સુરતમાં તૈયાર થયેલી 'K9 વજ્ર ટેંક' સામે ફીક્કી પડે છે બોફોર્સ ટેંક, જાણો ખાસિયતો

દેશની સુરક્ષા માટે તૈયાર થયેલી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર K9 વજ્ર ટી ગનને આગામી 19મી જાન્યુઆરી રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેનાને અર્પણ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરીમાં K9 વજ્ર ટેંક બનાવામાં આવી છે. 

Updated By: Jan 17, 2019, 01:09 PM IST
સુરતમાં તૈયાર થયેલી 'K9 વજ્ર ટેંક' સામે ફીક્કી પડે છે બોફોર્સ ટેંક, જાણો ખાસિયતો

તેજશ મોદી, સુરત: દેશની સુરક્ષા માટે તૈયાર થયેલી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર K9 વજ્ર ટી ગનને આગામી 19મી જાન્યુઆરી રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેનાને અર્પણ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરીમાં K9 વજ્ર ટેંક બનાવામાં આવી છે. K9 વજ્ર ટેંક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી. સેના તરફ લીલી ઝંડી મળતા તેનું ટેંકનું ઉત્પાદન અને તેમાં જરૂરી બદલાવ કરવામાં આવ્યા હતા, ટેંક તૈયાર થઇ જતાં હવે તે દેશને અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારામન પણ હાજર રહેશે.

વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનો માટે લક્ઝુરીયસ ગાડીઓનો કાફલો, અધધધ... છે 1 દિવસનું ભાડું

દેશમાં જ સુરક્ષાના સાધનોનું ઉત્પાદન થાય તે માટે કેન્દ્ર સરકારે ડિફેન્સ પોલીસીમાં બદલાવ કર્યો હતો. નવી પોલીસીમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતની જ કંપનીઓ સાથે સરકારે સુરક્ષાના સાધનો બનાવવાના કરાર કર્યા હતા. જે અંતર્ગત લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર ગન ચકાસણી માટે સેનાને સોંપવામાં આવી હતી. સુરતનાં હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુર્બો ડીફેન્સની ફેક્ટરીમાં ગન બનવાની કામગીરી ચાલી રહી હતી. 
હવે દુશ્મનોના દાંત ખાટા કરશે દેશમાં જ બનેલી 'K9 વજ્ર ટેન્ક'
OLA-UBER ભૂલી જાવ, ફક્ત 40 રૂપિયામાં ભાડે મળશે ઈ-સ્કૂટર, ટૂંક સમયમાં શરૂ થશે સેવા

માહિતી મળી છે તે મુજબ રક્ષા મંત્રાલય દ્વારા 2018 માર્ચમાં એક ઓર્ડર મળ્યો હતો. જે પ્રાઇવેટ સેકટરને આપવામાં આવેલા સૌથી મોટો ઓર્ડર કહી શકાય છે. K9 વજ્ર ટી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર ગન બનાવાનો આ ઓર્ડર હતો. બફોર્સ ગન જેવી જ આ ગન છે જોકે તે બોફોર્સને ટક્કર મારે એવી છે. કારણ કે બફોર્સ લઇ જવા માટે ધક્કો મારવો પડે છે, એટલે કે સૈનિકોએ તેને ખસેડવી પડે છે.   જોકે  K9 વજ્રની ખાસિયત એવી છે કે તેને લઇ જવા માટે વધારે મહેનત નહીં કરવી પડે. તેમાં 1000 હોર્સપાવરનું એન્જીન લગાવામાં આવ્યું છે.

હવે 63 દિવસ સુધી જોવી નહી પડે રાહ, માત્ર 1 દિવસમાં જ ઈન્કમ ટેક્સ રિટર્ન

K9 વજ્ર 155 એમએમ કે 52 કેલિબરની ગન છે. તેની 40 કિમી સુધીની મારક ક્ષમતા, તેને વધારીને 75 કિમી સુધી કરી શકાય છે. તે સેલ્ફ પ્રોપેલ્ડ એટલે કે ઓટોમેટિક લોડ થવાની ક્ષમતા ધરાવે છે. આ કારણે ઘણાં ઓછા સમયમાં વધારે ફાયર કરી શકે છે. તે ફાયર કરીને ઝડપથી બીજી જગ્યાએ પહોંચી શકે છે. કે જેથી લોકેશનની જાણકારી દુશ્મનોને મળી શકે નહીં. તે એક સાથે ઘણાં તોપગોળા ફેંકી શકે છે. જે એકસાથે એક ટાર્ગેટ પર પડે છે. જેના થકી વિનાશક ઇમ્પેક્ટ થાય છે. તે કેમિકલ, બાયોલોજિકલ, રેડિયો લોજિકલ અને ન્યુક્લિયર રેંજ પ્રુફ છે. હજીરામાં આવેલી ફેકટરીમાં આખો ઓર્ડર પૂર્ણ કરવામાં આવશે. અહીં  K9 વજ્ર 100 ટેન્ક બનાવામાં આવશે. આ ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી જાન્યુઆરીના રોજ સવારે હજીરા ખાતેની એલ એન્ડ ટી ડીફેન્સની ફેકટરી ખાતે આવશે. જ્યાં રક્ષામંત્રી નિર્મલા સીતારામન ઉપરાંત સેનાના અધિકારીઓ પણ હાજર રહેશે.
vajra-tank1
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ

K-9 વજ્ર ટેંકની ખાસિયત
લાર્સન એન્ડ ટુબ્રો (ઈન્ડિયા)એ મેક-ઇન ઇન્ડિયા હેઠળ હન્વા ટેક વિન (દક્ષિણ કોરિયા) સાથે કરાર કર્યો છે. જે અનુસાર સુરત હજીરા ખાતે લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટમાં K9 થંડર 'વજ્રા' આર્ટિલરી સિસ્ટમ્સની 100 ટેન્કનું ઉત્પાદન કરવામાં આવશે. 155 મીમી / 52 કેલિબર ટ્રેકવાળી સ્વ-સંચાલિત બંદૂક સિસ્ટમ્સને 42 મહિનાની અંદર ભારતીય સેનાને સુપરત કરશે. સેનાએ આ ટેન્કનું પરીક્ષણ પણ કર્યું છે. કંપની દ્વારા બીજી 100 ટેન્ક બનાવીને આપવામાં આવશે. K9 વજ્રને 'ટેન્ક સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર ગન' કહેવામાં આવે છે. 

