પોપ્યુલર બિલ્ડર કેસ

પોપ્યુલર બિલ્ડર ફરી એકવાર વિવાદમાં, થલતેજમાં કરોડોની જમીન પચાવી પાડી

બનાવટી પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવામાં આવી છે. અલગ અલગ 6 સહકારી મંડળીના નામે જમીન ટ્રાન્સફર કરાવીને જમીન પચાવાઈ છે

Oct 18, 2020, 01:11 PM IST

પોપ્યુલર બિલ્ડરની બેનામી સંપત્તિ નીકળી, 77 લાખ રોકડા અને નોકર-ડ્રાઈવરોના નામે કરેલી મિલકત પણ મળી

બિલ્ડર પાસેથી રૂપિયા 77 લાખ રોકડા અને 82 લાખના દાગીના મળી આવ્યા છે. તો 13 કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને દસ્તાવેજો મળી આવ્યા 

Oct 13, 2020, 12:56 PM IST

પુત્રવધુને 2.5 કરોડ આપ્યા બાદ ITના રડારમાં આવ્યો પોપ્યુલર બિલ્ડર પરિવાર

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. મોડી રાતથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું 

Oct 8, 2020, 12:45 PM IST

પોપ્યુલર બિલ્ડર કેસમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા

સમાજમાં ઘરેલુ હિંસાના કેસ ઘણા બન્યા છે અને હજી પણ બની રહ્યા છે, ત્યારે સૌને અચરજ પામે તેવા નામાંકિત વ્યક્તિઓ પણ ઘરેલૂ હિંસાના કેસમાં ધરપકડ થતી હોય છે. અમદાવાદના નામાંકિત પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ, મોનાંગ પટેલ, વીરેન્દ્ર પટેલ અને દશરથ પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પગલે શનિવારે ગ્રામ્ય કોર્ટમાં રજુ કરવામાં આવ્યા. 

Sep 5, 2020, 07:36 PM IST

પોપ્યુલર બિલ્ડર કેસમાં બાપ-બેટાના રવિવાર સુધીનાં રિમાન્ડ કોર્ટે મંજુર રાખ્યા

વસ્ત્રાપુર પોલીસે પકડેલા પોપ્યુલર બિલ્ડર કેસમાં આરોપી પિતા-પુત્ર સહિત ચાર આરોપીઓને શનિવારે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. વિવિધ ગ્રાઉન્ડ હેઠળ પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ચારે આરોપીઓના રવિવાર સવારે 11:30 સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. પોલીસે પોપ્યુલર બિલ્ડર કેસમાં ગંભીર કલમો ઉમેરી નોંધેલી ફરિયાદ બાદ વધુ તપાસ માટે રિમાન્ડની માગણી કરવા શનિવારે ચારેય આરોપીઓને કોર્ટે માં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરવામાં આવી  બંને પક્ષોની દલિલ સાંભળી હતી. 

Aug 29, 2020, 08:40 PM IST

અમદાવાદના હાઈપ્રોફાઈલ પોપ્યુલર બિલ્ડર કેસમાં નવો વળાંક, પુત્રવધુ પાસેથી બળજબરીથી સહી લેવામાં આવી

સમગ્ર કેસમાં ફરિયાદી પુત્રવધૂ ફિઝુબેનનું અપહરણ કરી તેને ધાકધમકી આપી આરોપીઓની તરફેણમાં સોગંદનામુ તેમજ અન્ય દસ્તાવેજો પર સહીઓ કરાવી લેવા અંગેની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો

Aug 28, 2020, 01:11 PM IST

પોપ્યુલર બિલ્ડર કેસમાં નાટ્યાંત્મક વળાંક, પુત્રવધુના માસીના ઘરેથી મળ્યાં અઢી કરોડ

શહેરના પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર અને તેમના પરિવાર વિરુધ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં આજે બિલ્ડર પિતા પુત્રના જામીન માટે રૂપિયા 2.50 કરોડ આપવામાં આવ્યા હતા. જે પોલીસે કબ્જે કર્યા છે. જોકે હવે પોલીસ તપાસમા શું નવુ સામે આવે છે તે જોવુ મહત્વનુ છે. પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ, પતિ મોનાંગ પટેલ, સાસુ મયુરિકા પટેલ સહિત પોતાના પિતા મુકેશ પટેલ વિરુધ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. 

Aug 27, 2020, 11:15 PM IST