મહારાષ્ટ્રમાં વરસાદ

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આકાશમાંથી વરસી આફત, પુણે-સોલાપુર હાઈવે બંધ 

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) સહિત મહારાષ્ટ્ર (Maharashtra) ના અનેક જિલ્લાઓમાં આકાશમાંથી પાણી રૂપી આફત વરસી રહી છે. મુંબઈના હિન્દમાતા, પરેલ, ભાયખલ્લા રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. 

Oct 15, 2020, 07:25 AM IST

ભારે વરસાદથી મુંબઇમાં પાણી-પાણી, IMDએ આ વિસ્તારમાં જાહેર કર્યું રેડ એલર્ટ

વરસાદને કારણે મુંબઈ (Mumbai Rain) સહિત આસપાસના વિસ્તારોમાં ખરાબ સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચેમ્બુર, પરેલ, હિંદમાતા, દાદર, કિંગ્સ સર્કલ, સાયન, અંધેરી, સાંતાક્રુઝ, બોરીવલી, નાલાસોપારા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યો છે.

Aug 5, 2020, 10:45 PM IST
Crocodile in Chiplun PT52S

મહારાષ્ટ્રનાં ચિપલુન ખાતે ગટરમાં મગર ફસાયો !

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યા છે. જો કે ચિપલુનમાં એક અજબ ઘટના બની હતી. મગર નદીમાંથી કોઇ પ્રકારે ગટરમાં આવી ગયો હતો અને ગટરમાં ફસાઇ ગયો હતો. જેના પગલે સ્થાનિકોમાં કુતુહલવશ મગરને જોવા એકઠા થવા લાગ્યા હતા. જો કે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફોરેસ્ટ દ્વારા મગરને પકડી લઇ તેને ફરી નદીમાં છોડી મુકવામાં આવ્યો હતો.

Jul 28, 2019, 09:20 PM IST
Rain In Mumbai 28 09 2019 PT1M17S

મુંબઇમાં સતત વરસાદની સ્થિતી બેહાલ...

મુંબઇમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઇમાં સ્થિતી ખુબ જ ખરાબ થઇ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનાં પગલે તમામ વાહન વ્યવહાર ઠપ્પ થઇ ચુક્યો છે. સામાન્ય જનજીવન ઠપ્પ થઇ ચુક્યું છે.

Jul 28, 2019, 05:35 PM IST
Opration mahalaxmi PT4M43S

8 કલાક સુધી ચાલેલા દિલધડક ઓપરેશન મહાલક્ષ્મી...

મુંબઇમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર ફસાયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસના તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, એનડીઆરએફના ડીઝી એસએન પ્રધાને કહ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ દરમિયાન મહિલાઓ અને બાળકોને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 9 મહિલાઓ ગર્ભવતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અને અંતે પુરુષ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ આશરે 8 કલાક સુધી ચાલ્યુ હતું. જેમાં 900 કરતા પણ વધુ મુસાફરોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

Jul 28, 2019, 12:05 AM IST
Kalyan Opration PT1M9S

મુંબઇના કલ્યાણમાં એરફોર્સનું દિલધડક રેસક્યું વીડિયો થઇ રહ્યો છે વાઇરલ...

મુંબઇના કલ્યાણ વિસ્તારમાં ભારે વરસાદનાં પગલે પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે એનડીઆરએફ અને એફોર્સ દ્વારા સંયુક્ત બચાવ અભિયાન ચલાવાઇ રહ્યું હતું. દરમિયાન એરપોર્સ દ્વારા પણ કેટલાક વિસ્તારોમાંથી લોકોને એરરેસક્યું કરવામાં આવ્યા હતા. જેનાં દિલધડક દ્રશ્યો સામે આવ્યા હતા.

Jul 27, 2019, 11:25 PM IST
Heavy Rain lonavalaa PT59S

લોનાવાલામાં ભારે વરસાદનાં પગલે અનેક પ્રવાસીઓ ફસાયા...

સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે લોનાવાલામાં આવેલો ભુશી ડેમ ઓવરફ્લો થવાનાં કારણે ફરવા માટે ગયેલા પ્રવાસીઓ ફસાયા છે. ભુશી ડેમ એક રમણીય સ્થળ છે જ્યાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં જતા હોય છે. જો કે ડેમ ઓવરફ્લો થતા અનેક પ્રવાસીઓ ફસાયા હતા.

Jul 27, 2019, 11:10 PM IST
Heavy Rain Mumbai PT1M9S

મુંબઇમાં ભારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત...

સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઇમાં ભારે વરસાદનાં પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું છે. તંત્ર અનેક સ્થળો પર પાણી કાઢવાની કામગીરી કરી રહ્યું છે.

Jul 27, 2019, 09:25 PM IST
Mahalaxmi resque PT6M37S

મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા તમામ યાત્રીઓને રેસક્યું કરાયા...

મહારાષ્ટ્ર સહિત મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેનાં પગલે બદલાપુરમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઇ હતી. જેમાં બેઠેલા યાત્રીઓ કફોડી સ્થિતીમાં મુકાયા હતા. જો કે છેલ્લા 15 કલાકથી ટ્રેનમાં ફસાયેલા તમામ યાત્રીઓને એરફોર્સ, એનડીઆરએફ અને નેવીનાં જવાનોએ હેમખેમ બચાવી લીધા છે.

Jul 27, 2019, 09:20 PM IST