ક્રાઇમબ્રાન્ચ News

અમદાવાદ રેપ કેસમાં પીડિતાએ ક્રાઇમબ્રાંચ પર લગાવ્યા ચોંકાવનારા આરોપ
અમદાવાદના નિર્ભયાકાંડ  સૌથી મોટો વળાંક આવ્યો છે. પત્રકાર પરિષદમાં પીડિતાએ ક્રાઇમબ્રાંચ પર ચોંકાવનારા આરોપ કર્યા છે. પીડિતાએ ક્રાઇમબ્રાંચના સૌથી મોટા અધિકારી જે કે ભટ્ટ પર સંગીન આરોપ લગાવ્યા. પીડિતાએ જે કે ભટ્ટ પર આરોપ લગાવતા જણાવ્યું કે આડા અવળા સવાલ પૂછવામાં આવ્યા અને રેપ કોને કહેવાય તે અમે નક્કી કરીશું. પીડિતાએ જણાવ્યું કે જે કે ભટ્ટને લીધે આપઘાત કરવાનો વિચાર આવતા ખબર પડી કે રેપ વિક્ટીમ સ્યૂસાઇડ કેમ કરતા હોય છે. પીડિતાએ વધુમાં જણાવ્યું કે મારી સાથે અપરાધી જેવો વ્યવહાર કરવામાં આવ્યો અને ફરિયાદ બદલવા માટે પણ દબાણ કરવામાં આવ્યું. પીડિતાએ જણાવ્યું કે તે જે કે ભટ્ટ સમક્ષ હાજર નહી થાય અને કેસની તપાસ કોઇ લેડી ઓફિસર જ કરે તેવી માગ કરી છે.
Jul 1,2018, 12:04 PM IST
અમદાવાદ રેપ કેસ : ગૌરવ દાલમિયા મોડીરાત્રે પોલીસ સમક્ષ હાજર થયો
Jul 1,2018, 12:01 PM IST

Trending news