રમઝાન

ભરૂચ : રમઝાનની ઉજવણી કરવા હજારો લોકો નર્મદા કાંઠે એકઠા થયા, પોલીસ આવતા નાસભાગ મચી

હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, તો બીજી તરફ કોરોનાનો કહેર છે. આવામાં વારંવાર અપીલ કરવામાં આવે છે કે, રમઝાન (ramadan 2020) ની ઉજવણી ઘરમાં રહીને કરવી. કોરોના સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતા વાર લાગતી નથી. તેમ છતાં લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરતા નથી. ત્યારે ગઈકાલે મોડી સાંજે  ભરૂચમાં આવી જ એક ઘટના બની હતી. ભરૂચમાં લોકડાઉન વચ્ચે ફુરજા બંદર નર્મદા નદી કાંઠે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મોટી માત્રામાં ભેગા થયેલા લોકો પાછળ પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. જેના બાદ નાસભાગ મચી હતા. પોલીસે અસંખ્ય લોકોને નદી કાંઠેથી ભગાડ્યા હતા. 

May 28, 2020, 08:13 AM IST

સુરત : હબીબસા મહોલ્લામાં કરફ્યૂનુ પાલન કરાવવા પહોંચેલી પોલીસને સ્થાનિક લોકોએ ધક્કો મારી બહાર કાઢ્યા 

લોકડાઉનનુ પાલન કરાવવા ગયેલી પોલીસને છેલ્લા બે મહિનામાં અનેકવાર કડવા અનુભવો પણ થયા છે. ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં પણ પોલીસ સાથે આવો જ બનાવ બન્યો હતો. લોકડાઉનનું પાલન કરવા સમજાવવા ગયેલી અઠવા પોલીસને લોકોએ ઘેરી લીધી હતી. હબીબસા મહોલ્લામાં કરફ્યુ નું પાલન કરાવવા પોલીસ પહોંચી હતી, જેના બાદ પોલીસને ત્યાંથી ભગાડીને બહાર કાઢવામાં આવી હતી. 

May 21, 2020, 08:44 AM IST

અમદાવાદ: શાહપુરમાં પોલીસ પર પત્થરમારો, રમઝાનમા લોકોને બહાર નીકળતા અટકાવતા મામલો બિચક્યો

અમદાવાદ (Ahmedabad) માં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે શાહપુરમાં પથ્થરમારાની ઘટના બની છે. શાહપુર રાજાજીની પોળ અને નાગોરીવાડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયો પથ્થરમારો થયો હતો. રમઝાન માસ દરમ્યાન લોકો ઘરની બહાર નીકળતા મામલો બિચક્યો હતો. જેથી પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ પત્થરમારાને પગલે શાહપુરમાં હાલ પરિસ્થિતિ ભરેલા અગ્નિ જેવી થઈ ગઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 

May 8, 2020, 06:55 PM IST

ભરૂચથી વડોદરાના રેડ ઝોનમાં આવેલા શબ્બીરે કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો

વડોદરા (vadodara) ના પાણીગેટ તાઈવાડામાં ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભરૂચથી આવેલ શબ્બીર નામનો શખ્સ રેડઝોનમાં પ્રવેશતા લોકો રોષે ભરાયા હતા. રમઝાનના રોઝા છોડ્યા બાદ ટોળું ભેગુ થયું હતું. ટોળાંએ કારમાં તોડફોડ કરી હતી. શબ્બીરે કોરોના (Coronavirus) ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો હતો. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. 

May 6, 2020, 09:10 AM IST

કોરોના: હવે ખાડી દેશોએ ભારત પાસે માંગી મદદ, દવાઓ નહીં પરંતુ આ ચીજો મોકલવાનો કર્યો આગ્રહ

ભારત અને ખાડી દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધો આજે પણ યથાવત છે. જેનું તાજું ઉદાહરણ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસ સામેની જંગમાં કુવૈત, ઓમાન, બહેરીન અને સાઉદી અરબ સહિત અનેક દેશોએ ડોક્ટર અને નર્સોની ટીમ મોકલવાની અપીલ કરી છે. 

