સરકારી હોસ્પિટલના HOD એ નર્સને આવુ કહ્યું,‘તારે ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલ’

દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલ જેવા સ્થળો હવે બદનામ થઈ રહ્યાં છે. તબીબો હવે બિભત્સતા પર ઉતરી આવ્યા છે. હોસ્પિટલો પણ હવે મહિલા કર્મચારીઓનુ શોષણ કરવાનો અડ્ડો બની રહી છે. આવો જ એક કિસ્સો વિરમગામની સરકારી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. આ હોસ્પિટલમા ફરજ બજાવતી એક નર્સે એચઓડી વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે, તેઓ તેની સામે બિભત્સ વર્તન કરે છે અને બિભત્સ માંગણી કરે છે. 
સરકારી હોસ્પિટલના HOD એ નર્સને આવુ કહ્યું,‘તારે ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલ’

ઝી મીડિયા/બ્યૂરો :દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલ જેવા સ્થળો હવે બદનામ થઈ રહ્યાં છે. તબીબો હવે બિભત્સતા પર ઉતરી આવ્યા છે. હોસ્પિટલો પણ હવે મહિલા કર્મચારીઓનુ શોષણ કરવાનો અડ્ડો બની રહી છે. આવો જ એક કિસ્સો વિરમગામની સરકારી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. આ હોસ્પિટલમા ફરજ બજાવતી એક નર્સે એચઓડી વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે, તેઓ તેની સામે બિભત્સ વર્તન કરે છે અને બિભત્સ માંગણી કરે છે. 

એચઓડીએ કહ્યું, ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલ
વિરમગામની સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ અભયમ હેલ્પલાઈનમા પોતાના એચઓડીના બિભત્સ વર્તન સામે ફરિયાદ કરી છે. નર્સે હેલ્પલાઈનમાં ફરિયાદ કરી કે, તેઓ પોતાના સ્ટાફની સાથે આસપાસના ગામડાઓમાં રસીકરણના કામે ગયા હતા. ત્યાંથી તેઓ હોસ્પિટલમાં પરત ફર્યા હતા. આ સમયે તેમણે એચઓડીને કહ્યુ હતું કે, ‘તમે બહાર જાઓ, મારે ડ્રેસ બદલવો છે.’ પરંતુ એચઓડી ત્યાથી ખસ્યા ન હતા. એટલુ જ નહિ, એચઓડીએ મહિલા નર્સને કહ્યું હતું કે, ‘હું બહાર જવાનો નથી, તારે ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલ,’

એચઓડીએ પોતાની ભૂલ સ્વીકારી 
એચઓડીની હેરાનગતિ દિવસેને દિવસે વધી રહી હતી, તેથી નર્સે કંટાળીને આખરે મહિલા હેલ્પલાઈન અભયમમાં એચઓડીની ફરિયાદ કરી હતી. જોકે, સમગ્ર મામલો ગરમાતા એચઓડીએ પોતાની ભૂલ અભયમની ટીમ સામે કબૂલી હતી. અભયમ્ હેલ્પલાઇનની ટીમે ઘટનાસ્થળે આવી એચઓડીને મળી હતી. એચઓડીએ કબૂલાત કરી હતી કે ‘હું આવું બોલ્યો હતો, પરતું મજાકમાં કહેતો હતો. તેની પાછળ કોઈ બીજો ઇરાદો નહોતો.’

જામનગરનો જાતીય સતામણીનો કિસ્સો હજી તાજો 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જામનગરની જીજી હોસ્પિટલમાં જાતીય સતામણીનો કિસ્સો સામે આવ્યો હતો, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. સુપર વાઇઝર દ્વારા વારંવાર શારીરિક સંબંધો રાખવા માટે દબાણ કરાતું હતું. જો મહિલા એટેન્ડન્ટ તૈયાર ન થાય તો તેને નોકરીમાંથી છુટી કરી દેવા સુધીની ધમકીઓ સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતી હતી. આ ચકચારી કેસમાં મહિલાઓનાં આક્ષેપ બાદ વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news