ચેતક

નવું ચેતક થયું લોન્ચ: માઈલેજ અને કિંમત જાણીને ખુશ થઈ જશો, તરત દોડશો લેવા માટે

હમારા બજાજ (Bajaj) ...હવે ફરીથી તમારી જીભે ચઢવાનો છે. 14 વર્ષ બાદ આજે 14 જાન્યુઆરીએ બજાજે પોતાની સૌથી જાણીતી બ્રાન્ડ ચેતકને બજારમાં ફરીથી લોન્ચ કરી દીધી. આ વખતે કંપનીએ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર બજારમાં ઉતાર્યું છે. આ વખતે તેની સૌથી મોટી ખાસિયત એ છે કે એકવાર ચાર્જ કરો તો આ સ્કૂટર 95 કિમી દોડે છે. ગ્રાહક નવું ચેતક સ્કૂટર માત્ર 2000 રૂપિયામાં બુક કરાવી શકે છે. 

Jan 14, 2020, 04:40 PM IST

સુઝુકી મોટર્સ પણ ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક સ્કૂટર, ટૂંક સમયમાં શરૂ થશે ટ્રાયલ

ઇલેક્ટ્રિક વાહનોને લઇને સરકારની નીતિઓને જોતાં જાપાનની દ્વિચક્રી વાહન નિર્માતા કંપની સુઝુકી મોટર્સ પણ ઇલેક્ટ્રિક વાહન લાવવાની તૈયારી કરી શકે તૈયારી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંક સમયમાં રસ્તા પર ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ શરૂ કરશે.

Nov 11, 2019, 03:51 PM IST

બજાજ ચેતકનો ઇલેક્ટ્રિક અવતાર, જાણો 5 ખાસ વાતો

બજાજ ઇલેક્ટ્રિક ચેતક સ્કૂટરને તબક્કાવાર રીતે દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરૂઆતમાં તેનું વેચાણ પૂણે અને બેંગલુરૂમાં થશે. આ સ્કૂટરનું વેચાણ જાન્યુઆરી 2020 બાદ શરૂ થશે.

Oct 18, 2019, 04:46 PM IST

ચાર દિવસીય અશ્વમેળામાં 500 કરતા વધારે ઘોડેસવારો લેશે ભાગ

બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે અશ્વમેળાનું આયોજન કરાયું છે. ચાર દિવસીય આ અશ્વમેળામાં ગુજરાત ભરમાંથી 500થી વધુ અશ્વસવારોએ ભાગ લીધો છે. જેને જોવા માટે આજુબાજુના ગામોમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી. અશ્વ શક્તિએ આપણા ઇતિહાસને ઉજ્જવળતા બક્ષી છે અશ્વોએ હંમેશા યુધ્ધોમાં આગળ રહી ઇતિહાસને અમર બનાવ્યો છે દેવતાઓ, દાનવો કે માનવોના જીવનમાં અશ્વનું અનન્ય મહત્વ રહ્યું છે.

Mar 4, 2019, 11:42 PM IST