નિર્ભયાની જેમ હવસના પૂજારી ત્રાટકી પડે ત્યારે કામ આવશે આ ખાસ ‘લિપસ્ટીક’
Trending Photos
નવીન પાંડેય/વારાણસી :કાશીના આર્યન મેન શ્યામ ચૌરસીયાએ દેશમાં વધી રહેલા મહિલા અત્યાચાર મામલે એક મોટું પગલુ લીધું છે. તેમણે એક એન્ટી ઈ ટીઝિંગ લિપસ્ટીક ગન બનાવી છે. આ લિપસ્ટીક ગન જોવામાં બિલકુલ લિપસ્ટીક જેવી જ સામાન્ય છે, પરંતુ તે અસામાજિક તત્ત્વોના સબક શીખવાડવામાં કારગત નીવડશે.
દેશમાં મહિલાઓની સાથે વધી રહેલા બળાત્કાર, છેડતી તથા અત્યાચારની ઘટનાઓને જોતા, કાશીના આર્યન મેન શ્યામ ચૌરસીયાએ એન્ટી ઈ ટીઝિંગ લિપસ્ટીક ગન બનાવી છે. આ લિપસ્ટીક ગન જોવામાં તો મહિલાઓના ઉપયોગમાં લેવાનારી લિપસ્ટીક જેવી જ દેખાય છે, પણ જો કોઈ છેડતી કરતા તત્ત્વો મહિલાઓની સાથે છેડતીનો પ્રયાસ કરે છે તો આ લિપસ્ટીક પર એક ટિગર બટન છે, જે દબાવતા જ ફાયરિંગની તેજ અવાજ આવે છે. જે એક કિલોમીટર સુધી સાંભળી શકાય છે. ફાયરિંગના અવાજનો હેતુ ઘટના સ્થળ સુધી પબ્લિકનું ધ્યાન ખેંચવાનું છે, જેથી મુસીબતમાં ફસાયેલી મહિલાની પાસે મદદ માટે લોકો પહોંચી શકે.
ખૂન કા બદલા ખૂન... લાલચોળ થયેલા ઈરાને અમેરિકાને કહ્યું-અમારા હાથ કાપ્યા, હવે અમે તમારા પગ કાપીશું...
આ સાથે જ તેમાં Live locationની સાથએ 112 પોલીસની સાથએ પરિવારના સદસ્યોને પણ કોલ જઈ શકે છે. Live locationની મદદથી સમય રહેતા જ પોલીસ ઘનટા સ્થળ પર પહોંચીને મહિલાને બચાવી શકે છએ. પોલીસના પહોંચવા સુધી અસામાજિક તત્ત્વોથી બચવા માટે લિપસ્ટીક ગનથી ફાયરિંગ કરીને મહિલાઓ પોતાનો બચાવ કરી શકે છે. શ્યામ ચૌરસીયાને આ લિપસ્ટીક ગન બનાવવામાં સાત મહિલાના લાગ્યા હતા. આ લિપસ્ટીક ગનને બનાવવા માટે 650 રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. તેનુ વજન પ્રોટોટાઈપમાં અંદાજે 70 ગ્રામ છે. આ ગન ચાર્જેબલ છે અને તેને એક કલાક ચાર્જ કરવા પર 1 સપ્તાહ સુધી કામ કરી શકે છે.
એન્ટી ઈ ટીઝિંગ લિપસ્ટીક ગન બનાવવાનો હેતુ એ છે કે, દેશમાં રોજેરોજ મહિલાઓ સાથે અત્યાચારની ઘટનાઓ બની રહી છે, જેને જોતા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે મહિલાઓને સેલ્ફ ડિપેન્ડન્ડ બનાવી શકે અને સમય રહેતા મહિલાઓ સાથએ કોઈ અઘિટત ઘટના બનવાથી બચાવી શકાય. મહિલઓ આ લિપસ્ટીક ગનને બહુ જ પસંદ કરી રહી છે.
કેમ કે, મહિલાઓ પોતાની સાથે મેકઅપનો સામાન રાખતી હોય છે, ત્યારે આ એન્ટી ઈ ટીઝિંગ ગન લિપસ્ટીકના રૂપમાં બનાવવામાં આવી છે, તેનાથી ન માત્ર મહિલાઓ પોતાની સુરક્ષા કરી શકશે. પરંતુ પોલીસને પણ પોતાનું લોકેશન આપી શકશે, જેથી તેની સાથે કંઈ ખોટુ ન બને.
આ ડિવાઈસ મહિલાઓની સ્વંય સુરક્ષા કરવામાં બહુ જ કારગત સાહિત થશે. મહિલાઓ તેને પોતાની પાસે લિપસ્ટીકની જેમ જ રાખી શકશે. જેથી જો મહિલાઓ પર કોઈ હુમલો કરે છે, અથવા તો છેડતી કરે છે, તો તે લિપસ્ટીક ગનનું ટિગર દબાવશે, જેથી ફાયર થશે અને એકસાથે 112 લોકોને કોલ જશે. જેનાથી ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને મહિલાનો જીવ બચાવી શકશે.
ઉલ્લેખનીય છે કે, શ્યામ ચૌરસીયા આ પહેલા મહિલા સેફ્ટી માટે અનેક અલગ અલગ ડિવાઈસ બનાવી ચૂક્યા છે, જેનાથી મહિલાઓની સાથે થતી ઘટનાઓ રોકી શકાય. તો બીજી તરફ, લિપસ્ટીક ગનથી અસામાજિક તત્ત્વોને પણ માલૂમ નહિ પડી શકે કે આ લિપસ્ટીક તેમના માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. શ્યામ ચૌરસીયાએ આ ગન વિશે વડાપ્રધાન અને યુપીના મુખ્યમંત્રીને મેઈલ કરીને જાણ કરી છે કે, જો સરકાર તેમની મદદ કરે તો આવા ડિવાઈસ વધુ સારી રીતે બનાવી શકશે, જેથી મહિલાઓને સુરક્ષા પહોંચાડી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે