જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર લાગ્યો આ આરોપ
જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે.
દિલ્હી પોલીસે આ ચાર્જશીટ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (દક્ષિણ-પૂર્વ) સમક્ષ આઈપીસીની કલમ 307, 147, 148, 149, 186, 353, 332, 427 તથા અન્ય કલમો હેઠળ દાખલ કરાઈ છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આ હિંસા દરમિયાન પોલીસને 3.2 એમએમ પિસ્તોલની ખાલી કારતૂસો મળી આવી હતી. પોલીસ હજુ સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઈલ રેકોર્ડની તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે 100થી વધુ સાક્ષીઓની જુબાની પુરાવા તરીકે રજુ કર્યા છે. આ ચાર્જશીટમાં શરજીલ ઈમામને હિંસા ભડકાવવાનો આરોપી લગાવ્યો છે.
જુઓ LIVE TV
દિલ્હી પોલીસ તોફાનીઓની ઓળખ માટે કેટલીક તસવીરો પણ બહાર પાડી શકે છે. હજુ સુધી આ મામલામાં 17 આરોપીઓની ધરપકડ થઈ છે. જેમાં 9ને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની, જ્યારે 8ને જામિયા સાથે સંબંધ છે. આ બધા સ્થાનિક લોકો છે. કોઈ પણ વિદ્યાર્થીનું નામ ચાર્જશીટમાં સામેલ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે