jamia violence

Exclusive: દિલ્હી તોફાનો પર સૌથી મોટું 'કબૂલનામું', આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

CAA, NRC વિરુદ્ધ દિલ્હી તોફાનો (Delhi Riots)ની તપાસમાં નવો ખુલાસો થયો છે. ZEE મીડિયાને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ આ મામલે UAPA હેઠળ ધરપકડ કરાયેલા આસિફ ઈકબાલ તન્હાએ પોલીસ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને આપેલા નિવેદનમાં આસિફ ઈકબાલે જે જણાવ્યું તેને જોઈને એવું લાગે છે કે દિલ્હી તોફાનો સંપૂર્ણ રીતે એક સુનિયોજિત ષડયંત્ર હતું. તેની આખી સ્ક્રિપ્ટ પહેલેથી લખાયેલી હતી. જેને લોકતાંત્રિક વિરોધની આડમાં અંજામ અપાયો. 

Aug 18, 2020, 04:14 PM IST

જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર  લાગ્યો આ આરોપ

જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે. 

Feb 18, 2020, 01:39 PM IST

જામિયા હિંસા: પોલીસે શોધી કાઢ્યા 4 બદમાશ ચહેરા, આ લોકો પર છે ઉપદ્રવ ફેલાવવાનો આરોપ

રાજધાની દિલ્હીમાં આવેલી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની પાસે આવેલી ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રવિવારે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર વાહનોને આગચંપી કરવાની ઘટનાઓમાં સંડોવાયેલા 10 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.

Dec 19, 2019, 08:01 AM IST

દિલ્હીમાં થયેલા રમખાણો પાછળ શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મિલીભગત છે?

આ અમે નથી કહી રહ્યા, જોકે પોલીસે જામિયામાં થયેલી હિંસા (Jamia Violence) બાદ જે બે FIR નોંધવામાં આવી છે તેમાં બંને પાર્ટીઓના લોકોના નામ છે. દિલ્હી પોલીસે જામિયા હિંસા મામલે જામિયા પોલીસે હિંસા મામલે જામિયા પોલીસ સ્ટેશન અને ન્યૂ ફ્રેંડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નામજદ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાન અને આમ આદમી પાર્ટીની જામિયા યુનિવર્સિટી વિદ્યાર્થી વિંગના નેતા કાસિમ ઉસ્માની સહિત 7 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Dec 18, 2019, 05:55 PM IST

ચૂંટણીના કારણે દિલ્હીમાં હિંસા ફેલાવવામાં આવી, અમારી પાર્ટીને હિંસાથી નુકસાન જ થશે: કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે દરેક વ્યક્તિને પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ પ્રદર્શન બંધારણની મર્યાદામાં અને અહિંસાત્મક રીતે થવું જોઈએ. કોઈને પણ હિંસાની પરવાનગી આપી શકાય નહીં. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીતવાની છે તો આવામાં જાણીજોઈને વિપક્ષ દ્વારા દિલ્હીમાં ઠેર ઠેર હિંસા ફેલાવવામાં આવી રહી છે.

Dec 18, 2019, 02:11 PM IST

જામિયા હિંસા: 2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં 10 લોકોને બનાવાયા આરોપી, મોટાભાગના 22 વર્ષના

 નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં રવિવારે થયેલી હિંસાના મામલે દિલ્હી (Delhi) પોલીસે બે FIR દાખલ કરી છે. એક FIR ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે જ્યારે બીજી FIR જામિયા (Jamia) પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ  છે. આ બંને અલગ અલગ FIRમાં કુલ 10 લોકો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. જામિયાવાળી FIRમાં 6 લોકોના નામ છે જ્યારે ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની પોલીસ સ્ટેશનવાળી FIRમાં 4 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. 

Dec 18, 2019, 10:27 AM IST

જામિયા હિંસાઃ દેશની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે- સોનિયા ગાંધી

સોનિયાએ(Sonia Gandhi) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "નાગરિક્તા કાયદાના(Citizenship Amendment Act) કારણે પૂર્વોત્તર રાજ્યોમાં જે સ્થિતિ છે, તે હવે રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં બની રહી છે. આ અત્યંત ગંભીર સ્થિતિ છે.
તેમણે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન(Protest) કરી રહેલા લોકો પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો."
 

Dec 17, 2019, 06:28 PM IST

જામિયા હિંસા: DCP-ACP સહિત ઘણા અધિકારી થયા ઘાયલ, એક હેડ કોન્સટેબલ ICUમાં ભરતી

NRC and CAB: નાગરિકતા સંશોધન બિલ (CAA)ના વિરૂદ્ધ રવિવારે દિલ્હીના જામિયા નગરમાં થયેલી હિંસામાં ઘણા પોલીસવાળાને ઇજા પહોંચી હોવાના સમાચાર છે.છે. દિલ્હી પોલીસના અનુસાર જામિયા નગરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં ડીસીપી સાઉથ ઇસ્ટ, એડિશનલ ડીસીપી સાઉથ, 2 એસપી, 5 એસએચઓ, ઇન્સ્પેક્ટર અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

Dec 16, 2019, 09:23 AM IST