Bihar Election Results: તેજસ્વી ચમક્યા...પણ મહાગઠબંધન ઊંધા માથે પછડાયું, આ રહ્યા હારના 5 મોટા કારણ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ વખતે ચૂંટણી અનેક રીતે ખુબ ખાસ રહી. નીતિશકુમારની વાપસીથી લઈને તેજસ્વી યાદવના નેતૃત્વ સુધી આ ચૂંટણી યાદ રખાશે. સવાલ એ ઉઠે છે કે તેજસ્વીનો સિતારો આટલો બધો ચમક્યો તો પણ મહાગઠબંધનના હાથમાં સત્તાનો પેંડો કેમ ન આવ્યો. આ રહ્યા કારણ....
Bihar Election Results: તેજસ્વી ચમક્યા...પણ મહાગઠબંધન ઊંધા માથે પછડાયું, આ રહ્યા હારના 5 મોટા કારણ

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ વખતે ચૂંટણી અનેક રીતે ખુબ ખાસ રહી. નીતિશકુમારની વાપસીથી લઈને તેજસ્વી યાદવના નેતૃત્વ સુધી આ ચૂંટણી યાદ રખાશે. સવાલ એ ઉઠે છે કે તેજસ્વીનો સિતારો આટલો બધો ચમક્યો તો પણ મહાગઠબંધનના હાથમાં સત્તાનો પેંડો કેમ ન આવ્યો. આ રહ્યા કારણ....

1. નેતૃત્વનો અભાવ?
બિહારમાં એનડીએ કે મોદીને હરાવવા માટે બનેલા મહાગઠબંધનને હાર મળી તેનું સૌથી મોટું કારણ નેતૃત્વનો અભાવ કહી શકાય. મોદીના મુકાબલે મહાગઠબંધન પાસે કોઈ મોટો ચહેરો નહતો. મહાગઠબંધનમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવા છતાં મજબૂતાઈનો સંદેશ આપી શકી નહી. રાહુલ ગાંધી સંમગ્ર ચૂંટણી દરમિયાન મોદીની સરખામણીએ ક્યાંય ટકી શક્યા નહીં. મહાગઠબંધન મોદીને હરાવવાનો સંદેશ આપતું રહ્યું પરંતુ સમગ્ર ચૂંટણીમાં મોદી સામે લડવામાં સક્ષમ નેતૃત્વનો સંદેશ આપવાના અભાવ સામે ઝઝૂમતું રહ્યું. 

2. કોંગ્રેસને 70 બેઠકો કેમ?
 બિહારમાં આ વખતે કોંગ્રેસ 70 બેઠકો પર ચૂંટણી લડી. આટલી સીટો પર ચૂંટણી લડ્યા બાદ કોંગ્રેસ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રમુખ રાજકીય પક્ષોમાં તો સામેલ થઈ ગઈ પરંતુ પરિણામોમાં કોંગ્રેસ પછડાતી જોવા મળી. આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધન સીટ શેરિંગ ફોર્મ્યુલા પર શરૂઆતથી જ સવાલ ઉઠતા રહ્યા. આખરે 243 બેઠકોમાંથી 70 બેઠકો મહાગઠબંધનના સૌથી નબળા ઘટક પક્ષને કેમ અપાઈ?

3. મોદી પ્રત્યે ભરોસો વધ્યો
બીજું સૌથી મોટું કારણ જનતાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે ભરોસો રહ્યો. ભલે ભાજપ સતત કહેતો રહ્યો કે બિહાર ચૂંટણી નીતિશકુમારના નેતૃત્વમાં લડાઈ રહી છે પરંતુ જનતાએ જેડીયુ કરતા વધુ બેઠકો ભાજપને આપી. કહેવાય છે કે મતદારોએ ભાજપની જાહેરાતો અને વચનો પર ભરોસો મૂક્યો. જેનું સૌથી મોટું કારણ એ છે કે મોદીએ પોતાના વચનો પૂરા કર્યા. જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાની હોય કે પછી CAA. રાજકીય જાણકારોનું માનવું છે કે મોદી બિહારમાં લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા. જ્યારે મહાગઠબંધન પ્રત્યે લોકોના મનમાં વિશ્વાસ પેદા થયો નહી. 

4. નોકરી નહીં રોજગાર
બિહાર ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે સરકાર બન્યા બાદ 10 લાખ નોકરીઓનું વચન આપ્યું હતું. તેજસ્વીની જાહેરાત પર પલટવાર કરતા ભાજપે નોકરી નહીં પરંતુ રોજગાર આપવાની વાત કરી. ભાજપના મોટા નેતા સતત પોતાના ભાષણોમાં સ્થાનિક વેપારને વધારવાની વાત કરતા રહ્યા આમ છતાં મહાગઠબંધન તેની તોલે કઈ કરી શક્યું નહીં. તેજસ્વી કે કોંગ્રેસ બિહારના સ્થાનિક વેપારને લઈને કોઈ મોટી આશા જગાડવામાં અસફળ રહ્યા. 

5. યુવરાજને ફગાવ્યા
લાલુના લાલ તેજસ્વીને જનતાએ સાથ આપ્યો પરંતુ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને ફગાવી દીધા. રાહુલ ગાંધી હજુ પણ જનતાને તેના હોવાની છબી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બિહારમાં તેમની યુવરાજવાળી છબીથી પણ મહાગઠબંધનને નુકસાન થયું છે. બિહારમાં જમીન સ્તરે સંગઠન ન જોવાના કારણે રાહુલ ગાંધીને કોંગ્રેસ તરપથી પ્રચાર માટે બહારના નેતાઓને વધારે ઉતારવા પડ્યા જેનું નુકસાન પણ ઉઠાવવું પડ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news