close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

rto

Major Decision Regarding Checkpost PT4M10S

ગુજરાતની ચેકપોસ્ટ વિશે લેવાયો મહત્વનો નિર્ણય

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા નાગરિકોને ફાયદો અપાવતી ત્રણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાંના એક નિર્ણયમાં રાજ્યની 16 ચેકપોસ્ટ (Checkpost) બંધ કરવાની જાહેરાત કરાઈ છે. આગામી ૨5 નવેમ્બરથી તમામ 16 ચેકપોસ્ટ બંધ થઈ જશે. 25 નવેમ્બરથી ચેકપોસ્ટ પર કામ કરતા સ્ટાફને એનફોર્સમેન્ટથી માંડીને બીજા કામમાં મૂકાશે. આ ઉપરાંત RTOને લગતા મહત્વના નિર્ણયો પણ લેવાયા છે.

Nov 15, 2019, 08:55 AM IST

25 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ થઈ જશે બંધ, આ રહ્યું લિસ્ટ...

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા નાગરિકોને ફાયદો અપાવતી ત્રણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાંના એક નિર્ણયમાં રાજ્યની 16 ચેકપોસ્ટ (Checkpost) બંધ કરવાની જાહેરાત કરાઈ છે. આગામી ૨5 નવેમ્બરથી તમામ 16 ચેકપોસ્ટ બંધ થઈ જશે. 25 નવેમ્બરથી ચેકપોસ્ટ પર કામ કરતા સ્ટાફને એનફોર્સમેન્ટથી માંડીને બીજા કામમાં મૂકાશે. આ ઉપરાંત RTOને લગતા મહત્વના નિર્ણયો પણ લેવાયા છે. ત્યારે રાજ્ય સરકાર કઈ કઈ ચેકપોસ્ટ બંધ કરશે તેનું લિસ્ટ સામે આવ્યું છે. જેની યાદી આ મુજબ છે. 

Nov 14, 2019, 04:35 PM IST

‘સાહેબ, RTOના નવા નિર્ણયોનો હેતુ સારો છે, પણ સાઈટ પર ટેકનિકલ એરર આવે છે એનું શું...?’

રાજ્યમાં ચેકપોસ્ટ (Checkpost) નાબૂદ કરવાનો રાજ્ય સરકારે (Gujarat government) ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે 25 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબૂદ થશે. વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરો હવે ઓનલાઈન ફી ચૂકવી શકશે. તો RTOની મોટાભાગની તમામ કામગીરી ઓનલાઈન કરી શકાશે. 25 તારીખથી જ 16 ચેકપોસ્ટ પર કર અને ફી વસૂલાતની કામગીરી બંધ થશે. અને રાજ્યની 221 ITIમાં કાચાં લાયસન્સ (Licence) ની પ્રક્રિયા પણ 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આરટીઓની 7 કામગીરી ઓનલાઈન કરી શકાશે. આ તમામ નિર્ણયો વિશે ગુજરાતની જનતા શું માને છે તે વિશે ઝી 24 કલાકની ટીમે લોકો સાથે વાત કરી હતી. જેમાં તેઓએ કંઈક અલગ જ જણાવ્યું હતું.

Nov 14, 2019, 03:44 PM IST
CM Rupani Press Conference On Checkpost Eliminate Issues PT30M59S

સીએમ રૂપાણીની સરકાર દ્વારા લેવાયા ત્રણ મહત્વના નિર્ણયો, જાણવા માટે ક્લિક કરો...

ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. જેને કારણે ગુજરાતની સાડા છ કરોડની જનતાને ફાયદાકારક બની રહે તેવા આ સમાચાર છે. પત્રકાર પરિષદ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ (Checkpost) નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે. વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઈ છે, જેને કારણે આરટીઓ (RTO) પર કામનું ભારણ વધી ગયું છે. જેને કારણે વાહનચાલકોના કામ અટવાતા હતા. તેથી વાહનચાલકોના હિતમાં આ ત્રણ નિર્ણયો લેવાયા છે. જેમાં હવે વાહનચાલકો ઘરે બેસીને આરટીઓની અનેક પ્રોસેસ કરી શકશે.

