ગિરનાર પર્વત News

ગિરનારમાં અલૌલિક નજારો સર્જાયો, 500 પગથિયા પાસેના જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થય
જૂનાગઢ (junagadh)  શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આવામાં શહેરભરમાં ઠેરઠેર પાણી થઈ ગયું છે. ગિરનાર પર્વત (girnar) પર 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારના પગથિયા પર પાણી વહેવા લાગ્યું છે. જોકે, ગિરનાર પર્વત પર વરસાદને લઈને અલૌકિક નજારો સર્જાયો છે. ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિદ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થઈ રહ્યો છે. પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા થતી જોવા મળી. જટાશંકર મહાદેવ એક ગુફામાં બિરાજે છે અને ગુફામાંથી જ કુદરતી રીતે પાણી આવે છે, જે મહાદેવજી પર પડી રહ્યું છે. આમ જાણે મહાદેવજી પર ગંગાજીનો અભિષેક થતો હોય તેવા અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા છે. જેને કારણે શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી.
Aug 7,2020, 10:14 AM IST

Trending news