રિક્રુટમેન્ટ પ્રોસેસ News

હાઇકોર્ટનાં જજની દેખરેખમાં ભરતી પ્રક્રિયા કરવાની કોંગ્રેસની માંગ
હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખમાં તમામ ભરતી પ્રક્રિયા કરવાની માંગ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી. સરકાર દ્વારા બિનસચિવલયની પરીક્ષા રદ્દ કરવાના લેવાયેલા નિર્ણયને ચાવડાએ  ગુજરાતની યુવાશક્તિનો વિજય ગણાવ્યો તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકારની ભરતીમાં થતા ભરાષ્ટ્રચાર અને ગોટાળાનો પર્દાફાશ થયો છે. પહેલા દિવસથી જ પરીક્ષાનું પેપર લીક થયાની યુવાનોની રજુઆત હતી. જેને લઇને ગુજરાતનો યુવાન સંગઠિત થઈને રસ્તા પર ઉતર્યા તેનો વિજય થયો તેમણે આક્ષેપ કર્યો કે ભરતી પ્રક્રિયાઓની જે સરકારી વ્યવસ્થા છે તે તમામ ભરાષ્ટ્રચારના એપી સેન્ટર છે. પરીક્ષા રદ્દ કરવી એ સમસ્યાનું નિવારણ નથી કેમકે ભવિષ્યમાં જે ભરતી પ્રક્રિયા થશે તેમાં યુવાનોને વિશ્વાસ રહેશે ખરો? તેવો સવાલ અમિત ચાવડાએ ઉઠાવ્યો હતો. ચાવડાએ કહ્યુ કે ગુજરાતના યુવાનને સરકારમાં અને ગુજરાતની ભરતી પ્રક્રિયામાં વિશ્વાસ રહ્યો નથી. નવી ભરતી માટે ગુજરાતના યુવાનો પાસેથી અભિપ્રાયો મંગાવવા જોઈએ. હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખમાં તમામ ભરતી પ્રક્રિયા થવી જોઈએ સાથેજ નિષ્ણાંતોના સૂચનો મેળવીને ફૂલપૃફ સિસ્ટમ સરકારે બનાવવી જોઈએ. જેથી સાચા પરીક્ષાર્થીઓને કોઇ અન્યાય ન થાય.
Dec 17,2019, 22:02 PM IST

Trending news