Nov 14, 2019, 01:40 PM IST
Today New Motor Vehicles Act Apply In Gujarat PT3M11S

વાહન ચાલકો સાવધાન! એક પણ નિયમ તોડ્યો તો ભરવો પડશે દંડ

રાજ્યમાં 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનું અમલ ચાલુ થવા જઇ રહ્યો છે. નવા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે આરટીઓ, પોલીસ સહિતનો સમગ્ર તંત્ર સજ્જ છે. આરટીઓમાં લાયસન્સ માટે વાહન ચાલકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક વાહનો દ્વારા પણ એચએસઆરપી નંબર પ્લેટ માટે અરજી આપી દેવામાં આવી છે જો કે હજી સુધી પ્લેટ પણ આવી નથી. જેના કારણે લોકોમાં નિયમ લાગુ થવાની આગલી રાત્રે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.LIVE: એકતા દિવસે કેવડિયાથી PM મોદીનું IAS પ્રોબેશનરી અધિકારીઓને સંબોધન, કહી મહત્વની વાતઆ અંગે ગુજરાત સરકારમાં મંત્રી આરસી ફળદુએ જણાવ્યુ કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ કડકરીતે લાગુ કરવામાં આવશે.

Nov 1, 2019, 08:45 AM IST

વાહન ચાલકો સાવધાન ! ટ્રાફીકના નવા નિયમો કડકાઇથી લાગુ કરવા તંત્ર સજ્જ

રાજ્યમાં 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનું અમલ ચાલુ થવા જઇ રહ્યો છે. નવા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે આરટીઓ, પોલીસ સહિતનો સમગ્ર તંત્ર સજ્જ છે.

Oct 31, 2019, 06:03 PM IST
RTO Clerk Suspend At Sabarkantha PT1M36S

સાબરકાંઠામાં હિંમતનગર RTOનો સિનીયર ક્લાર્ક સસ્પેન્ડ

સાબરકાંઠામાં હિંમતનગર RTOનો સિનીયર ક્લાર્ક સસ્પેન્ડ થયો છે. ભ્રષ્ટાચારની ફરિયાદ આધારે કમિશ્નર કચેરી દ્વારા તપાસ કરાઈ હતી અને પછી આ પગલું ભરવામાં આવ્યું હતું. આ તપાસમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને એજન્ટો સાથેની સાંઠગાંઠ બહાર આવી છે. આ મામલામાં વાહન વ્યવહાર કમિશ્નરે સીનીયર ક્લાર્ક કે.કે.વાણીયાને સસ્પેન્ડ કરી તેમની વલસાડ આરટીઓ કચેરીમાં બદલી કરી છે.

Oct 18, 2019, 10:40 AM IST

RTO નું કામ વહેલા આટોપી લેજો, દિવાળીથી ભાઇબીજ સુધી બંધ રહેશે તમામ કામ

ટ્રાફિકના નવા કડક નિયમ આવ્યા બાદ આરટીઓ કચેરી પરનો ધમધમાટ વધી ગયો છે. લોકોને લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી લોકોને ઉભા રહેવું પડે છે. તેવામાં તહેવારની સિઝન નજીકમાં છે જ્યારે નવા નિયમો લાગુ થવાની તારીખ પણ નજીકમાં હોઇ લોકોમાં અવઢવ છે. ત્યારે દિવાળીના સમયમાં લોકોની મુશ્કેલીમાં વધારો ન થાય તે માટે સરકાર દ્વારા વધારે એક લોકોપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે.

Oct 17, 2019, 09:18 PM IST

હવે લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબા નહિ થવું પડે, ITIમાં થશે કામ

લર્નિંગ લાયસન્સ (learning Licence) કઢાવવા માટે હવે આરટીઓ (RTO) સુધી લાંબા નહિ થવુ પડે. કારણ કે, લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની કામગીરી ટૂંક સમયમાં આઈ.ટી.આઈ (ITI) માં કરવામાં આવશે. રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા આ માટે લાયસન્સ દીઠ આઈ.ટી.આઈને 100 રૂપિયાનું મહેનતાણું આપશે. 11 ઓક્ટોબરના રોજ આઈટીઆઈના આચાર્ય અને ઈન્સ્ટ્રક્ટરને તાલીમ આપવામાં આવશે. તાલુકા કક્ષાએ આઈટીઆઈ દ્વારા લર્નિંગ લાયસન્સ આપવાની વ્યવસ્થા આરટીઓ દ્વારા કરવામાં આવશે. 

