ડાકોર

ડાકોરમાં દર્શનાર્થીઓનાં ટોળા જોઇ આખરે ઓનલાઇન રજીસ્ટ્રેશનનો નિયમ રદ્દ કરાયો

યાત્રાધામ ડાકોરમાં શરદપૂનમના દિવસે કોરોના મહામારી વચ્ચે ભગવાન રણછોડના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત નિયમના કારણે દર્શનાર્થીઓને નિયંત્રિત કરવા માટે પોલીસ અને મંદિર મેનેજમેન્ટ માટે અઘરૂ કામ હતું. બીજી તરફ સરકારી તંત્રની કોવિડ 19 ગાઇડલાઇનના નિયમનું પાલન કડકાઇથી કરવામાં આવ્યું હતું. જો કે જેના કારણે દર્શનાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતી પેદા થઇ હતી. તો બીજી તરફ મોકો જોઇને સ્થાનિકો દ્વારા ઓનલાઇન દર્શનના રજીસ્ટ્રેશન માટે દુકાનો ખોલીને બેસી ગયા હતા. રજીસ્ટ્રેશન માટે 10 રૂપિયા વસુલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું. 

Oct 31, 2020, 11:32 PM IST

ગુજરાતમાંથી કોરોના ગયો? પાવાગઢ અને ડાકોરમાં સેંકડો લોકોનાં ટોળા ઉમટી પડ્યાં, તમામ નિયમોના ધજાગરા

ગુજરાતમાં જાણે લોકોનાં મનમાંથી કોરોનાનો ભય જતો રહ્યો હોય અથવા તો કોરોના રોગ જ જતો રહ્યો હોય તેવી રીતે વર્તી રહ્યા છે. સમગ્ર દેશ અને રાજ્યને તબક્કાવાર અનલોક કરવામાં આવ્યા બાદ હવે જનજીવન પાટા પર ચડી રહ્યું છે. તેવામાં ગુજરાતનાં હરવા ફરવા જેવા સ્થળો અને યાત્રાધાન ખાતે લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા છે. પાવાગઢ અને ડાકોર સહિતનાં અનેક પ્રવાસન અને યાત્રાધામ સ્થળો પર લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આ ટોળાઓ જાણે કોરોના છે જ નહી તેવી રીતે વર્તી રહ્યા છે. જે ખુબ જ આઘાતજનક છે.

Oct 11, 2020, 11:32 PM IST

ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના કૃષ્ણમંદિરોમાં બંધબારણે ઉજવાઇ જન્માષ્ટમી, ભક્તોએ કહ્યું હે કાનુડા કોરોના રાક્ષસનો વધ કરો

જગતમંદિર જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન ભક્તો માટે બંધ રાખવામાં આવેલું છે ત્યારે તંત્ર - પ્રસાશન દ્વારા ભક્તો ઘરે બેઠા ધામધૂમ પૂર્વક ઉજવણી કરી શકે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

Aug 13, 2020, 12:09 AM IST

18 જૂને ડાકોર રણછોડરાયજી મંદિર ખુલશે, જાણો BAPS મંદિરો કઇ તારીખથી ખુલશે

લૉકડાઉન દરમિયાન દેશભરમાં મંદિરો અને ધાર્મિક સ્થાનો પણ બંધ હતા. ત્યારે હવે અનલૉક બાદ મંદિરો એક બાદ એક ખુલી રહ્યા છે ત્યારે ગુજરાતના મોટા મંદિરોને પણ ખોલવામાં આવ્યા છે. જેમાં ભગવાન દ્વારકાધીશ, સોમનાથ મહાદેવ મંદિર, અંબાજી મંદિર વગેરે મંદિરોને ખુલી ચૂક્યા છે. ત્યારે ડાકોરનું રણછોડરાયજી અને BAPSના મંદિરો ખુલશે.

Jun 15, 2020, 01:24 AM IST

યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત

યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત હાથ ધવામાં આવી હતી. ડાકોર મંદરી મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર સાથે તાલમેલ સાધવા જિલ્લા કલેક્ટરે અને ડીએસપીએ ડાકોર દોડવું પડ્યું હતું. ડાકોર મંદિર બહારની વ્યવસ્થાનું કોઈ જ આયોજન ન હોતા સ્વયંસેવકો મુકવા તાકીદ કરાઈ છે.

Jun 8, 2020, 08:41 PM IST
Crowd Of Pilgrims In Dakor Ranchhodraiji Temple PT8M50S

ડાકોરના ઠાકોરના દર્શને ઉમટી ભક્તોની ભીડ, જુઓ Video

આગામી ૧૦ તારીખે ધુળેટીના દિવસે દ્વારકામાં જગતમંદિર માં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે લાખો અધીરા પદયાત્રીઓ આજે દ્વારકા જગત મંદિર તરફ પહોંચવા આવ્યા છે. પદયાત્રીઓનું ઘોડાપુર આજે દ્વારકામાં ઉમટ્યું છે. દરવર્ષે ગુજરાતભરમાંથી કાળિયા ઠાકોર એટલે કે ભગવાન દ્વારકાધિશ પર અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર લાખો પદયાત્રીઓ દ્વારકા આવે છે.

