ઢબુડી માતા

પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામે લોકોને લૂંટતો હતો

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...’ આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ (Jyotish) બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા (Dhabudi Mata) નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર (Porbandar) માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા (Vigyan Jatha) દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.

Oct 9, 2019, 01:52 PM IST
Update in Dhabudi mata case PT1M30S

ઢબુડી માતા મામલામાં નવો વળાંક

ઢબુડી માતા (Dhabudi Mata) ને કારણે પોતાના દીકરાના મોત થવા હોવાની પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર ભીખાભાઈ માણિયા આજથી ઉપવાસ આંદોલન કરવાના હતા. પરંતુ ગઢડા પોલીસ સ્ટેશનમાં હાલ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. બોટાદમાં ઢબુડી માતા સામે પોતાના પુત્રની હત્યાના આક્ષેપ કરનાર ભીખાભાઇને ગઢડા પોલીસ દ્વારા નજરકેદ કરાયા છે.

Oct 2, 2019, 05:45 PM IST

ગઢડા : ઢબુડી માતાને પકડાવવા ઉપવાસ આંદોલન કરે તે પહેલા ભીખાભાઈને નજરકેદ કરાયા

ઢબુડી માતા (Dhabudi Mata) ને કારણે પોતાના દીકરાના મોત થવા હોવાની પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર ભીખાભાઈ માણિયા આજથી ઉપવાસ આંદોલન કરવાના હતા. પરંતુ ગઢડા પોલીસ સ્ટેશનમાં હાલ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. બોટાદમાં ઢબુડી માતા સામે પોતાના પુત્રની હત્યાના આક્ષેપ કરનાર ભીખાભાઇને ગઢડા પોલીસ દ્વારા નજરકેદ કરાયા છે.

Oct 2, 2019, 02:03 PM IST
Fasting Movement Against Dhabudi Mata PT1M50S

ધતિંગ કરતી ઢબુડી સામે ઉપવાસ આંદોલન

ધતિંગ કરતી ઢબુડી સામે બોટાદના ભીખાભાઈ માણીયા ઉપવાસ આંદોલન કરશે. પોલીસે ઢબુડી સામે ગુનો ન નોંધતા ભીખાભાઈ આવતીકાલથી ઉપવાસ પર બેસશે. ઢબુડીના કહેવાથી પુત્રની કેન્સરની દવા બંધ કરતા પુત્રનું મૃત્યુ થયાનો આરોપ લગાવ્યો હતો.

Oct 1, 2019, 12:40 PM IST
Update in Dhabudi mata case PT2M23S

શું હાલત છે ઢબુડી માતાની? જાણવા કરો ક્લિક

ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે પેથાપુર અને ગાંધીનગર બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. યુવતીને સરકારી નોકરી અપાવવા માતાજીને પૈસા ચઢાવવાને બહાને બે લાખ લીધા હતા. યુવતીની અરજીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Sep 16, 2019, 12:25 PM IST
Dhanji Aud Reaches Pethapur Police Station PT1M23S

ધનજી ઓડ પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયો હાજર, દોઢ કલાક સુધી લેવાયું નિવેદન

ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દેતાં પોલીસે ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને નોટીસ ફટકારી હતી અને ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન આપ્યું હતું

Sep 12, 2019, 10:30 AM IST

ઢબુડી માતા માટે ભક્તોમાં આંધળો વિશ્વાસ જગાવવા ધનજીની ટોળકીના આ ભેજાબાજો માસ્ટર પ્લાન બનાવતા

ઢબુડી માતાનાં નામે લોકો સાથે ઠગાઈ કરતા ધનજીની ઓડની એક પછી એક ચોંકાવનારા વીડિયો ક્લિપ સામે આવી રહ્યાં છે. ત્યારે ઝી મીડિયા આજે ધનજીના ઠગાઈનું સુઆયોજિત ષડ્યંત્ર વિશે બતાવશે, ખરેખર કેવી રીતે પોતાના સાગરિત અને પરિવાર સાથે મળીને ધનજી ઓડ લોકોને છેતરતો હતો. કોણ કોણ છે તેના સાગરીતો અને શું કામ કરતા હતા.  