Oct 10, 2019, 12:49 PM IST
Issue of RTO Office chhota udaipur PT2M5S

છોટા ઉદેપુરની આરટીઓ ઓફિસની મોટી સમસ્યા

એક તરફ સરકાર રાજ્યમાં નવા મોટર વ્હિકલ લાગુ કરી રહી છે તો બીજી તરફ છોટા ઉદેપુરમાં લાયસન્સની સેવાના અભાવે અરજદારોને છેક વડોદરા સુધી ધક્કા ખાવા પડે છે. છ વર્ષ પહેલા છોટા ઉદેપુરના લોકોને વાહન વ્યવહાર કે પછી લાયસન્સ સંબંધી સુવિધાઓ જીલ્લા મથક પર મળી શકે તે માટે સાડા ત્રણ કરોડના ખર્ચે નવી ARTO કચેરી તો બનાવવામાં આવી છે પરંતુ આ નવ નિર્મિત કચેરીને બન્યે દોઢ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છતાં હજુ પણ આ બિલ્ડીંગના તાળા ખુલ્યા નથી. આ પરિસ્થિતિના કારણે અરજદારોને વડોદરા સુધી ધક્કો ખાવો પડે છે.

Oct 7, 2019, 12:50 PM IST
 Vadodara_RTO_office_continue_on_Sunday PT1M50S

વડોદરા આરટીઓ કચેરી રવિવાર પણ રહેશે ચાલુ

મોટર વ્હીકલ એકટ મુજબ રાજ્યમાં નવા દંડની જોગવાઈ લાગુ થાય તે પહેલા સરકારે લોકોની સગવડતા માટે શનિવાર અને રવિવારની રજાના દિવસોએ પણ આરટીઓ કચેરી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. જેના પગલે વડોદરા આરટીઓ આજે શનિવારે ખુલ્લી હતી. રજાના દિવસે આરટીઓ કચેરી ખુલ્લી હોવાથી અરજદારોની સંખ્યા આરટીઓ પર ઓછી જોવા મળી.

Sep 28, 2019, 11:35 PM IST
Fitness center for vehicle by RTO at surat PT1M9S

સુરત આરટીઓ દ્વારા વાહનો માટે ખાસ ફિટનેસ સેન્ટરની સુવિધા

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અને દંડ ની જોગવાઈ અમલમાં લવાતા જ વાહન ચાલકોમાં ચિંતા વધી છે તમામ વાહન ચાલકો પોતાના વાહનોના તમામ દસ્તાવેજો અને નવા તથા રિન્યુઅલ લાયસન્સ માટે ઇજવીજમાં લાગી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા સુરતના માસમાં ગામ પાસે વાહનોના ફિટનેસ ચેક કરવા માટે આધુનિક ફિટનેસ સેન્ટર બનાવવામાં આવ્યું છે.

Sep 28, 2019, 04:15 PM IST
RTO is working on weekends PT1M18S

શનિ અને રવિની રજામાં પણ ચાલુ રહેશે આરટીઓ કારણ કે...

રાજ્યમાં લાગુ થયેલા સુધારિત મોટર વાહન અધિનિયમને કારણે આરસીબુક, પીયુસી, એચએસઆરપી, લાયસન્સ સહિતની કામગીરી વધી હોવાથી રાજ્ય સરકારે આગામી શનિ-રવિની રજાના દિવસે આરટીઓ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે

Sep 28, 2019, 11:35 AM IST

પોરબંદર : પોતાના દીકરા જેમ બીજા કોઈનો પુત્ર અકસ્માતમાં મૃત્યુ ન પામે તે માટે પિતાએ લોકોને આપી યાદગાર ભેટ

પોરબંદર (Porbandar) સહિત રાજ્યભરમાં મોટર વ્હીકલના કાયદા (Motor Vehicle Act 2019) ના અમલવારી માટે તંત્રએ કમર કસી છે. જેને કારણે વાહન ચાલકોએ હેલ્મેટ (Helmet) પહેરવું ફરજિયાત બન્યું છે. આ કાયદો (traffic Rules) કેટલો જરૂરી છે અને હેલ્મેટ સહિતની સુરક્ષા આપણા માટે કેટલી જરુરી છે તે અંગે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તે પણ મહત્વનું છે. આવામાં પોરબંદર શહેરમા એક પિતાએ તેમના પુત્રની યાદમા હેલ્મેટ સર્કલ (Helmet Circle) બનાવી તેને અનોખી સ્ટાઈલમાં શ્રદ્ધાંજલિ આપી છે. 

