બાપૂએ આ કારોમાં મુસાફરી બનાવી યાદગાર, જુઓ કઇ છે આ કાર્સ

બાપૂએ પોતાના આંદોલનો દરમિયાન ઘણી યાત્રાઓ કરી, દેશના નાના ગામડામાં ગયા, દુનિયાભરથી આમંત્રણ આવ્યા અને ત્યાં બેઠકોમાં પણ જોડાયા. 

બાપૂએ આ કારોમાં મુસાફરી બનાવી યાદગાર, જુઓ કઇ છે આ કાર્સ

નવી દિલ્હી: એક લાકડી અને સફેદ ધોતી પહેરીને દુબળા પતળા વ્યક્તિ, જેમના વિચારોની તાકાતએ આખી દુનિયાને નવી રોશની આપી. જે પણ તેમને મળે પોતાને સન્માનિત અનુભવે. બાપૂએ પોતાના આંદોલનો દરમિયાન ઘણી યાત્રાઓ કરી, દેશના નાના ગામડામાં ગયા, દુનિયાભરથી આમંત્રણ આવ્યા અને ત્યાં બેઠકોમાં પણ જોડાયા. 

આ દરમિયાન તે ક્યારેક પગપાળા તો ક્યારેક મોંઘી મોંઘી કારોમાં જતા. તેમણે જે કાર્સમાં મુસાફરી કરી તે ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. મોટાભાગે તે કાર્સ તેમના કોઇ અનુયાયી અથવા મિત્રની હતી. અમે તમને એ સિલેક્ટેડ કાર્સ વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ બાપૂએ પોતાની જીંદગીમાં કર્યો. 

Ford Model T 
આ તે કાર છે જેને અમેરિકામાં ક્રાંતિ લાવી દીધી હતી. આ અમેરિકામાં પહેલી કાર ગણવામાં આવતી હતી જે સામાન્ય વ્યક્તિ માટે બની હતી, જેને કોઇ સામાન્ય નોકરીયાત વ્યક્તિ ખરીદી શકતો હતો. ઇતિહાસ જણાવે છે કે આ કારની સવારી બાપૂએ ઘણા અવસર પર કરી છે. વર્ષ 1927માં ઉત્તર પ્રદેશમાં બરેલી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા પછી મહાત્મા ગાંધીએ Ford Model T ની સવારી કરી હતી. ઓટોમોબાઇલના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત કારોમાંથી એક છે. આ કાર વિટેંજ કાર રેલીમાં આજે પણ જોવા મળે છે. 

Ford Model A 
1927 મોડલની ફોર્ડ કન્વર્ટિબલ કાર વડે મહાત્મા ગાંધી 1940માં રામગઢ અધિવેશનમાં ભાગ લેવા માટે રાંચી ગયા હતા. આ કાર આજે પણ હાજર છે. ફોર સીટર આ કન્વર્ટિબલ કારમાં ચાર સિલિન્ડર એન્જીન છે. ફોર્ડની આ કારને 1927માં રાંચના રાય સાહેબ લક્ષ્મી નારાયણે ઇંપોર્ટ કરાવી હતી. 

Packard 120
સફેદ રંગની ક્લાસિક Packard 120 કારમાં પોતાના જમાનામાં જાણિતી કાર હતી. બાપૂએ આ કારમાં પણ સવારી કરી હતી. તે જમાનામાં ભારતમાં એકલ દોકલ લોકો પાસે જ આ કાર હતી. કહેવામાં આવે છે કે ગાંધીજીના મિત્ર સ્વતંત્ર સેનાની અને મોટા ઉદ્યોગપતિ ધનશ્યામ દાસ બિરલા પાસે આ કાર હતી, જેનો ઉપયોગ બાપૂ મોટાભાગે કરતા હતા. આ ઉપરાંત લાલા શ્રી રામ જેમણે દિલ્હી ક્લોથ એન્ડ જનરલ મિલ્સનો પાયો નાખ્યો હતો, તેમની પાસે પણ કાર હતી. મહાત્મા ગાંધીએ 1940 દરમિયાન આ કારનો ઉપયોગ શરૂ કર્યો હતો. 

Studebaker President
બાપૂએ સ્ટડબેકર પ્રેસિડેન્ટની સવારી પોતાના કર્ણાટક પ્રવાસમાં કરી હતી. કહેવામાં આવે છે કે આ પ્રવાસ પોતાના જમાનામાં જાણિતો રહ્યો હતો. પરંતુ આ કારના માલિક કોણ હતા તેના વિઅશે ખબર પડી નથી. સ્ટડબેકરએ ફર્સ્ટ જનરેશન કારને 1926 થી 1933 દરમિયાન બનાવી હતી. આ કારને 90ના દાયકાની સૌથી જૂની કારોમાંની એક ગણવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news