જીત બાદ BJP હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારીઓ, PM મોદી કાર્યકરોને કરશે સંબોધન

: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result) માં એનડીએની જીત બાદ નવી દિલ્હી સ્થિતિ ભાજપના હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારીઓ ચાલી રહી છે. કહેવાય છે કે આજે સાંજે 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જશ્નમાં સામેલ થશે અને કાર્યકરોને સંબોધન કરશે. 
જીત બાદ BJP હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારીઓ, PM મોદી કાર્યકરોને કરશે સંબોધન

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result) માં એનડીએની જીત બાદ નવી દિલ્હી સ્થિતિ ભાજપના હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારીઓ ચાલી રહી છે. કહેવાય છે કે આજે સાંજે 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જશ્નમાં સામેલ થશે અને કાર્યકરોને સંબોધન કરશે. 

બિહારમાં એનડીએને બહુમત
અત્રે જણાવવાનું કે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને એનડીએને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી છે. એનડીએમાં ભાજપ નંબર વન પાર્ટી બની ગઈ છે. ભાજપને આ વખતની ચૂંટણીમાં 74 બેઠકો મળી છે. જ્યારે જેડીયુ 43 બેઠકો સાથે બીજા નંબરની પાર્ટી બની. 

પટણામાં જેડીયુ ઓફિસ બહાર પોસ્ટરો બદલાયા
જેડીયુ  બિહારમાં ભલે નાના ભાઈની ભૂમિકામાં આવી ગઈ હોય પરંતુ સરકાર મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વમાં બનવાની વાતો થાય છે. આવામાં જેડીયુ ઓફિસની બહાર પણ પોસ્ટરો બદલાયા છે. 

નીતિશકુમાર જેડીયુ નેતાઓ સાથે કરશે બેઠક
ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશકુમાર આજે જેડીયુના નેતાઓ સાથે બેઠક કરવાના છે અને પાર્ટીની કોર ટીમના નેતાઓ સાથે ચૂંટણી પરિણામો બાદની સ્થિતિ પર ચર્ચા કરશે. આ ઉપરાંત બેઠકમાં સરકાર બનાવતા પહેલાની રણનીતિ પર વાતચીત કરશે. આ અગાઉ તેમણે ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. 

બિહારમાં ફરી જોવા મળ્યો મોદી મેજિક
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ફરીથી મોદી મેજિક જોવા મળ્યો. 15 વર્ષથી સતત બિહારમાં નીતિશકુમારની સરકાર છે. આવામાં જનતાને સરકાર પ્રત્યે ખુબ નારાજગી હતી. પણ બ્રાન્ડ મોદીએ આ નારાજગી દૂર કરવાનું કામ કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news