Mar 9, 2020, 06:45 PM IST
many devotees reach at dakor temple PT13M12S

ઠાકોરજીના દર્શન માટે આખી રાત ડાકોર મંદિરની બહાર બેસી રહ્યા હતા ભક્તો

હોળીનો તહેવાર સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ભાવ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ડાકોર શામળાજી દ્વારકા જેવા મંદિરોમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શામળાજી યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શને ઉમટયા હતા અને ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળીયાને પુજારી અને મુખ્યાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાંનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલ ની છોળો ઉડાડી હોળી રમાડાઈ હતી. તો બપોર બાદ ભીડમાં ઘટાડો થયો હતો.

Mar 9, 2020, 05:15 PM IST
holi celebration at Iskon temple ahmedabad PT6M53S

હોળીને લઈને કેવો છે અમદાવાદના ઈસ્કોન મંદિરનો માહોલ, જુઓ....

આજે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીના તહેવારને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યા છે. તેમજ આજે સાંજે ભગવાનને 400થી વધુ ભોગ લગાવવામાં આવશે. તેમજ મહાકીર્તન અને ભગવાનને વિવિધ ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો પુષ્પથી હોળી રમાડવામાં આવશે.

Mar 9, 2020, 03:15 PM IST
banaskantha's ramsan village not celebrate holi festival PT2M57S

એક ડરને કારણે બનાસકાંઠાના આ ગામમાં વર્ષોથી હોળી ઉજવાતી નથી

બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટવાની પરંપરા આજે પણ એક યથાવત છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટાવાતી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ઝપેટમાં આવીને ખાખ થઈ ગયા હતા. જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. આ આગમાં ભારે તબાહી સર્જાઈ હતી. આગ લાગ્યાના વર્ષો બાદ પણ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકો એ બંધ કરી દીધું છે.

Mar 9, 2020, 11:55 AM IST
holi celebration at dakor shamlaji and dwarka temple PT28M46S

હોળી પર ગુજરાતના ત્રણ મંદિરોના કરો એકસાથે દર્શન....

હોળીનો તહેવાર સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ભાવ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ડાકોર શામળાજી દ્વારકા જેવા મંદિરોમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શામળાજી યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શને ઉમટયા હતા અને ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળીયાને પુજારી અને મુખ્યાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાંનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલ ની છોળો ઉડાડી હોળી રમાડાઈ હતી. ત્યારે હજારો ભક્તોએ ભગવાન શામળીયાની સાથે હોળીનાં અબીલ ગુલાલના રંગે રંગાઈ હોળી પર્વે ભગવાન શામળીયાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. જોકે કોરોના વાયરસને પગલે યાત્રાધામ ખાતે સાવચેતીના પગલાનો અભાવ જોવા મળ્યો હતો.

Mar 9, 2020, 11:50 AM IST
Live coverage from dakor dwarka and shamlaji temple for holi festival PT11M56S

ZEE 24 કલાક પર જુઓ દિવસભર ડાકોર, દ્વારકા અને શામળાજીથી મહાકવરેજ...

‘ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે.. ’ના નાદ સાથે ડાકોરનું કાળિયા ઠાકોરજીનું મંદિર ગુંજી ઉઠ્યું છે. વહેલી સવારથી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સવારથી જ ડાકોર જતા માર્ગો પર માનવમહેરાણ ઉમટી પડ્યું છે. ત્યારે ZEE 24 કલાક પર જુઓ દિવસભર ડાકોર, દ્વારકા અને શામળાજીથી મહાકવરેજ લાઈવ...

Mar 9, 2020, 11:10 AM IST
how people of panchmahal making holi colors from kesudo flowers PT7M49S

પંચમહાલ જિલ્લામાં સોળે કળાએ ખીલ્યો કેસૂડો, ધૂળેટીમાં થશે રંગોની રેલમછેલ

હાલ પંચમહાલ જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગમાં રંગાયેલ જોવા મળે છે. કેમ કે હાલ પંચમહાલના જંગલોમાં કેસૂડો સોળે કળાયે ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીકમાં હોય ત્યારે કુદરત દ્વારા ખાખરાના વૃક્ષ પર જાણે સુંદરતાનો અતિરેક થતી હોય એમ ખાખરાના વૃક્ષ પર કેસૂડાંના ફૂલ આવે છે. આ ફૂલોથી જાણે સમગ્ર પંચમહાલ મહેકી ઉઠે છે. હોળીના તહેવારમાં ધૂળેટી રમવા માટેના કુદરતી રંગ આપનાર ફૂલ એટલે કેસૂડો. કેસૂડાના ફૂલને મસળીને તેમાંથી નીકળતા રંગની ધૂળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજારમાં મળતા સિન્થેટિક કલર જે શરીરને નુકશાનકારક હોય છે. તેના કરતા કેસૂડો રંગમાં શરીરને અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેસૂડામાં રહેલા આયુર્વેદિક ગુણથી અનેક રોગો સામે પણ ફાયદો મળે છે.

Mar 9, 2020, 11:10 AM IST
holi preparation at gujarat's famous dakor and dwarka temples PT11M8S

ફાગણી પૂનમ માટે ડાકોર અને દ્વારકા મંદિરમાં કેવો છે માહોલ...

ફાગણી પૂનમી પૂર્વ સંધ્યાએ યાત્રાધામ ડાકોરમાં ભક્તોનો જમાવડો થયો છે. સમગ્ર મંદિર પરિસર લાઈટિંગથી ઝગમગી ઉઠ્યું છે. કાલે સવારે 4 વાગ્યે કાળિયા ઠાકોરની મંગળા આરતી કરાશે. તો બીજી તરફ, રંગોના પર્વ હોળી નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા છે. દ્વારકા જતા માર્ગો હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. હોળીના દિવસે જગતમંદિર દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે.. ત્યારે ભક્તો ભક્તિના રંગમાં રંગાવા માટે દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા નજરે પડે છે. ત્યારે શ્રદ્ધાળુઓની સેવામાં ઠેર ઠેર સેવાકેમ્પો ધમધમી રહ્યા છે.. ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે મેડિકલ કેમ્પ, ચા નાસ્તો, ફ્રૂટના પેકેટ, આરામ કરવાની સુવિધા સહિતની તમામ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. દ્વારકાથી છેક 90 કિલો મીટર સુધી પદયાત્રીઓની સેવા અર્થે કેમ્પ ઉભા કરાયા છે.

Mar 8, 2020, 11:25 PM IST
Dakor darshan camp PT3M14S

યાત્રાધામ ડાકોરના રસ્તાઓ ભાવિક ભક્તોની ભીડથી ઉભરાયા

ફાગણી પૂનમને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે યાત્રાધામ ડાકોરના રસ્તાઓ ભાવિક ભક્તોની ભીડથી ઉભરાઇ રહ્યા છે. અમદાવાદથી મહેમદાવાદ ખાત્રજ ચોકડી અને મહુધા થઈ ડાકોર તરફના રસ્તા ઉપર પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ પદયાત્રિકો માટે ઠેર-ઠેર વિસામાની વ્યવસ્થા પણ સેવાભાવી ભક્તો દ્વારા કરવામાં આવી છે.

Mar 8, 2020, 01:50 PM IST
Faganostav Program Canceled In Dakor PT1M52S

ડાકોરમાં ફાગણોત્સવ કાર્યક્રમ કરાયો રદ, જાણો કેમ...

કોરોના વાયરસને લઇ ખેડા જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય લીધો છે. ફાગણી પૂનમ પર ડાકોરમાં તા 7 અને 8ના રોજ યોજાનાર ડાકોર ફાગણોત્સવ કાર્યક્રમ રદ કરાયો. ફાગણોત્સવ કાર્યક્રમ ગોમતી ઘાટ ખાતે યોજાવાનો હતો. વિધાનસભાના મુખ્ય દન્ડક અને ખેડા સંસદ હજાર રહેવાના હતા. ગોમતી ઘાટ ખાતે યોજાનાર 2 દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ રદ્દ કરાયો.

Mar 6, 2020, 09:25 PM IST
ZEE 24 kalak impact, notice given to contracter for Bajwa Koyali bridge PT2M36S

ZEE 24 kalakની ઈમ્પેક્ટ, વડોદરાના બ્રિજની કામગીરી મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ મોકલાઈ

વડોદરામાં બાજવાથી કોયલીને જોડતા બ્રિજના અધુરા કામને લઇ ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. કાર્યપાલક ઇજનેરે આ મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી. નોટિસ બાદ 8 માસથી અધુરા બ્રિજનું કામ શરૂ થયું છે. તો બીજી તરફ, મહેસાણાના ઊંઝામાં ઉમિયાધામ અને યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

Feb 9, 2020, 06:55 PM IST

ઠાસરા નજીક ST બસ અને ક્રેઇન વચ્ચે ગંભીર અકસ્માત,20થી વધારે ઇજાગ્રસ્ત

સામેથી આવી રહેલા ચેનઇકપ્પામાં એસટી બસ ઘુસી જતા 20થી વધારે મુસાફરો ઘાયલ થયા છે જેમાં 3-4 મુસાફરોને ગંભીર ઇજા થયા છે

Oct 17, 2019, 10:15 PM IST