ટ્રાફિકના નિયમો

Gujarat government's decision, up urban helmet is not required PT10M4S

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવો જરૂરી નથી

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત રાજ્યમાંથી ફરજિયાત હેલમેટ (Helmet) પહેરવાનો નિયમ હટાવી લેવાયો છે. હેલમેટ સંદર્ભે લોકોના આકરા વલણને કારણે આખરે રાજ્ય સરકારને ઝૂંકવું પડ્યું છે. આમ, હેલમેટને કારણે વારંવાર ટ્રાફિક પોલીસને હાથે પકડાતા વાહનચાલકોને મોટી રાહત મળી છે. તો સાથે જ હવે તેઓને પોતાની કમાણીની રૂપિયા દંડ પેટે નહિ ચૂકવવા પડે.

Dec 4, 2019, 05:00 PM IST

Big Breaking : ગુજરાત રાજ્યમાં ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવાયો

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત રાજ્યમાંથી ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવી લેવાયો છે. 

Dec 4, 2019, 01:27 PM IST

ટ્રાફિકનો નિયમ તોડ્યો તો સોશિયલ મીડિયા પર વાયરલ થશે તમારો ફોટો, જરૂર વાંચો આ સમાચાર

ટ્રાફિક નિયમ (Traffic Rules) તોડનારને પાઠ ભણાવવા માટે નોઇડા વહિવટી તંત્ર (Noida Authority)એ અનોખું અભિયાન શરૂ કર્યું છે. નોઇડામાં જો તમે ટ્રાફિક નિયમો (Traffic rules)નું ઉલ્લંઘન કર્યું તો તમારી ગાડીની સાથે તમારો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral onSocial Media) કરવામાં આવશે. તેના માટે પરિવહન વિભાગે ટ્રેન્ડ ફોટોગ્રાફર નિયુક્ત કર્યા છે. જે નિયમ તોડનારનો ફોટો પરિવહન વિભાગને મોકલે છે. 

Nov 26, 2019, 01:12 PM IST

વડોદરા : દંડથી બચવા ચાલકે પૂરઝડપે બાઈક હંકારી, તો ટ્રાફિક જવાન 25 ફૂટ સુધી ઘસડાયા

હાલ રાજ્યભરમા નવા મોટર વ્હીકલ એક્ટનું પાલન ટ્રાફિક વિભાગ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે એક બાઈક ચાલકને અટકાવવા જતા ટ્રાફિક પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ, એક ચાલકને ટ્રાફિકના પાઠ ભણાવવાના ચક્કરમાં ટ્રાફિક પોલીસ ઘાયલ થયા હતા. 

Nov 5, 2019, 04:20 PM IST

વડોદરામાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, સાણસામાં આવ્યા નગરપાલિકાના વાહનો

વડોદરા (Vadodara) માં ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા સતત ત્રીજા દિવસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) પ્રમાણે લોકોને દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસે વિવિધ ટીમો બનાવી કાલાઘોડા સર્કલ, ગેંડા સકર્લ, ફતેગંજ સર્કલ, દાંડિયા બજાર ચાર રસ્તા, લહેરીપુરા દરવાજા, ચકલી સર્કલ સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. કાલાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે સામાન્ય વાહન ચાલકોની સાથે સાથે સરકારી વાહન ચાલક સામે પણ કાર્યવાહી કરી છે. 

Nov 3, 2019, 01:07 PM IST

‘3 Idiots’ના રેન્ચોને પાછળ પાડે તેવું છે નવસારીના યુવકનું ટેલેન્ટ, બનાવી સસ્તી E-bike

અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારી (Navsari) ના યુવાને પોતાની મિકેનિક સ્કીલને પાંખ આપી અને વાહનોના કાટમાળનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક બાઇક (E-bike) બનાવી છે, જે લોકોને ઘણી પસંદ પડી રહી છે. અને હવે તો આ યુવકને નવી બાઈક બનાવવા માટે ઓર્ડર પણ મળી રહ્યાં છે. 

