ભાગદોડ

દિલ્હી: હિંસાની અફવાઓના પગલે બાટલા હાઉસ વિસ્તારમાં ભાગદોડ મચી, એકનું મોત

દિલ્હી (Delhi) ના ઓખલા સ્થિત બાટલા હાઉસ (Batla House) વિસ્તારમાં રવિવારે સાંજે હિંસાની અફવાઓ ફેલાઈ. આ અફવાઓના કારણે ભાગદોડ મચી અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ આવ્યાં છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે AIIMS લઈ જવાયો છે. મૃતકનું નામ હબીબુલ્લાહ છે. 32 વર્ષનો હબીબુલ્લાહ બિહારના ભાગલપુરનો રહીશ હતો. દિલ્હીમાં તે કોઈ ટેલરના ત્યાં કામ કરતો હતો. 

Mar 2, 2020, 08:03 AM IST

આંધ્ર પ્રદેશ: વિજયનગરમમાં ડુંગળી માટે મચી ભાગદોડ, અનેક લોકો ઘાયલ 

દેશભરમાં ડુંગળી (Onion) ના વધતા ભાવોએ હાહાકાર મચાવ્યો છે. આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં આજે ડુંગળી માટે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. લોકોને જ્યારે ખબર પડી કે બજારમાં ડુંગળી આવી છે તો તેઓ બજારના ગેટ પર આવીને ભેગા થઈ ગયાં. લોકોએ બજારનો ગેટ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ જે ભાગદોડ મચી તેમાં અનેક લોકો ઘાયલ થયાં. 

Dec 5, 2019, 10:06 PM IST

રેલવે દુર્ઘટનાઃ હાવડાના સંતરાગાછી રેલવે સ્ટેશનના ફૂટબ્રીજ પર ધક્કા-મુક્કી, 1 મોત, 15 ઘાયલ

મુસાફરોનું કહેવું છે કે, એક સાથે બે ટ્રેનના આગમનની જાહેરાત બાદ પ્લેટફોર્મ પર ભાગદોડ મચી ગઈ, પ્લેટફોર્મ પર ભીડને કાબુમાં લેવાની કોઈ વ્યવસ્થા ન હતી

Oct 23, 2018, 09:36 PM IST