સુઝુકી મોટર્સ પણ ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક સ્કૂટર, ટૂંક સમયમાં શરૂ થશે ટ્રાયલ
ઇલેક્ટ્રિક વાહનોને લઇને સરકારની નીતિઓને જોતાં જાપાનની દ્વિચક્રી વાહન નિર્માતા કંપની સુઝુકી મોટર્સ પણ ઇલેક્ટ્રિક વાહન લાવવાની તૈયારી કરી શકે તૈયારી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંક સમયમાં રસ્તા પર ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ શરૂ કરશે.
Trending Photos
નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહનોને લઇને સરકારની નીતિઓને જોતાં જાપાનની દ્વિચક્રી વાહન નિર્માતા કંપની સુઝુકી મોટર્સ પણ ઇલેક્ટ્રિક વાહન લાવવાની તૈયારી કરી શકે તૈયારી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંક સમયમાં રસ્તા પર ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ શરૂ કરશે.
બનાવશે પ્રોટોટાઇપ
ઇટલીના મિલાનમાં ચાલી રહેલા ગ્લોબલ મોટરસાઇકલ શો EICMA 2019 માં સુઝુકી મોટરસાઇકલ ઇન્ડીયાના મેનેજર નિર્દેશક સાતોશી ઉચીદાએ કહ્યું કે અમે સરકારની નીતિનું સન્માન કરે છે. અમે કંઇક પ્રોટોટાઇપ બનાવશે. પરંતુ ત્યાં અત્યારે ઇંફ્રાસ્ટ્રક્ચર જેવા ચાર્જિંગ સ્ટેશન અને બેટરી સ્ટેશનની ખોટ છે.
મારૂતિના ઇંફ્રાસ્ટ્રક્ચરનો કરશે ઉપયોગ
તો બીજી તરફ કંપની દેશમાં પોતાના દ્વીચક્રી ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરશે, તો મારૂતિ સુઝુકીના ઇંફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો મળશે. ઇતોશીએ જણાવ્યું હતું કે તેના માટે અમે મારૂતિની સાથે કોર્ડિનેટ કરશે અને એક જ ટેક્નોલોજી ઉપયોગ કરશે, સાથે જ વેંડૅર અને ઇવી ઇંફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક પણ એક જ હશે. જેનો હંમેશા ફાયદો મળશે.
બજાજે ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરને કર્યું શોકેસ
આ પહેલાં બજાજ ઓટોએ પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતકને શોકેસ કર્યું હતું, જેને આગામી વર્ષે જાન્યુઆરી 2020માં લોન્ચ કરવામાં આવશે. તો બીજી તરફ દેશની સૌથી મોટી દ્વીચક્રી વાહન બનાવનાર કંપની હીરો મોટોકોર્પે ઇલેક્ટ્રિક વાહન બનાવનાર કંપની અથર એનર્જીમાં રોકાણ કર્યું છે.
50 હજાર દ્વીચક્રી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ
આંકડા અનુસાર આ નાણાકીય વર્ષ 2020 પહેલાં છ મહિનામાં 50 હજાર દ્વીચક્રી ઇલેક્ટ્રિક વાહન વેચવામાં આવ્યા છે. તો બીજી તરફ સરકારની યોજના છે કે 2025 સુધી 150સીસીથી ઓછી ક્ષમતાવાળા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે