close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

'ત્રીજી આંખ'ના દંડથી બચવા યુવકે જબરૂ ભેજુ ચલાવ્યું, મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ

ઇ-મેમોથી બચવા બીજા વાહનના નંબરનો ઊપયોગ કરવા બદલ થઈ ફરિયાદ,વાહન ચાલકને ખોટા 25 મેમો આવતા થયો મામલાનો પર્દાફાશ

Viral Raval Viral Raval | Updated: May 19, 2019, 10:15 PM IST
'ત્રીજી આંખ'ના દંડથી બચવા યુવકે જબરૂ ભેજુ ચલાવ્યું, મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોથી બચવા અનેક નુસખાઓ અપનાવતા નજરે પડે છે પરંતુ પોલીસે હવે આ નુસખા અપનાવતા લોકોને કાયદાના પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું છે. એક યુવકની આવી જ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરતા પોલીસે અન્ય વાહનની નંબર પ્લેટ લગાવીને ટ્રાર્ફિકના નિયમોનો ભંગ કરતા શખ્સને ઝડપી લીધો છે. જો કે આ બનાવની જાણ ત્યારે થઈ જ્યારે વાહન માલીકના ઘરે 25થી વધુ ઈ મેમો પહોંચ્યા. હાલ ટ્રાફિક પોલીસે આરોપીને પકડીને નવંગપુરા પોલીસને સોપ્યો છે. 

અમદાવાદ ટ્રાફિક પોલીસે વાહન ચાલકોમા જાગૃતતા લાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં કડક વલણ અપનાવ્યું છે. જેમાં નિયમનો ભંગ કરતા વાહન ચાલકો તીસરી આંખમા કેદ થઈ જતા અને ઈ મેમો ઘરે પહોંચી જતો હતો. આ ઈ-મેમોથી બચવા માટે ચંદ્રેશ રાવલ નામના શખ્સે બીજા વાહન ચાલકને ટાર્ગેટ કરી મહિન્દ્રા ગાડીની નબંર પ્લેટ GJ18 BH 5962ને પોતાની ઈટીઓસ ગાડીમાં લગાવી અને બિન્દાસ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો. નંબર પ્લેટના માલીક સુભાષના ઘરે 25 ઈ મેમો પહોચતા નંબર પ્લેટની અદલા-બદલીના કૌભાંડ સામે આવ્યા. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો.

જુઓ LIVE TV

ચંદ્રેશ રાવલ મૂળ ગાંધીનગરનો રહેવાસી છે. કન્સ્ટ્રકશનના ધંધા સાથે જોડાયેલો હોવાથી તેને અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં ફરવું પડે છે.  અગાઉ તેને ટ્રાફ્રિક નિયમનો ભંગ કરવા બદલ ઈ મેમો આવ્યા હતા. જેથી તેણે ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવવાનુ નક્કી કર્યુ. પોલીસ સતત ઈટીઓસ ગાડીનું ઈ મેમો જનરેટ કરતી રહી. જેનાથી કંટાળીને નંબર પ્લેટની ગાડીના માલીકે ટ્રાફિક પોલીસને અરજી કરી. પોલીસે તપાસ બાદ ચંદ્રેશ રાવલને ડુપ્લીકેટ નંબર પ્લેટ સાથે રંગે હાથે ઝડપી લીધા. ઈ-મેમોથી બચવા માટે ગાંધીનગરના યુવાને નંબર પ્લેટની અદલા-બદલી કરીને છેતરપિંડી આચરી. આ ગંભીર ઘટનાને મુદ્દે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને ચંદ્રેશ રાવલની ધરપકડ કરી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ઈ મેમો મળવાનું પ્રમાણ વધતા લોકોએ નંબર પ્લેટ સાથે ચેડા શરૂ કર્યા છે. જેથી આ પ્રકારે ગુના કરવાના બદલે વાહન ચાલકોને નિયમનુ પાલન કરવાની અપીલ પોલીસે કરી છે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...