May 1, 2020, 03:15 PM IST

સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ દર્દીઓના રોજાનું રખાય છે ખાસ ધ્યાન, મેનુ જાણવા કરો ક્લિક

થોડા સમય પહેલાં સિવિલ હોસ્પિટલની સગવડ ટીકાનો મુદ્દો બની હતી. કોરોના દર્દીઓની જમવા અંગેની અનેક ફરિયાદો આવતા સિવિલ હોસ્પિટલનું તંત્ર સજાગ બન્યું છે અને હોસ્પિટલ દ્વારા દર્દીઓનું મેનુ જાહેર કરવામાં આવ્યું છે. 

Apr 26, 2020, 04:05 PM IST

ઇરફાન પઠાણે રમઝાનના અવસર પર આપ્યો સુંદર સંદેશ, જુઓ વીડિયો

જો આપણે આ વિચારસણી સાથે રોઝા રાખીશું તો આ રમઝાન મહિનો ખૂબ સુંદર રીતે પસાર થશે. સ્પષ્ટ છે કે ઇરફાને આ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ઘરમાં જ રહીને ઇબાદત કરવી સારું છે, કારણ કે બહાર કોરોના વાયરસનો ખતરો છે.

Apr 25, 2020, 11:28 AM IST

ચાંદ દેખાયો: સમગ્ર દેશમાં કાલથી રમઝાનનો પવિત્ર મહિનો શરૂ, PM મોદીનું ટ્વીટ

કોરોના વાયરસનો કહેર અને લોકડાઉન વચ્ચે મુસ્લિમોને રમઝાનનો પવિત્ર મહિનો કાલે શનિવારથી ચાલુ થઇ રહ્યો છે. આજે શુક્રવારે ચાંદ દેખાયો હતો. આ સાથે જ રમઝાનની જાહેરાત કરવામાં આવી અને કાલથી આ પવિત્ર મહિનાની શરૂઆત થશે. આ તરફ રમઝાન ચાલુ થવા અંગે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શુભકામનાઓ પાઠવી હતી. 

Apr 24, 2020, 09:40 PM IST

પવિત્ર રમઝાનમાં પતિ જાહેરમાં જોરજોરથી ત્રણવાર તલાક કહીને જતો રહ્યો, નવસારીની ઘટના

નવસારીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના મુસ્લિમ સમાજની પરિણીતાને તેના પતિએ જાહેરમાં ત્રણવાર તલાક કહીને જતો રહ્યો હતો. આ મામલે પરિણીતાએ નવસારી મહિલા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી. પવિત્ર રમઝાન મહિનામાં તલાક કહેતા મહિલાનો પરિવાર દુઃખી થયો છે.

Jun 5, 2019, 08:07 AM IST

મજાકમાં પણ કોઈની ગરદન ન મચકોડતા, દ્વારકામાં ગયો એક યુવકનો જીવ

હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે દ્વારકામાં એક દુખદ બનાવ બન્યો હતો. દ્વારકા રૂપેન બંદર પર રમજાન માસની ઉજવણી દરમ્યાન ઠઠ્ઠા મશ્કરીમાં એક યુવાનનું મોત નિપજ્યું છે.

Jun 1, 2019, 02:33 PM IST
Dwarka Man Died In Friend's Fun PT1M43S

બેફામ ઠઠ્ઠા મશ્કરીએ લીધો યુવકનો જીવ, જુઓ વીડિયો

બેફામ ઠઠ્ઠા મશ્કરી લઈ શકે છે કોઈ નિર્દોષનો જીવ, રમઝાન માસમાં ઉજવણી દરમિયાન મશ્કરીમાં મોત થયાનો આરોપ,મિત્રોએ મસ્તીમાં યુવાનને પછાડતાં ગરદન મરડાઈ ગઈ, પોલીસે આરોપી એક યુવક સામે નોંધ્યો ગુનો

