જામિયા હિંસા

જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર  લાગ્યો આ આરોપ

જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે. 

Feb 18, 2020, 01:39 PM IST

શરજિલ ઇમામના લેપટોપમાંથી મળ્યું 'પોસ્ટર', તોફાન કરો, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયા આપશે ધ્યાન

શરજિલના મોબાઇલ અને લેપટોપની તપાસમાં જામિયા હિંસાના મહત્વના પૂરાવા હાથ લાગ્યા છે. 

Feb 3, 2020, 10:14 PM IST

ISI દેશમાં રમખાણો કરવાનું રચી રહ્યું છે કાવતરું, ઘૂસણખોરીઓ દ્વારા થઇ રહ્યું છે ફન્ડીંગ

નાગરિકતા સંશોધન એક્ટ (CAA) પર દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દેશમાં રમખાણો કરવાનું કાવતરું રચી રહી છે. સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર ભારતમાં અવૈધરૂપથી વસવાટ કરતા અપ્રવાસી મુસ્લિમ ઘૂસણખોરો અને રોહિંગ્યાને આ કામ માટે ISI ફાઇનાન્શિયલ ફંડિંગ કરી રહ્યા છે.

Dec 19, 2019, 05:22 PM IST

દિલ્હીમાં થયેલા રમખાણો પાછળ શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મિલીભગત છે?

આ અમે નથી કહી રહ્યા, જોકે પોલીસે જામિયામાં થયેલી હિંસા (Jamia Violence) બાદ જે બે FIR નોંધવામાં આવી છે તેમાં બંને પાર્ટીઓના લોકોના નામ છે. દિલ્હી પોલીસે જામિયા હિંસા મામલે જામિયા પોલીસે હિંસા મામલે જામિયા પોલીસ સ્ટેશન અને ન્યૂ ફ્રેંડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નામજદ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાન અને આમ આદમી પાર્ટીની જામિયા યુનિવર્સિટી વિદ્યાર્થી વિંગના નેતા કાસિમ ઉસ્માની સહિત 7 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Dec 18, 2019, 05:55 PM IST

ચૂંટણીના કારણે દિલ્હીમાં હિંસા ફેલાવવામાં આવી, અમારી પાર્ટીને હિંસાથી નુકસાન જ થશે: કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે દરેક વ્યક્તિને પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ પ્રદર્શન બંધારણની મર્યાદામાં અને અહિંસાત્મક રીતે થવું જોઈએ. કોઈને પણ હિંસાની પરવાનગી આપી શકાય નહીં. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીતવાની છે તો આવામાં જાણીજોઈને વિપક્ષ દ્વારા દિલ્હીમાં ઠેર ઠેર હિંસા ફેલાવવામાં આવી રહી છે.

Dec 18, 2019, 02:11 PM IST

જામિયા હિંસાઃ દેશની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે- સોનિયા ગાંધી

સોનિયાએ(Sonia Gandhi) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "નાગરિક્તા કાયદાના(Citizenship Amendment Act) કારણે પૂર્વોત્તર રાજ્યોમાં જે સ્થિતિ છે, તે હવે રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં બની રહી છે. આ અત્યંત ગંભીર સ્થિતિ છે.
તેમણે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન(Protest) કરી રહેલા લોકો પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો."
 

Dec 17, 2019, 06:28 PM IST