કૌશિક પટેલ News

ડિજિટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે રાજ્ય સરકારની વધુ એક સિદ્ધિ: કૌશિક પટેલ
 મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. રાજ્યના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. રાજયના મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઈઝડ, સલામત, સુરક્ષિત, સુદ્દઢ અને ઝડપી બનાવવાના પગલાંરૂપે હસ્તલિખિત મહેસૂલી રેકર્ડ જાન્યુઆરી-2004થી ડિજીટાઈઝ કરી ઓનલાઈન કરવામાં આવેલ છે.
Oct 26,2020, 13:31 PM IST
કેબિનેટ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને મંજૂરી મળી: કૌશિક પટેલ
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. રાજ્યમાં પડેલા ભારે વરસાદ તેમજ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહતની સમિક્ષા વિશે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત કોરના વાયરસની મહામારી અંગે લેવામાં આવતા પગલાં બાબતે સમિક્ષા કરવામાં આવી હતી. વિધાનસભાના ચોમાસા સત્રમાં બોલાવવા અને કામકાજ પર કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળે બેઠકમાં મુખ્યમંત્રી સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાની મંજૂરી આપી છે.
Aug 26,2020, 13:00 PM IST
Zee 24 Kalakની ગુજરાત યાત્રાને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે બતાવી લીલી ઝંડી
કેમ છો ગુજરાત?? તમારી વાત કરવા આપની ચેનલ ZEE 24 કલાક ગુજરાત યાત્રા સાથે આવી રહી છે તમારા શહેરમાં, તમારી વચ્ચે, તમારી વાતો કરવા... આપની પોતાની ચેનલ ZEE 24 કલાક જ્યારે તમારી વચ્ચે આવી રહી છે ત્યારે તમે બોલશો અને અમે સાંભળીએ તમારી વાત.. જી હાં એ જ ઉદેશ્ય સાથે તમારી વાત કરવા તમારા શહેરમાં અમારી ગુજરાત યાત્રા આવી રહી છે. આ ગુજરાત યાત્રાને પહેલાં દિવસે અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે ફ્લોગ ઓફ કરવામાં આવ્યું હતું. મેયર બીજલ પટેલે ગુજરાત યાત્રાની ગાડીની વિધિવત પૂજા કરીને તેને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તો આજે બીજા દિવસે ગુજરાત સરકારના મંત્રી કૌશિક પટેલે ગાડીઓને ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
Jan 17,2020, 16:05 PM IST

Trending news