Jun 1, 2019, 02:30 PM IST

રમઝાનમાં ચીન ઉઇગર મુસ્લિમોની મુશ્કેલી વધી, સઉદી અરબની ચુપકીદી પર સવાલ

ચીનમાં પહેલા કરતા ભારે દબાણમાં રહી રહેલા મુસ્લિમોની મુશ્કેલી રમઝાનનાં પવિત્ર મહિનામાં વધી ચુકી છે

May 28, 2019, 10:52 PM IST

રમઝાન હોવાથી મતદાન સવારે 5 વાગ્યેથી શરૂ કરવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી

રમઝાન હોવાથી મતદાન સવારે 5 વાગ્યેથી શરૂ કરવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. ચૂંટણી પંચ પણ આ માગને અવ્યવહારિક ગણાવતા નકારી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમય નક્કી કરવો ચૂંટણી પંચનો અધિકારી છે.

May 13, 2019, 02:59 PM IST

રમઝાન પ્રસંગે ‘દાવત-એ-નિઝામ’ ફૂડ ફેસ્ટીવલમાં 10 દિવસની શાહી મિજબાની!

 ઉત્તર અન દક્ષિણ ભારતની પરંપરાઓનો સમન્વય કરીને મસાલેદાર તથા સ્વાદિષ્ટ આહારનો સંતોષ પૂરો પાડવા તેમજ સાંસ્કૃતિક વૈવિધ્ય અને ભાષાકિય કુશળતાનું મિશ્રણ તમને હૈદ્રાબાદ તરીકે જાણીતા એક જ સ્થળે જોવા મળશે. સદીઓથી શહેરમાં લોકપ્રિય બનેલ અને પ્રજાની આધુનિકતા રજૂ કરતી પર્શિયન અને મુગલ વાનગીઓનો સ્વાદ તમારા મસાલેદાર ભોજનમાં ઉપલબ્ધ બન્યો છે.

May 11, 2019, 09:15 AM IST

જાણો ભારત-પાક.માં ચર્ચાનો વિષય બનેલા 'રૂહ અફ્ઝા'ની શરૂઆત કેવી રીતે થઈ હતી...

હકીકતમાં રૂહ-અફઝા યુનાની પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલો એક નુસખો છે, જે અનેક આયુર્વેદિક તત્વોમાંથી બનાવવામાં આવે છે 
 

May 9, 2019, 12:04 PM IST

કોર્ટે કહ્યું રમઝાનમાં સવારે 5 કલાકે વોટિંગ શરૂ કરવા પર વિચાર કરો, ઇસીએ માગ નકારી

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી પંચને કહ્યું હતું કે, 'લુ' અને રમઝાનને ધ્યાનમાં રાખી લોકસભા ચૂંટણીના બાકીના તબક્કામાં મતદાન શરૂ થવાનો સમય સવારે 7 વાગ્યા પહેલા સવારે 5 વાગ્યે કરવાનો જરૂરી આદેશ ઇશ્યૂ કરો.

May 6, 2019, 08:24 AM IST

રમઝાનને ધ્યાને રાખી શુક્રવારે મતદાન નહી ચૂંટણી પંચની સ્પષ્ટતા, ઓવૈસીએ કહ્યું બે પર્વોની સાથે ઉજવણી

ઓવૈસીએ કહ્યું કે, રમઝાન દરમિયાન શું મુસલમાનો કામ નથી કરતા ? તો પછી મતદાન મુદ્દે આટલો વિવાદ શા માટે કરાઇ રહ્યો છે ?

Mar 11, 2019, 04:18 PM IST

કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ફરીથી ચાલુ થશે સુરક્ષાદળોનું ઓપરેશન: સુત્ર

જમ્મુ કાશ્મીરમાં રમઝાન દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ જે પ્રકારે ઓપરેશન પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો હતો સુત્રો અનુસાર હવે તેને આગળ વધારવામાં નહી આવે. સુત્રોનાં હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર સુરક્ષાદળોની સલાહબાદ ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો છે.

Jun 14, 2018, 09:52 PM IST