મહા વાવાઝોડુ

'મહા' વાવાઝોડાને કારણે 200થી વધારે શ્રદ્ધાળુઓને કરવી પડશે ફરજીયાત ખંડીત પરિક્રમા

મહા વાવાઝોડાની શક્યતાઓ જોતા નર્મદા પરિક્રમા અટકી જતા પરિક્રમાવાસીઓ અટવાયા છે

Nov 6, 2019, 12:02 AM IST

માછીમારોને 'મહા' નુકસાન: બરફથી માંડીને બોટના ડિઝલ સહિતનો ખરચો માથે પડ્યો

મહા વાવાઝોડાને પગલે માચછીમારો થયા બેહાલ. રાશન, ડીઝલ, બરફ વગેરેનો ખર્ચો માથે પડ્યો છે

Nov 5, 2019, 09:44 PM IST

કચ્છ : મહાની અસરને પગલે દયાપરમાં ગાજવીજ સાથે વરસાદની 2ઇંચની તોફાની ઇનિંગ

મહા વાવાઝોડુ જો કે ગુજરાત કિનારે ટકરાશે તે અગાઉ તે નબળું પડી જવાનું છે પરંતુ તે વાવાઝોડા સ્વરૂપે જ ટકરાશે

Nov 5, 2019, 07:51 PM IST

'મહા'ની જાફરાબાદ અને રાજુલાનાં 3 ગામો પર ગંભીર અસર, ઓલપાડના 30 ગામ એલર્ટ

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા મહા વાવાઝોડાની અસરને પગલે રાજ્યનો દરિયો તોફાની બન્યો છે.

Nov 5, 2019, 06:17 PM IST

જામનગર પહોંચી NDRFની 6 ટીમ, વિવિધ જિલ્લાઓમાં જવા માટે રવાના

એનડીઆરએફની ટીમ અત્યાધુનિક સાધનો સાથે જામનગર પહોંચ્યા બાદ વિવિધ જિલ્લાઓમાં ફરજ પર જવા માટે રવાના

Nov 5, 2019, 05:43 PM IST

ગુજરાતમાં પ્રવેશ સાથે જ 'મહા' પડશે નબળું, દીવ-પોરબંદર વચ્ચે ટકરાશે

મહા સામે લડી લેવા માટે તંત્ર સજ્જ, એનડીઆરએફથી માંડી કોર્પોરેશનના અધિકારીઓ ખડે પગે 

Nov 4, 2019, 07:37 PM IST
Forecasts Of Heavy Wind With Rainfall In Many Dioceses Of Saurashtra PT3M4S

‘મહા’ વાવાઝોડાને લઇ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ આવશે. અરબી સમુદ્રમાં વાવઝોડું 5 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 100થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હાલ હવામાન વીભાગ ની આગાહી ના પગલે તંત્ર એલરટ થયું છે.

Nov 4, 2019, 12:15 PM IST
junagadh yatra gates will not open due to maha cyclone PT2M39S

ગીરનારની લીલી પરિક્રમા કરવા જતા પહેલા જુઓ આ વીડિયો

મહા વાવાઝોડા ને કારણે ગીરનાર પરિક્રમા પર પણ અસર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા ગીરનાર પરિક્રમા 8 નવેમ્બરની રાત્રે જ ખુલ્લી મુકવામાં આવશે તેવો પરિપત્ર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગીરનાર પરિક્રમા નિયત તારીખના ચાર પાંચ દિવસ પહેલાં શરૂ થઈ જતી હોય છે. જો કે આ વખતે મહા વાવાઝોડાને કારણે ગિરનાર પરિક્રમાના માર્ગ ઉપર અને જૂનાગઢમાં વરસાદ પડે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Nov 3, 2019, 11:20 PM IST

જુનાગઢ : ગીરનારની લીલી પરિક્રમા કરવા જતા પહેલા આ જરૂર વાંચો, નહી તો પસ્તાશો...

જિલ્લા કલેક્ટર દ્વારા વાવાઝોડાને ધ્યાને રાખીને લીલી પરિક્રમા અંગે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે

Nov 3, 2019, 09:42 PM IST

દ્વારકા : દરિયો તોફાની બનતા બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરી દેવાઇ

મહા વાવાઝોડાએ ગુજરાતનાં સાગર કિનારાના તમામ જિલ્લાઓનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે

Nov 2, 2019, 05:55 PM IST
Maha Cyclone Effect farmers kodinar, Groundnut zee 24 kalak PT9M25S

વાવાઝોડાથી ખેડૂતોને 'મહા' મુસીબત, કોડીનારમાં મગફળીની 8000 ગુણ પલળી

સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે.

Nov 2, 2019, 10:50 AM IST
rain in tharad of banaskantha PT5M59S

થરાદમાં વાતાવરણમાં પલટો, શરૂ થયો કમોસમી વરસાદ

રાજ્યમાં દિવાળી બાદ પણ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતો કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થતાં મુશ્કેલીમાં મુકાય ગયા છે. પહેલા કયાર વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવે 'મહા' વાવાઝોડાને કારણે વરસાદની આગાણી પણ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. થરાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.

Nov 1, 2019, 07:45 PM IST

બનાસકાંઠાઃ થરાદમાં વાતાવરણમાં પલટો, શરૂ થયો કમોસમી વરસાદ

રાજ્યમાં પહેલા ક્યાર વાવાઝોડા અને હવે મહા વાવાઝોડાની આગાહીને કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદને કારણે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

Nov 1, 2019, 05:15 PM IST