Hospital Private Video Leaked: હોટલો અને મોલના ચેન્જિંગ રૂમમાં છુપાયેલા કેમેરાથી થતી ડરામણી કહાનીઓ ઘણી સામે આવતી રહે છે. ગુજરાતની એક પ્રસુતિ હોસ્પિટલમાં મહિલાઓની તપાસના અનેક વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો પર અપલોડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. રાજકોટની એક હોસ્પિટલના આ વીડિયોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા, હવે આ મામલે અનેક મોટા રહસ્યો સામે આવ્યા છે.
જો તમે કોઈ ગાયનેક ડોકટર પાસે સારવાર લેવા જાવ છો તો જરા ચેતીને જજો...કારણ કે હવે તો તબીબોના હોસ્પિટલમાં રહેલી તીશરી આંખ તમારા દ્રશ્યો કેદ કરી રહી છે...ભલે આપણે એવું સમજતા હોઈએ કે સીસીટીવી કેમેરા લોકોની સુરક્ષા માટે છે પરંતુ આ સીસીટીવી કેમેરામાં તમારી પ્રાઈવસી પણ કેદ થઈ જતી હોય છ
સંજેલી તાલુકાના ઢાળા સીમલ ગામે બનેલ પરણીતાને અર્ધનગ્ન કરી ગામમાં વરઘોડો કાઢવાના અત્યંત ધૃણાસ્પદ બનાવમાં પોલીસે 48 કલાકમાં તમામ આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા હતા અને તેમની શાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
Navratri 2024 : નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સલામતીનો પ્રશ્ન આવતા સુરત પોલીસે મહિલાઓને ખાસ કાળજી રાખવા સૂચના આપી
અમદાવાદ (Ahmedabad) માં ક્રાઈમ (crime news) દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે યુવતીની છેડતીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
Woman Safety In Gujarat :મહિલા ગુમ થયાના આંકડાઓનાં વાસ્તવિક સ્થિતિ ભાજપ સરકાર છુપાવી રહી છેઃ સંસદમાં આપેલ મહિલા ગુમ(missing) નાં આંકડાઓએ ભાજપ સરકારનાં જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી. ગુજરાત રાજ્યમાં દૈનિક 4 અઠાર વર્ષથી નીચેની દિકરીઓ ગુમ થાય છે, પાંચ મહિલાઓ ઉપર દુષ્કર્મ થાય છે.
ગુજરાતમાં ફરી એકવાર પારિવારિક સંબંધોની હત્યા કરતો કિસ્સો સામે આવ્યો છે. લોકો સંબંધોમાં પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે. પાટણનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વંશવેલો વધારવા એક પરિવાર એટલો ગાંડો થયો કે તેમણે વહુ સાથે ખરાબ હરકત કરી હતી. વંશવેલો વધારવા માટે સાસરીવાળાઓએ વહુને જબરદસ્તી ટેસ્ટ ટ્યુબ કરાવીને ગર્ભ ધારણ કરાવ્યો હતો.
રાજ્યમાં જામનગર સહિત ગેંગરેપ જેવી બનતી ઘટનાઓ પર મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાએ એક પત્રકાર પરિસદમાં જણાવ્યું હતું કે, જામનગરમાં 17 વર્ષની દીકરીને દવા પીવડાવીને તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. પોલીસ પાસેથી તપાસના રિપોર્ટ માંગવામાં આવ્યા છે. પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન બળાત્કારના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના 2723 બનાવો બન્યા. કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં ગૃહમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 540 બળાત્કારના બનાવો સામે આવ્યા છે તો સુરતમાં 452 બળાત્કારના બનાવો બન્યા છે. બળાત્કારના કેસમાં અનેક આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે. આ મામલે પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બે દીકરીઓના પિતા હોવાના કારણે મને ચિંતા થાય છે. બળાત્કારના કેસમાં વધારો થવા મામલે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે વયસ્ક યુવક અને યુવકી પ્રેમ પ્રકરણમાં ભાગી જાય છે. ત્યારે પરિવારજનો બળાત્કારનો ગુનો નોંધાવે છે. જેથી જે આંકડાઓ સામે આવે છે કે વાસ્તવિક નથી હોતા.
હવે દીકરી, બહેન, માતા ગુજરાતમાં સલામત નથી તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સતત દુષ્કર્મ, છેડતીની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ફરીથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના બસસ્ટેન્ડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ડીસાના બસ સ્ટેન્ડમાં ફરજ પરના હોમગાર્ડ જવાન અને અન્ય બે શખ્સો દ્વારા અમદાવાદની મુસાફર યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપ કરાયો છે. મહિલાએ ત્રણ લોકો સામે દુષ્કર્મના આક્ષેપ મૂક્યા છે. ત્યારે ડીસા પોલીસે બસ સ્ટેન્ડમાં તપાસ અને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ, મુસાફરોની સલામતીના બણગાં ફૂંકતા એસ.ટી.નિગમ અને પોલીસ બંન્નેની આબરૂ આ ઘટના બાદ નિલામ થઈ છે.
કાશીના આર્યન મેન શ્યામ ચૌરસીયાએ દેશમાં વધી રહેલા મહિલા અત્યાચાર મામલે એક મોટું પગલુ લીધું છે. તેમણે એક એન્ટી ઈ ટીઝિંગ લિપસ્ટીક ગન બનાવી છે. આ લિપસ્ટીક ગન જોવામાં બિલકુલ લિપસ્ટીક જેવી જ સામાન્ય છે, પરંતુ તે અસામાજિક તત્ત્વોના સબક શીખવાડવામાં કારગત નીવડશે.