Sep 4, 2019, 11:07 AM IST
X Ray 01 09 2019 PT26M22S

માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ...

ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા, ઢબુડીએ દાવો છે કે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ગંભીર બીમારી ડોકટરે નથી પરંતુ પોતાની ઢબુડીએ મટાડી છે અને જેને લાગતો એક વિડીયો પણ પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ પણ કરવામાં આવ્યો છે.

આ વિડીયોમાં એક વ્યક્તિને ઢબુડીના સેવકો પૂછી રહયા છે અને જેનો જવાબ સામેનો વ્યક્તિ આપી રહ્યો છે જેમાં પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારનો વ્યક્તિ જણાવી રહ્યો છે કે, જેણે ઢબુડી માની માનતા રાખી હતી અને તે તેલના ડબ્બા આપવા માટે આવ્યો છું. મહત્વનું છે, કે યુ ટ્યુબ પર વાયરલ કરવામાં આવેલા વીડિયોમાં ગૃહમંત્રીનું નામ લઇને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રાયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

Sep 2, 2019, 12:45 AM IST
Update of Dhabudi ma case PT5M5S

ઢબુડી માતાના કેસમા નવા ખુલાસા, જાણવા કરો ક્લિક

ઢબુડી માતાને લઇને દરરોજ નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ પણ હાલ ધનજી ઓડની શોધખોળ કરી રહી છે. જો કે, ગઇકાલે પેથાપુરની પોલીસ ધનજી ઓડના ઘરે પહોંચી હતી

Sep 1, 2019, 09:45 AM IST

‘ઢબુડી માતા’એ ચાંદખેડામાં રાખ્યું હતું ભાડે મકાન, હંમેશા સાથે રહેતી બે મહિલા

ઢબુડી માતાને લઇને દરરોજ નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ પણ હાલ ધનજી ઓડની શોધખોળ કરી રહી છે. જો કે, ગઇકાલે પેથાપુરની પોલીસ ધનજી ઓડના ઘરે પહોંચી હતી

Sep 1, 2019, 09:27 AM IST

ઢબુડી માતા ફરતે ગાળિયો કસાયો, પોલીસે ચાંદખેડાના ઘરે ચોંટાડી નોટીસ

ધનજીના સાથીદારોમાં પૈસાના લઈને વિખવાદ શરૂ થયા પછી સમગ્ર મામલો બહાર આવ્યો છે, ધનજી ઓડ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પોલીસે ધનજીની યુટ્યુબ ચેનલ અને વિદેશમાં એકાઉન્ટ જેવી અનેક બાબતો તપાસ હાથ ધરી છે  
 

Aug 31, 2019, 04:27 PM IST
Gandhinagar Court Will Hold Hearing For Dhanji Od's Anticipatory Bail PT1M24S

ગાંધીનગર કોર્ટમાં થશે ધનજી ઓડની આગોતરા જામીનની અરજી અંગે સુનાવણી

ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડે ધરપકડથી બચાવા માટે અગોતરા જામીન અરજી કરી છે. ત્યારે આ મામલે આગામી 6 સપ્ટેમ્બરના રોજ આગોતરા જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે

Aug 31, 2019, 01:35 PM IST
Anticipatory bail application by Dhabudi mata PT11M11S

ઢબુડી માતાએ આગોતરા જામીન માટે કરી અરજી

ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડે ધરપકડથી બચાવા માટે અગોતરા જામીન અરજી કરી છે. ત્યારે આ મામલે આગામી 6 સપ્ટેમ્બરના રોજ આગોતરા જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે

Aug 31, 2019, 01:20 PM IST

ઢબુડી માતાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી, 6 સપ્ટેમ્બરે સુનાવણી

ધર્મના નામે ધતિંગ કરીને પોતાને ઢબુડી મા બની ને ફરતો ધનજી ઓડે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ મામલે ધનજી ઓડે ધરપકડથી બચવા માટે અગોતરા જામીન અરજી કરી છે. જોકે આ અરજીને લઇને આગામી 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધવામાં આવશે

