્રીકા ખંડના 54 દેશોમાંથી 45 દેશ ભાગ લેશે.
6. ગ્લોબલ ટ્રેડ શોમાં MSME માટે અલગ થીમ પેવેલિયન.
આ ઉપરાંત ગુજરાતમાં ઈંફ્રાસ્ટ્રચર, મેન્યુફેક્ચરિંગ, એજ્યુકેશન, હેલ્થ, સોશિયલ સેક્ટરમાં મોટા રોકાણ આવવાની મુખ્યમંત્રી પોતે સંભાવના વ્યક્ત કરી છે. 8મી સમિટમાં 25000 MoU સાઇન થયા હતા જે આ વખતે વધીને 30 હજારને પાર થઇ જશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 'સમિટ વિકાસ યાત્રા બની જશે, ગુજરાતમાં મોટાપાયે રોજગાર અને રોકાણ પણ થશે.'
ઈલેક્ટ્રિક બસ દોડાવવાની તૈયારી
દેશની જાણિતી કંપનીઓ આ સમિટમાં ગુજરાતમાં પોતાના રોકાણનો પ્લાન રજૂ કરશે. તેમાં રિલાયન્સ ઈંડસ્ટ્રી, અદાણી ગ્રુપ, ટાટા ગ્રુપ, એલએનટી, ઝાયડ્સ કેડિલા, ટોરેન્ટ ફાર્મા સહિત ઘણી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. અશોક લેલૈંડ પોતાની પ્રથમ ફૂલ કેપેસિટીવાળી ઈલેક્ટ્રિક બસ પણ લોંચ કરશે, જેનું લોચિંગ વડાપ્રધાન પોતે કરવાના છે અને ટૂંક સમયમાં જ ઈલેક્ટ્રિક બસ અમદાવાદના રસ્તા પર દોડતી જોવા મળશે.
અશોક લેલૈંડના ઈલેક્ટ્રોનિક વ્હીક્લસ હેડ કાર્તિક અથમનાથને જણાવ્યું કે, 'વાઈબ્રન્ટ સમિટમાં પીએમ અને સીએમ અમારી ઈલેક્ટ્રિક બસનું અનાવરણ કરશે અને જલદી જ અમે અમદાવાદના રસ્તા પર આ બસને દોડશે.
સમિટમાં લોંચ થશે ઉડતી કારનું મોડલ
આ સમિટમાં નેધરલેંડની કંપની દ્વારા ઉડતી કારનું મોડલ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મહાત્મા મંદિરની સામે સ્થિત સોલ્ટ માઉન્ટ પર 3D ફિલ્મ પણ બતાવવામાં આવશે અને આ સેવાનું ઉદઘાટન પણ વડાપ્રધાન નરેંદ્ર મોદી કરવાના છે. કુલ મળીને કહી શકીએ કે વાઈબ્રન્ટ સમિટ ખરેખર યાદગાર બની જશે. સાથે જ ગુજરાતમાં ઘણું બધુ રોકાણ આવશે અને રોજગાર પણ વધશે એવી આશા સમિટ પાસેથી લગાવવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે