ડાકોરની દિવાળી : ભગવાન રણછોડ આજે સોનાના ત્રાજવાથી વેપારીઓના લેખાજોખા કરશે 

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળી (diwali) ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે ડાકોર (dakor) ધામમાં ઉમટી પડ્યા છે. દિવાળીના અવસરે ભગવાનને આજે અભ્યંગ સ્નાન બાદ વર્ષમાં એક વાર થતો ભવ્ય દિવાળી શણગાર કરવામાં આવ્યો છે. સાંજે ભગવાન શામળિયા શેઠ વેપારી બની ભક્તોની બોણી લખશે.

ડાકોરની દિવાળી : ભગવાન રણછોડ આજે સોનાના ત્રાજવાથી વેપારીઓના લેખાજોખા કરશે 

નચિકેત મહેતા/આણંદ :પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળી (diwali) ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે ડાકોર (dakor) ધામમાં ઉમટી પડ્યા છે. દિવાળીના અવસરે ભગવાનને આજે અભ્યંગ સ્નાન બાદ વર્ષમાં એક વાર થતો ભવ્ય દિવાળી શણગાર કરવામાં આવ્યો છે. સાંજે ભગવાન શામળિયા શેઠ વેપારી બની ભક્તોની બોણી લખશે.

ડાકોરના ઠાકોરને હીરા માણેકનો શણગાર કરાયો
ડાકોર (dakor temple) ના ઠાકોરને આજે વહેલી સવારે મંગળા આરતી બાદ ભવ્ય અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ હીરા માણેક સોના-ચાંદીના ઘરેણાથી વર્ષમાં એક વાર થતો દિવાળી (diwali 2021) શણગાર કરાવવામાં આવ્યો છે. દિવાળી શણગારના ભવ્ય દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા. સાંજે ભગવાન રણછોડ વેપારી બની સોનાના ત્રાજવાથી સમગ્ર વર્ષના વેપારના લેખા જોખા કરશે. સાથે જ ભક્તોની નવા વર્ષની બોણી (ભેટ) સોનાની પેનથી લખશે. 

No description available.

આવતીકાલે ડાકોરમાં નવુ વર્ષ ઉજવાશે 
આ પહેલા બપોરે મંદિરમાં ચોપડા પૂજન કરવામાં આવ્યુ હતું. આવતીકાલે મંદિરમાં નુતન વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. બેસતા વર્ષ નિમિત્તે બપોરે અન્નકૂટ લૂંટવામાં આવશે. દિવાળી નુતનવર્ષ ની ઉજવણી દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ડાકોર ધામમાં ઉમટી પડ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news