Aug 31, 2019, 12:20 PM IST

ઢબુડીમાતાને પંચમહાલ જિલ્લામાંથી પણ મળ્યો ખુલ્લો પડકાર, 1 કરોડની ઓફર

પંચમહાલ જિલ્લામાં અંધશ્રદ્ધા નિવારણનું કામ કરતી સંસ્થાએ કહ્યું કે, જો ઢબુડી માતા ચમત્કાર સાબિત કરી બતાવે તો તેઓ તેને રૂ.1 કરોડ રોકડા આપશે અને તેની વાજતે-ગાજતે શોભાયાત્રા પણ કાઢશે. 
 

Aug 30, 2019, 04:51 PM IST

ઢબુડી માતાના સેવકે ધમકી આપી, ‘પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટિફિકેટ જોઇ લેજે’

ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડ મામલે હવે તેના ભક્તો મેદાનમાં આવ્યા છે. ઢબુડી માતાના ભક્તોની રોજેરોજ નવી ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં ઢબુડી માતાનો સેવક એક પત્રકારને ધમકી આપી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. 

Aug 30, 2019, 01:51 PM IST
Picture of Dhabudi mata PT1M22S

ઢબુડી માતાની તસવીર આવી સામે, જોવા કરો ક્લિક

ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના નામથી અંધશ્રદ્ધાના ફેલાવી લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. ઢબુડી માતાના વીડિયો બાદ ચર્ચામાં આવેલા ધનજી ઓડ ઉર્ફ ઢબુડી માતાનો ફોટો સામે આવ્યો છે.

Aug 30, 2019, 09:45 AM IST

ફરાર ઢબુડી માતાના બચાવમાં આવ્યા ભક્તો, કહ્યું-માતા ભાગી નથી ગયા, આરાધનામાં હશે

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર ધર્મના નામે ધતિંગ કરવાના અને ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો આરોપ છે. ત્યારે ઢબુડીના માતાના ભક્તો ઢબુડી માતાને બચાવવા મેદાને આવ્યા છે. સુરતમાં ઢબુડી માતાના ભક્તો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, ઢબુડી માતા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ખોટા છે. આ ભક્તોએ એમ પણ કહ્યું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે. 

Aug 29, 2019, 01:23 PM IST

બેનકાબ થઈ ઢબુડી માતા, અસલી ચહેરો આવ્યો લોકોની સામે, જુઓ ઓઢણીના અંદરની માતા કેવી દેખાય છે

ઢબુડી માતાના નામે લોકોને છેતરનાર ધનજી ઓડ હાલ ફરાર છે. તેનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. માથે ઓઢણી લઈને લોકોને ધર્મના નામે લૂંટતા ધનજી ઓડનો ચહેરો કોઈએ જોયો નથી. ઢબુડી માતા જ્યારે પણ જાહેરમાં આવે ત્યારે માથે ચુંદડી લઈને જ લોકોની વચ્ચે આવતો હતો. તે લોકો સાથે સંપર્ક કરતા સમયે પણ માથા પર ચુંદડી ઢાંકી રાખતો. ત્યારે ધર્મના નામે ધતિંગ કરતા ધનજી ઓડનો ચહેરો સામે આવ્યો છે.

Aug 29, 2019, 08:39 AM IST

અમદાવાદના આ આલિશાન બંગલામાં રહે છે ઢોંગી ઢબુડી માતા, જુઓ Photos

ધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરી લેનાર ઢબુડી માતાએ ગઈકાલે પત્રકાર પરિષદ કરીને લોકોના આક્ષેપો નકાર્યા હતા. પરંતુ હાલ તે ક્યાં છે તે કોઈને ખબર નથી. અમદાવાદના ભવ્ય અને આલિશાન બંગલામાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ રહે છે, ત્યારે ઝી 24 કલાકની ટીમ ચાંદખેડામાં ઢબુડી માતાના બંગલા પર પહોંચી હતી. રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, હાલ આ બંગલામાં કોઈ રહેતુ નથી.

Aug 28, 2019, 03:37 PM IST