Vibrant Gujarat: રજૂ થશે ઉડતી કારનું મોડલ, 5 દેશોના PM લેશે ભાગ

બોફોર્સ ટેન્કને પણ આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી K-9 વજ્ર ટક્કર મારે એવી છે. બોફોર્સ કરતા ખુબ અલગ આ ટેંક અલગ છે, કારણ કે બોફોર્સ એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી. જો કે, આ પોતે ઓટોમેટિક ટેન્ક છે. K9 વજ્ર' એક સ્વયં-સંચાલિત આર્ટિલરી સિસ્ટમ છે, જે 40 કિલોમીટરથી 52 કિ.મી સુધીની (વિસ્તૃત મોડ) મારક ક્ષમતા ધરાવે છે. ઓપરેશનલ રેન્જ 100% કિ.મી છે. K9 પાસે તેના શેલ્સને MRSI મોડમાં આગવી મારક ક્ષમતા ધરાવે છે.  

UAN નથી તો પણ નિકાળી શકો છો PF ના પૈસા, આ છે તેની પુરી પ્રોસેસ

MRVI (મલ્ટીપલ રાઉન્ડ્સ યુમેલ્ટિનેશનલ ઇમ્પેક્ટ) મોડમાં, કે-9 15 સેકંડની અંદર ત્રણ શેલ છોડી શકે છે. K10 એમોનિશન રીસપ્લાય વેહિકલ (ARV) - K9 સિસ્ટમ K10 સાથે આવે છે, તે ઓટોમેટિક ડિસ્પ્લે વેહિકલ છે જે K9 ની ગતિશીલતાને જાળવી રાખે છે,અને પાછળનાં મુખ્ય આર્ટિલરી બેટરીનું અનુસરણ કરી શકે છે. શેલોનું મહત્તમ ટ્રાન્સફર રેટ 12 રાઉન્ડ પ્રતિ મિનિટે હોય છે, અને મહત્તમ શેલો 104 રાઉન્ડ હોય છે. K9 વજ્રને 'ટેન્ક સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર ગન' કહેવામાં આવે છે. બોફોર્સ ટેન્કને પણ આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી K-9 વજ્ર ટક્કર મારે એવી છે. નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ, બોફોર્સને એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી. જો કે, આ પોતે ઓટોમેટિક ટેન્ક છે. આ ટેન્ક બનાવવા માટે હજીરામાં ફેકટરી નાખવામાં આવી છે. આ તૈયાર થયેલી ટેન્કને સૈન્યને સોંપવામાં આવી હતી. 

સુરતથી શાહજહાં જવું હોય તો આ છે ફ્લાઈટનું શિડ્યૂલ અને ટિકિટનો ભાવ

કોના દ્વારા કરાયું નિર્માણ
નિર્માણઃ લાર્સન એન્ડ ટુબ્રો (ઈન્ડિયા) દ્વારા 'મેક-ઇન ઇન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત હૂન્વા ટેન્ક વિન (દક્ષિણ કોરિયા) સાથે કરાર હેઠળ. 
નિર્માણ સ્થળઃ લાર્સન એન્ટ ડુબ્રો, હજીરા, સુરત, ગુજરાત.
સંખ્યાઃ 100 ટેન્કનું નિર્માણ કરાશે 
સમયમર્યાદાઃ 42 મહિના 

રાજસ્થાનમાં કરાયું પરીક્ષણ
ઓગષ્ટ 2018માં એલ એન્ડ ટી દ્વારા ત્રણ જટલી ગન સેનાને પરીક્ષણ માટે રાજસ્થાન મોકલવામાં આવી હતી, અહીં રણમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન જે પણ સુધારા કરવાના હતા, તે કર્યા બાદ તેની નોંધ કરી એલ એન્ડ ટીને સોંપવામાં આવ્યા હતા. નવી ગનમાં મોડિફિકેશન કરી આખો ઓર્ડર પૂર્ણ કરવામાં આવ્યા હતા.

આ રંગની કાર ગત વર્ષે સૌથી વધુ વેચાઈ, લોકોને ઓછો પસંદ છે આ રંગ

પ્રધાનમંત્રીનો કાર્યક્રમ
સવારે : 9.05 ગાંધીનગર રાજભવન ગાંધીનગરથી હેલિપેડ જવા રવાના
સવારે : 9.10 ગાંધીનગર હેલિપેડ
સવારે : 9.15 હેલિકોપ્ટરથી સુરત આવવા રવાના
સવારે : 10.35 સુરતના હજીરા હેલિપેડ
સવારે : 10.40 હજીરા હેલિપેડથી લાર્સન એન્ડ ટુબ્રો ગણ ફેક્ટરી જશે
સવારે : 10.45 થી 11.45 ફાઉન્ડેશન સ્ટોન ઓફ હજીરા ગન ફેકટરી કાર્યક્રમ માં હાજરી આપશે.
સવારે : 11.50 હેલિપેડ જવા રવાના
સવારે : 11.55 સેલવાસ જશે
બપોરે : 01.05 સેલવાસ પહોંચશે