સુરતમાં બનેલી કે9 વજ્ર ટેન્કને રાજનાથ સિંહે ભારતીય સેનાને અર્પણ કરી

રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) નાણા મંત્રીએ રાષ્ટ્રને અર્પણ કરી છે.

Updated By: Jan 16, 2020, 02:33 PM IST
સુરતમાં બનેલી કે9 વજ્ર ટેન્કને રાજનાથ સિંહે ભારતીય સેનાને અર્પણ કરી

તેજશ મોદી/સુરત :રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) નાણા મંત્રીએ રાષ્ટ્રને અર્પણ કરી છે.

ક્યારેય વિચાર્યું છે કે શા માટે નલિયા જ શિયાળામાં સૌથી વધુ ટાઢુંબોળ હોય છે, આ રહ્યું મોટું કારણ

એક વર્ષ પહેલા પીએમ મોદીએ ટેન્ક સેનાને અર્પણ કરી હતી
બરાબર એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા માટે તૈયાર થયેલી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર K9 વજ્ર ટી ગનને સેનાને અર્પણ કરી હતી. મહત્વની વાત એ છે કે સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરીમાં K9 વજ્ર ટેંક બનાવામાં આવી છે. K9 વજ્ર ટેંક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી. સેના તરફ લીલી ઝંડી મળતા તેનું ટેંકનું ઉત્પાદન અને તેમાં જરૂરી બદલાવ કરવામાં આવ્યા હતા.

જે દિવસે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહી હશે તે દિવસે બેંકો રહેશે બંધ, જાણો આખરે કેમ

કે9ને જોયા પછી મજબૂત ટેન્ક નહિ, પરંતુ મજબૂત ભારત જોવા મળ્યું
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે, ખાનગી ક્ષેત્ર દ્વાર સંરક્ષણ ક્ષેત્રમાં ભાગીદારી મહત્વની છે. મોદી સરકારે ગંભીરતાથી રક્ષા ક્ષેત્રમાં વિચાર્યું છે. ભારત રક્ષા ક્ષેત્રમાં હબ બને તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. 26 બિલિયન ડોલરના ઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ છે. રક્ષા લાયસન્સમાં સરળતા લાવી છે અને હજુ સરળતા લાવવામાં આવશે. બે ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવ્યા છે. 2019, 2020, 2024માં રક્ષા ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટનો વધારો કરાયો છે. ફાઈટર પ્લેન, સહિતની વસ્તુ ભારતમાં બને તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. ડિફેન્સ ઇન્વેસ્ટમેન્ટ સેલની રચના કરવામાં આવી છે. રોકેટ લૉન્ચર, બોટ, ટેન્ક વગેરે ક્ષેત્રમાં એલએન્ડટી કામ કરવા ઈચ્છી રહ્યું છે. કે9ને મેં નજીકથી જોયા પછી મને મજબૂત ટેન્ક નહિ, પરંતુ મજબૂત ભારત જોવા મળ્યું છે, જેનો આનંદ અને ગર્વ છે. 80 ટકા વસ્તુઓ ભારતમાં બનેલી ઉપયોગમાં લેવાઈ રહી છે. અમે એ તમામ પ્રયાસ કરીશું, જેથી તમામ અડચણો દૂર થાય. એક તરફ તાપી અને બીજી બાજુ સાગરના આશીર્વાદ તમને મળત રહે. 

ક્યાંથી ક્યાં પહોંચી ગઈ કંગના, મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં બનાવ્યું આલિશાન પ્રોડક્શન હાઉસ, જુઓ PHOTOS

સુરતમાં તૈયાર થયેલી 'K9 વજ્ર ટેંક' સામે ફીક્કી પડે છે બોફોર્સ ટેંક, જાણો ખાસિયતો

K-9 વજ્ર ટેંકની ખાસિયત
લાર્સન એન્ડ ટુબ્રો (ઈન્ડિયા)એ મેક-ઇન ઇન્ડિયા હેઠળ હન્વા ટેક વિન (દક્ષિણ કોરિયા) સાથે કરાર કર્યો છે. જે અનુસાર સુરત હજીરા ખાતે લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટમાં K9 થંડર 'વજ્રા' આર્ટિલરી સિસ્ટમ્સની 100 ટેન્કનું ઉત્પાદન કરવામાં આવશે. 155 મીમી / 52 કેલિબર ટ્રેકવાળી સ્વ-સંચાલિત બંદૂક સિસ્ટમ્સને 42 મહિનાની અંદર ભારતીય સેનાને સુપરત કરશે. સેનાએ આ ટેન્કનું પરીક્ષણ પણ કર્યું છે. કંપની દ્વારા બીજી 100 ટેન્ક બનાવીને આપવામાં આવશે. K9 વજ્રને 'ટેન્ક સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર ગન' કહેવામાં આવે છે. 

બોફોર્સ ટેન્કને પણ આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી K-9 વજ્ર ટક્કર મારે એવી છે. બોફોર્સ કરતા ખુબ અલગ આ ટેંક અલગ છે, કારણ કે બોફોર્સ એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી. જો કે, આ પોતે ઓટોમેટિક ટેન્ક છે. K9 વજ્ર' એક સ્વયં-સંચાલિત આર્ટિલરી સિસ્ટમ છે, જે 40 કિલોમીટરથી 52 કિ.મી સુધીની (વિસ્તૃત મોડ) મારક ક્ષમતા ધરાવે છે. ઓપરેશનલ રેન્જ 100% કિ.મી છે. K9 પાસે તેના શેલ્સને MRSI મોડમાં આગવી મારક ક્ષમતા ધરાવે છે.  

હવે દુશ્મનોના દાંત ખાટા કરશે દેશમાં જ બનેલી 'K9 વજ્ર ટેન્ક'

MRVI (મલ્ટીપલ રાઉન્ડ્સ યુમેલ્ટિનેશનલ ઇમ્પેક્ટ) મોડમાં, કે-9 15 સેકંડની અંદર ત્રણ શેલ છોડી શકે છે. K10 એમોનિશન રીસપ્લાય વેહિકલ (ARV) - K9 સિસ્ટમ K10 સાથે આવે છે, તે ઓટોમેટિક ડિસ્પ્લે વેહિકલ છે જે K9 ની ગતિશીલતાને જાળવી રાખે છે,અને પાછળનાં મુખ્ય આર્ટિલરી બેટરીનું અનુસરણ કરી શકે છે. શેલોનું મહત્તમ ટ્રાન્સફર રેટ 12 રાઉન્ડ પ્રતિ મિનિટે હોય છે, અને મહત્તમ શેલો 104 રાઉન્ડ હોય છે. K9 વજ્રને 'ટેન્ક સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર ગન' કહેવામાં આવે છે. બોફોર્સ ટેન્કને પણ આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી K-9 વજ્ર ટક્કર મારે એવી છે. નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ, બોફોર્સને એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી. જો કે, આ પોતે ઓટોમેટિક ટેન્ક છે. આ ટેન્ક બનાવવા માટે હજીરામાં ફેકટરી નાખવામાં આવી છે. આ તૈયાર થયેલી ટેન્કને સૈન્યને સોંપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક