વિરમગામ

સરકારી હોસ્પિટલના HOD એ નર્સને આવુ કહ્યું,‘તારે ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલ’

દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલ જેવા સ્થળો હવે બદનામ થઈ રહ્યાં છે. તબીબો હવે બિભત્સતા પર ઉતરી આવ્યા છે. હોસ્પિટલો પણ હવે મહિલા કર્મચારીઓનુ શોષણ કરવાનો અડ્ડો બની રહી છે. આવો જ એક કિસ્સો વિરમગામની સરકારી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. આ હોસ્પિટલમા ફરજ બજાવતી એક નર્સે એચઓડી વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે, તેઓ તેની સામે બિભત્સ વર્તન કરે છે અને બિભત્સ માંગણી કરે છે. 

Jun 26, 2021, 10:45 AM IST

પતંગ લૂંટવા જતા બે સગા ભાઇઓનાં મોત, એક મિનિટમાં પરિવારે બે બાળકો ગુમાવ્યા

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ઉતરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીં પતંગ લૂંટવા જતા બે સગાભાઇઓનાં મોત નિપજ્યાં હોવાની કરૂણાંતિકા સામે આવી છે. વિરમગામની નુરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઇઓને ધાબાની નજીકથી પસાર થઇ રહેલા વિજ તારનો કરંટ લાગતા તેઓ બંન્ને કાળનો કોળિયો બની ગયા છે. આ બનાવની વિગતે મળતી માહિતી અનુસાર જિલ્લાના વિરમગામમાં આવેલી નૂરી સોસાયટીમાં જાવીદભાઇ મીરઝા પોતાનાં પરિવાર રહે છે. આ પરિવારમાં બે સંતાનો છે. મોહમ્મદ તુફેલ છે. પિતા જાવીદ અલીના પુત્રો આજે પતંગ ચગાવવા માટે ધાબા પર ગયા હતા. ત્યારે તેમનાં મોત નિપજ્યાં હતા. 

Jan 14, 2021, 07:40 PM IST
Narmada canal linkage, water destroy 600 vigha farming in Viramgam near Ahmedabad PT1M38S

600 વીધાના ખેતરો પર ફરી વળ્યું નર્મદા કેનાલનું પાણી, વિરમગામમાં ખેડૂતોનું થયું મોટુ નુકશાન

અમદાવાદ નજીક વિરમગામના સુરજગઢ ગામમાં નર્મદા કેનાલ ઓવર ફેલો થતા તેના પાણી ખેતરોમાં ઘૂસ્યા છે. જેને કારણે ખેડૂતોના માથે મોટુ નુકશાન સહેવાનો વારો આવ્યો છે. ગઈકાલે આ ઘટના બની હતી, જેમાં હાલ તો પાણીની આવક ખેતરોમા ઓછી થઇ, પરંતુ ખેતરોમા પાણી હજુ પણ યથાવત છે. જેને કારણે ઉભો પાક બગ્ડ્યો છે. 600 વીધાથી વધારે જમીન પર રવી પાકને નુકશાનનો અંદાજ છે.

Jan 3, 2020, 11:25 AM IST
 Viramgam: cenal water enter in farm, Large losses to farmers PT12M46S

વિરમગામઃ કેનાલના પાણી ખેતરોમાં ઘૂસ્યા, ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન

વધુ એક વાર ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અમદાવાદના વિરમગામ તાલુકાના સૂરજગઢ ગામમાં પાણી ઘૂસ્યા છે. ખેતરોમાં પાણીનો ભરાવો થવાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે... નર્મદા કેનાલ ઓવર ફ્લો થતા ખેતરોમાં પાણી ઘુસ્યા છે... ખેડૂતોએ પાણીની માગ ન કરી હોવા છતાં કેનાલમાં પાણી છોડાતા રવિ પાકને નુકસાન થયું... અંદાજે 300 વિઘા ખેતરોમાં રવિ પાકને નુકસાન થયું છે.

Jan 1, 2020, 06:00 PM IST

વિરમગામ-માલણવ હાઇવે પર ટેમ્પાનો અકસ્માત, 4 લોકોના કરૂણ મોત

માલવણ હાઇવે પાસે આવેલા નાની મજેઠી ગામ પાસે એક છોટા હાથી રોડની સાઇડમી ઉતરી જતા પલટી માર્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 20 જેટલા લોકોને નાની મોટી ઇડાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

May 28, 2019, 05:51 PM IST
Ahmedabad: CID finds 20 kg Marijuana near Viramgaam PT1M42S

જુઓ અમદાવાદમાં ક્યાંથી આવ્યો 20 કિલો ગાંજો

અમદાવાદ: CID ક્રાઇમ અને રેલવેએ 20 કિલો ગાંજો ઝડપી પાડ્યો. અમદાવાદના વિરમગામ નજીકથી ગાંજાનો જથ્થો ઝડપ્યો. એક પુરુષ અને મહિલાની કરાઈ ધરપકડ.સુરતમાંથી ગાંજો લાવ્યા હોવાનું આવ્યું સામે.

May 17, 2019, 06:25 PM IST

અમદાવાદથી ઝડપાયો ખુખાર આતંકી: ઇસ્લામ નહિ માનનારાની કરતો હત્યા

ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશની આતંકી સંગઠન અન્સારુલ્લા બંગલા ટીમના એક આતંકીની અમદાવાદથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આતંકી સંગઠનને અલ-કાયદાની સીસટર કન્સર્ન આંતકી સંગઠન પણ કહેવામાં આવે છે. ચોંકાવાનારી વાત તો એ છે કે, આરોપી છેલ્લા 15 વર્ષથી ભારતમાં રહેતો હતો. અને ભારતથી બાંગ્લાદેશ જઈ તેને ચાર હત્યાને અંજામ પણ આપી ચુક્યો છે. 
 

Dec 29, 2018, 07:57 PM IST

લાંચ કેસમાં એસીબીની મોટી કાર્યવાહી, ડીવાયએસપી વસંત નાઈની ધરપકડ

લાંચ કેસમાં ડીવાયએસપીની ધરપકડ કરવામાં આવતા સન્નાટો પ્રસરી ગયો છે.  વિરમગામના તત્કાલિન ડીવાયએસપી વસંત નાઈની ધરપકડ કરવામાં આવી છે. તેમણે બુટલેગર પાસેથી લાંચ માગી હતી એવી જાણકારી મળી છે. 6 મહિના પહેલા એક કેસની ફરિયાદ દાખલ કરાઈ હતી તેની તપાસનો રેલો વસંત નાઈ સુધી પહોંચતા તેમની ધરપકડ કરાઈ છે. 

Dec 12, 2018, 03:30 PM IST

બગોદરા વિરમગામ હાઇવ નજીક ત્રિપલ અકસ્માત, ઘટનાસ્થળે ત્રણના મોત

આ અકસ્માત પીકઅપ વાન અને બોલેરો કાર વચ્ચે થયો છે જેમાં ઘટના સ્થળ પર જ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.

Sep 18, 2018, 09:14 AM IST