Watch Video : સૈનિકની જેમ PM મોદીએ જાતે K-9 વજ્ર ટેન્કની સવારી કરી
Trending Photos
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતમાં દેશમાં બનેલી K-9 વજ્ર ટેન્ક રાષ્ટ્ર તથા સૈન્યને અર્પણ કરી હતી. આ ટેન્કથી ભારતીય સેના શક્તિશાળી અને મજબૂત બનશે. સેનાને આજે એવું શક્તિશાળી અને દુશ્મનોનો ક્ષણભરમાં ખાત્મો બોલાવે તેવું હથિયાર મળ્યું છે, જેની તેઓ વર્ષોથી માંગ કરી રહ્યા હતા. ત્યારે સુરતમાં તેના ઉદઘાટન બાદ તેમણે ખુદ આ 'સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર K9 વજ્ર ટી ગન'ની સવારી કરી હતી. એક સૈનિકની જેમ ટેન્કની અંદર જઈને તેઓએ ટેન્કને અંદરથી નિહાળી હતી અને બાદમાં ખુદ તેની રાઈડ કરી હતી.
#WATCH Prime Minister Narendra Modi rides a K-9 Vajra Self Propelled Howitzer built by Larsen & Toubro pic.twitter.com/ww9B90OaiD
— ANI (@ANI) January 19, 2019
ટેન્કની ખાસિયત
- K9 વજ્ર 155 mm એટલે કે 52 કેલિબરની ગન છે. તેની 40 કિમી સુધીની પ્રહાર ક્ષમતા છે, જેને વધારીને 75 કિમી સુધી કરી શકાય છે. તે સેલ્ફ પ્રોપેલ્ડ એટલે કે ઓટોમેટિક લોડ થવાની ક્ષમતા ધરાવે છે. આ કારણે ઘણાં ઓછા સમયમાં વધારે ફાયર કરી શકે છે. તે ફાયર કરીને ઝડપથી બીજી જગ્યાએ પણ પહોંચી શકે છે. આથી દુશ્મન દેશને તેના લોકેશનની માહિતી મળી શકશે નહીં.
- K9 વજ્ર ટી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર ગન બોફોર્સ ગન જેવી જ છે. જોકે તે બોફોર્સને પણ ટક્કર મારે એવી છે. કારણ કે બફોર્સને લઇ જવા માટે ધક્કો મારવો પડે છે, એટલે કે સૈનિકોએ તેને ખસેડવી પડે છે. જ્યારે K9 વજ્ર ટેન્કમાં 1000 હોર્સપાવરનું એન્જીન ફીટ કરેલું હોવાથી તેને ચલાવીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે.
- K9 વજ્ર્ ટેન્કમાંથી એકસાથે અસંખ્ય તોપગોળા પણ પાયર કરી શકાય છે. જે એકસાથે એક ટાર્ગેટને નિશાન બનાવીને મોટો વિનાશ સર્જી શકે છે. આ ટેન્ક કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર રેંજ પ્રુફ છે. હજીરામાં આવેલી ફેકટરીમાં આખો ઓર્ડર પૂર્ણ કરવામાં આવશે.
- K9 વજ્ર ટેન્ક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી. સેના તરફથી લીલી ઝંડી મળ્યા બાદ તેણે કરેલા સુચનો મુજબ જરૂરી ફેરફાર કરીને આ ટેન્કનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ ટેન્ક સંપૂર્ણપણે તૈયાર થઈ જતાં તેને દેશને અર્પણ કરાશે.
- નવી પોલીસીમાં 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતની જ કંપનીઓ સાથે સરકારે સુરક્ષાના સાધનો બનાવવાના કરાર કર્યા હતા. સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોને સંરક્ષણ મંત્રાલય તરફથી માર્ચ, 2018માં આ ટેન્કના નિર્માણનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે ખાનગી ક્ષેત્રને આપવામાં આવેલા સૌથી મોટો ઓર્ડર છે.
K9 વજ્ર ટેન્કની વિશેષતાઓ
- રેન્જઃ 42 કિમી (વધારીને 75 કિમી કરી શકાય)
- ઓપરેશનલ રેન્જઃ 100 કિમી
- સંચાલનઃ 155 mm/ 52 કેલિબર ટ્રેક ધરાવતી સ્વયંસંચાલિત સિસ્ટમ
- પ્રકારઃ સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન
- બોફોર્સથી અલગઃ બોફોર્સ ફાયર થયા બાદ પાછળ ખસી જાય છે, આ ઓટોમેટિક ટેન્ક છે.
- ફાયરઃ મલ્ટીપલ રાઉન્ડ્સ યુમેલ્ટિનેશનલ ઈમ્પેક્ટ (MRVI) મોડમાં 9-15 સેકન્ડમાં 3 શેલ
- ફાયર રેટઃ 12 રાઉન્ટ પ્રતિ મિનિટ અને કુલ 104 રાઉન્ડ
- K10 એમોનિશન રીસપ્લાય વેહિકલ (ARV) : K9 વજ્ર ટેન્ક K10 સિસ્ટમ સાથે આવે છે. K10 એક ઓટોમેટિક ડિસ્પ્લે વ્હિકલ છે જે K9ની ગતિશીલતાને જાળવી રાખે છે,અને પાછળનાં મુખ્ય આર્ટિલરી બેટરીનું અનુસરણ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે