VIDEO : સૌથી મોટા બેંકિંગ ગોટાળા પછી પહેલીવાર દેખાયો મેહુલ ચોક્સી, કહી મોટી વાત

આરોપી મેહુલ ચોક્સી (Mehul Choksi)એ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના તમામ આરોપ ખોટા અને આધારહીન છે

VIDEO : સૌથી મોટા બેંકિંગ ગોટાળા પછી પહેલીવાર દેખાયો મેહુલ ચોક્સી, કહી મોટી વાત

નવી દિલ્હી : દેશના સૌથી મોટા બેંકિંગ ગોટાળાના આરોપી મેહુલ ચોક્સી (Mehul Choksi)એ કહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના તમામ આરોપ ખોટા અને આધારહીન છે. હાલ એન્ટિગુઆ નામના દેશમાં સ્થાઈ થઈ ગયેલા મેહુલ ચોકસીએ ANIને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે આ દાવો કર્યો છે. આ અંગેનો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.  

શેલ કંપનીઓ ઉભી કરીને તમામ રુપિયા ટ્રાન્સફર કરી દેવાના ઈડીના આરોપનો જવાબ આપતા મેહુલ ચોકસીએ કહ્યું હતું કે, ઈડીએ ગેરકાયદે રીતે તેની પ્રોપર્ટી સીલ કરી નાખી છે. મેહુલ ચોક્સીએ બહાનું કાઢતા જણાવ્યું હતું કે તેનો પાસપોર્ટ 16 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ થઈ ગયો હોવાના કારણે હવે તે દુનિયામાં ક્યાંય જઈ શકે તેમ પણ નથી. મેહુલ ચોક્સીએ મોટો આરોપ મૂકતા કહ્યું હતું કે ભારત સરકાર તેને 'સોફ્ટ ટાર્ગેટ' બનાવી રહી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એન્ટિગુઆમાં સંતાયેલા મેહુલ ચોક્સીએ કહ્યું છે કે મને સંપૂર્ણ ભરોસો છે કે અહીંની સરકાર મારી સુરક્ષા ચોક્કસ કરશે. 

— ANI (@ANI) September 11, 2018

મેહુલ ચોકસીએ કહ્યું હતું કે, 16 ફેબ્રુઆરીએ મને પાસપોર્ટ ઓફિસથી ઈ-મેઇલ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે દેશની સુરક્ષા પર ખતરો હોવના કારણે આપનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવે છે. 14,000 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીએ 20 ફેબ્રુઆરીએ પાસપોર્ટ ઓફિસને મેલ કરી પાસપોર્ટ રદ્દ ન કરવા કહ્યું હતું. જોકે, તેનો દાવો છે કે તેને તેનો કોઈ જવાબ નથી મળ્યો. આમ, મેહુલ ચોક્સીએ કહ્યું છે કે પીએનબી કેસમાં મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news