Sep 27, 2019, 09:52 AM IST

રાજકોટના મેયર અને શાસક પક્ષના નેતાએ મહિનાઓ જૂનો ઈ-મેમો હજી ભર્યો નથી

રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસવાળા સામાન્ય લોકોને ટ્રાફિકનો દંડ (Motor Vehicle Act 2019) ફટકારે છે, તો ક્યારેક ટ્રાફિક નિયમો (Traffic Rules) ની સમજણ આપતા દેખાય છે. પણ, ક્યારેક કોઈ સરકારી ગાડીઓને રોકવામાં આવતી નથી, કે ન તો તેમના પર દંડ ફટકારાય છે. આવા કિસ્સા ભાગ્યે જ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ (Rajkot) માં મનપાના અધિકારીઓના ઈ-મેમો (E-Memo)ની રસપ્રદ માહિતી સામે આવી છે. મનપાના પદાધિકારીઓના ઈ-મેમો જ ભરવાના બાકી છે. પ્રજા પાસેથી એક તરફ નિયમોના નામે કડક દંડની કાર્યવાહી કરાય છે, જ્યારે કે બીજી તરફ શાસક પક્ષ જાણે પરગ્રહવાસી હોય તેમ ઈ-મેમોથી અજાણ હોય તેવું લાગે છે. 

Sep 25, 2019, 11:17 AM IST

5000માં ટ્રાયલ વિના લાયસન્સ કાઢવાની લાલચ આપી સુરતીઓ સાથે થઇ ઠગાઇ

સુરતના વરાછામાં રૂપિયા 5000માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો. જેને લઇ આજે ભોગ બનનાર 100થી 150 જેટલા લોકોએ એજન્ટની ઓફિસે હોબાળો મચાવ્યો હતો. વરાછા પોલીસે આ અંગે તમામ લોકોની અરજી લઇને એજન્ટને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. 

Sep 23, 2019, 05:11 PM IST
 Ahmedabad RTO office Open Today PT7M27S

અમદાવાદ આરટીઓ કચેરીમાં કામ માટે લાગી લોકોની લાઈનો

આજે રાજ્યભરના તમામ RTO કાર્યરત છે. ટ્રાફિકના નવા કાયદા (Motor Vehicle Act 2019)ના અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાયસન્સની પ્રક્રિયા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અરજદારો તમામ પ્રકારની કામગીરી કરાવી શકશે. RTO કચેરીમાં લાંબી લાઈનના કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં પણ વધારો કરી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધુ કાર્યરત રહેશે. જેથી RTO ઓફિસ સવારે 10.30ની બદલે હવે 9.30 કલાકે ખુલી ગઈ હતી. અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Sep 22, 2019, 01:00 PM IST

આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્શો તમારા કામ

આજે રાજ્યભરના તમામ RTO કાર્યરત છે. ટ્રાફિકના નવા કાયદા (Motor Vehicle Act 2019)ના અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાયસન્સની પ્રક્રિયા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અરજદારો તમામ પ્રકારની કામગીરી કરાવી શકશે. RTO કચેરીમાં લાંબી લાઈનના કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં પણ વધારો કરી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધુ કાર્યરત રહેશે. જેથી RTO ઓફિસ સવારે 10.30ની બદલે હવે 9.30 કલાકે ખુલી ગઈ હતી. અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

Sep 22, 2019, 11:19 AM IST
E-memo received for sold car by surat corporator PT2M12S

3 વર્ષ પહેલા વેચેલી કારનો ઈ-મેમો આવતા સુરતના કોર્પોરેટર ચોંક્યા

સુરત કોર્પોરેટરને રૂ 23,100નો ઇ-મેમો આવ્યો છે. 3 વર્ષ પહેલાં કાર વેચી દીધી હતી. ત્યારે કાર વેચી દીધા બાદ પણ ઇ મેમો આવ્યો છે. કોર્પોરેટર ડી .પી.વેંકરિયા ઇ મેમો જોઈ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, નવા માલિકના નામે કાર ટ્રાન્સફર કરાઈ ચૂકી છે.

Sep 21, 2019, 10:15 AM IST

ગોંડલ : વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓએ ટ્રાફિકના નવા કાયદાનું પણ વેલકમ કર્યું, હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા

નવરાત્રિ (Navratri 2019) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યભરમાં બિફોર નવરાત્રિનો માહોલ જામ્યો છે. અનેક ગ્રાઉન્ડ્સ પર બિફોર નવરાત્રિના આયોજનમાં ખેલૈયાઓમાં જોશ દેખાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ (Gondal) ની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ (Helmet) પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદા (Motor Vehicle Act) જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા. 

Sep 21, 2019, 08:56 AM IST