કોરોના: હવે ખાડી દેશોએ ભારત પાસે માંગી મદદ, દવાઓ નહીં પરંતુ આ ચીજો મોકલવાનો કર્યો આગ્રહ

ભારત અને ખાડી દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધો આજે પણ યથાવત છે. જેનું તાજું ઉદાહરણ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસ સામેની જંગમાં કુવૈત, ઓમાન, બહેરીન અને સાઉદી અરબ સહિત અનેક દેશોએ ડોક્ટર અને નર્સોની ટીમ મોકલવાની અપીલ કરી છે. 
કોરોના: હવે ખાડી દેશોએ ભારત પાસે માંગી મદદ, દવાઓ નહીં પરંતુ આ ચીજો મોકલવાનો કર્યો આગ્રહ

નવી દિલ્હી: ભારત અને ખાડી દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધો આજે પણ યથાવત છે. જેનું તાજું ઉદાહરણ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસ સામેની જંગમાં કુવૈત, ઓમાન, બહેરીન અને સાઉદી અરબ સહિત અનેક દેશોએ ડોક્ટર અને નર્સોની ટીમ મોકલવાની અપીલ કરી છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ખાડી દેશોના ભારત સાથેના સારા સંબંધોનું મહત્વ છે અને તેઓ મહામારી કોવિડ 19 બાદ અર્થવ્યવસ્થામાં સુધારને લઈને પ્રમુખતાથી વાત કરવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત તરફથી આ દેશોને રમઝાનના મહિનામાં પૂરતી ખાદ્ય સામગ્રીની આપૂર્તિ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ તમામ દેશોના ટોચના નેતાઓએ ત્યાં રહેતા તમામ ભારતીયોને દરેક શક્ય મદદ કરવાની વાત કરી છે. આ ઉપરાંત ભારત આ દેશોમાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવાની તૈયારીમાં પણ લાગેલુ છે. 

પીએમ મોદી અને વિદેશ મંત્રાલયે પ્રમુખ દેશો સાથે કરી વાત
વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખાડી દેશોના સંપર્કમાં છે. પીએમ મોદીએ ખાડી દેશો સાઉદી અરબ, યુએઈ, કતાર, કુવૈત, બેહરીન અને ઓમાન જેવા દેશોના ટોચના નેતાઓ સાથે ફોન પર વાત કરી છે. 

જુઓ LIVE TV

તાજેતરમાં ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોને નિશાન સાધતા કેટલીક ફેક ટ્વીટ કરવામાં આવી હતી. આ ટ્વીટ્સની ટીકા કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે કેટલીક ટ્વીટ દ્વારા ભારત અને ખાડી દેશોના સંબંધોનું વર્ણન થઈ શકે નહીં. ભારત અને ખાડી દેશો વચ્ચે સંબંધો ગાઢ બની રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news