શરજિલ ઇમામના લેપટોપમાંથી મળ્યું 'પોસ્ટર', તોફાન કરો, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયા આપશે ધ્યાન

શરજિલના મોબાઇલ અને લેપટોપની તપાસમાં જામિયા હિંસાના મહત્વના પૂરાવા હાથ લાગ્યા છે. 

  શરજિલ ઇમામના લેપટોપમાંથી મળ્યું 'પોસ્ટર', તોફાન કરો, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયા આપશે ધ્યાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીની સાકેત કોર્ટે રાજદ્રોહના મામલામાં ધરપકડ કરાયેલા શરજિલ ઇમરામ  (Sharjeel Imam) વધુ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. શરજિલના મોબાઇલ અને લેપટોપની તપાસમાં જામિયા હિંસા સાથે જોડાયેલા મહત્વના પૂરાવા હાથ લાગ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ હવે જામિયા હિંસામાં પણ શરજિલની ધરપકડ કરી શકે છે. 

પોલીસે શરજિલના વ્હોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા 15 લોકોની પણ ઓળખ કરી છે અને તેને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમાં જામિયા અને અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામેલ છે. 

— Jitender Sharma (@capt_ivane) February 3, 2020

14 ડિસેમ્બરે શેર કરવામાં આવ્યું હતું પોસ્ટર
ક્રાઇમ બ્રાન્ચે આરોપી શરિજલના લેપટોપથી વિવાદિત પોસ્ટર જપ્ત કર્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ પોસ્ટરને 14 ડિસેમ્બર 2019ના દિવસે સોશિયલ મીડિયા ગ્રુપ્સ પર શેર કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં લખ્યું છે કે સીએએ અને એનઆરસી વિરુદ્ધ 15 ડિસેમ્બરે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા વિશ્વ વિદ્યાલય પર ભેગા થવાનુંછે. ઉલ્લેખનીય છે કે 15 ડિસેમ્બરે દિલ્હીના જામિયા નગરમાં હિંસા, તોડફોડ અને આગચાંપી થઈ હતી. 

પહેલા કાશ્મીર, પછી બાબરી મસ્જિદ અને હવે CAB
આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે 'મુસ્લિમોએ સીએએ અને એનઆરસીનો વિરોધ કરવો જોઈએ. બધા મુસલમાનોએ એક સાથે મળીને પ્રદર્શન કરવું જોઈએ. પહેલા કાશ્મીર, પછી બાબરી મસ્જિદ અને હવે નાગરિકતા સંશોધિત કાયદો પ્રદર્શન માટે યોગ્ય પૂરાવો છે. ભારતના મુસલમાનોએ આક્રમક વિરોધ નોંધાવવો જોઈએ. દિલ્હીને અશાંત કરવા માટે હજારો મુસલમાન નૌજવાન તૈયાર છે, જેથી આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આપણી તરફ ખેંચાશે. જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીને 3 કલાકે (15 ડિસેમ્બર) બોલાવ્યા છે. આ બધા મુસ્લિમ વિદ્યાર્થીઓને વિનંતી છે કે મોટી સંખ્યામાં ભેગા થઈને મોટો ચક્કાજામ કરવા પહોંચો.'

PFI સાથે કનેક્શન
પોલીસ તપાસમાં તે પણ વાત સામે આવી છે કે શરજિલ ઇમામ પીપુલ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FPI)ના 9 લોકોના સંપર્કમાં હતો. હવે તે વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news