Oct 18, 2019, 09:04 AM IST
Surat Ahmedabad Gandhinagar RTO Long Line PT13M27S

રાજ્યોની આરટીઓ કચેરી બહાર લોકોની લાંબી લાઇનો, જુઓ લોકોને કેવી રીતે પડે છે હાલાકી

રાજ્ય સરકાર દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જનજાગૃતિ આવે અને ટ્રાફિકના નિયમો નું પાલન કરે તે ઉદ્દેશ થી નવા નિયમો અમલ માં મુક્યાં છે. ત્યારે લોકો વહેલી સવારે 4 વાગ્યા થી આરટીઓ કચેરી ની બહાર લાંબી કતાર માં જોવા મળ્યા હતા. નવા લાયસન્સ, લાયસન્સ રિન્યુઅલ તથા આરસી બુક માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા. સુરત આરટીઓ દ્વારા ફક્ત 120 જ ટોકન આપવામાં આવે છે બાકી ના લોકોને ઘરે પરત મોકલી આપવામાં આવે છે. લોકોએ પોતાનો નોકરી ધંધો છોડી ફરી બીજે દિવસે લાઈન માં ઉભી રહેવાની નોબત આવે છે. લોકોમાં આરટીઓ અને રાજ્ય સરકાર સામે રોષ ની લાગણી જોવા મળી રહી છે. હાલ પૂરતું આરટીઓ એ 120 ની જગ્યાા પર 200 ટોકન આપવાંનું શરુ કર્યું છે.

Sep 20, 2019, 12:55 PM IST

ટ્રાફિકના નિયમોમાં થવા જઇ રહ્યો મોટો ફેરફાર, નિયમો તોડશો તો વધશે ઇંશ્યોરેન્સ પ્રીમિયમ

નવા મોટર વ્હીકલ એક્ટને લાગૂ થયા બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં વધુ દંડ તો ચૂકવવો પડી રહ્યો છે, પરંતુ હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરવા પર તમારે વ્હીકલનું મોટર ઇંશ્યોરેંસ પ્રીમિયમ વધી જશે. કારણ કે હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘને ઇંશ્યોરેંસ પ્રીમિયમ સાથે લીંક કરવામાં આવશે. ઇંશ્યોરેંસ IRDAI એ એક કમિટી બનાવી છે

Sep 10, 2019, 09:36 AM IST
Policemen Drive Bike Without Helmet In Rajkot and Ahmedabad PT2M50S

અમદાવાદ-રાજકોટમાં હેલ્મેટ વગર જોવા મળ્યા પોલીસકર્મી, વિડીયો થયો વાયરલ

ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા વધુ એક ટ્રાફિક પોલીસનો હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે, શાહપુર રેંટિયાવાડી પાસે હેલ્મેટ પહેર્યા વગર બાઇક પર પસાર થઇ રહેલા ટ્રાફિક કોન્સ્ટેબલને એક જાગ્રૃત નાગરિકે બૂમો પાડી હતી કે, તમે હેલમેટ કેમ નથી પહેર્યું. આ ઘટનાથી લોકોના ટોળાં ભેગા થઇ જતાં બાજુમાં ઉભેલી ટ્રાફિક પોલીસ આવી ગઇ હતી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિક કોન્સ્ટેબલ લાખનસિંહ ગંગારામને રૂ.100ના દંડની રસીદ આપી દંડ ભરાવ્યો હતો.

Sep 9, 2019, 11:50 AM IST

'ત્રીજી આંખ'ના દંડથી બચવા યુવકે જબરૂ ભેજુ ચલાવ્યું, મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ

ઇ-મેમોથી બચવા બીજા વાહનના નંબરનો ઊપયોગ કરવા બદલ થઈ ફરિયાદ,વાહન ચાલકને ખોટા 25 મેમો આવતા થયો મામલાનો પર્દાફાશ

May 19, 2019, 10:15 PM IST

ટ્રાફિક પોલીસ રોકે તો ગભરાશો નહી! તમારી પાસે છે આ અધિકારો

ટ્રાફિક પોલીસ પાસે કાર્યસ્થળ પર કોઇને સજા આપવા માટે તેમની પાસે ચલણ બુક અથવા ઇ-ચલણ મશીન હોવી જોઇએ. પોલીસ પાસે આમાંથી કંઇપણ ન હોય તો તે તમને સજા ન આપી શકે. 

May 9, 2018, 12:10 PM IST