સરથાણા

A Fiery Fire In A Four Wheel Garage In Surat PT1M51S

સુરતમાં ભીષણ આગ, સ્થાનિકોમાં સર્જાયો અફરા તફરીનો માહોલ

સુરતના સરથાણા ડીમાર્ટ પાસે આવેલા એક ફોર વ્હીલ ગેરેજમાં રાત્રે લગભગ 1:30 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનીકોમાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ગેરેજમાં મુકેલી કાર આગની ચપેટમાં આવી ગઇ હતી. તો બીજી તરફ આગ લાગ્યાની જાણ થતા 15થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તો 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

Oct 17, 2019, 08:45 AM IST

સુરત આગકાંડ : ગેરકાયદે બાંધકામની ફરિયાદ આગળ ફોરવર્ડ ન કરનાર ઈજનેર પકડાયો, 47.88% વધુ સંપત્તિ

સુરતની તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટનામાં એક તરફ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ અને મહાનગર પાલિકા તપાસ કરી રહી છે, તો બીજી તરફ બેજવાબદાર અને લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો પણ સુઓમોટો કાર્યવાહી કરી રહી છે. ત્યારે એસીબીએ પાલિકાના વધુ એક અધિકારી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. ત્યારે એસીબીના સકંજામાં ઈજનેર હરેરામસિંઘ બીજી વખત આવ્યો છે. એસીબીએ હરેરામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

Jul 29, 2019, 08:13 AM IST
Supreme Court Rejected Bail Application In Surat Sarthana Luxury Tax Case PT1M5S

સુરત: સુપ્રીમ કોર્ટે પીઆઇ ચૌધરીના આગોતરા જામીન કર્યા નામંજૂર

સરથાણા લકઝરી ટેક્સ બચાવવાના કૌભાંડમાં પોલીસ આરોપી P.I નરસસંગ ચૌધરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. સુરત કોર્ટે આરોપી પોલીસને ભાગેડુ જાહેર કરેલા છે. સુપ્રીમ કોર્ટ પીઆઇ N D ચૌધરીના આગીતરા જામીન ના મંજુર કર્યા છે.

Jul 24, 2019, 09:45 AM IST

તક્ષશિલા અગ્નિકાંડ: ક્રાઇમબ્રાંચે 4 હજારથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં કરી રજૂ

સુરત સહિત દેશને હચમચાવી નાંખનારા તક્ષશિલા આર્કેડનાં અગ્નિકાંડમાં થયેલા 22 લોકોના મોતના કેસમાં તપાસ એજન્સી એવી સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચે તપાસનો અહેવાલ સુરત જીલ્લા કોર્ટમાં રજુ કર્યો છે. મહત્વનું છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર-પાલિકા-ફાયર અને ડીજીવીસીએલની ગંભીર લાપરવાહીને કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના 59 દિવસ બાદ આજે ક્રાઇમબ્રાંચે 11 તહોમતદારો સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ક્રાઈમ બ્રાંચે 4000થી વધુ પાનાની ચાર્જશીટ બનાવી છે.

Jul 22, 2019, 11:29 PM IST

સુરત : 22 માસુમોનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

22 નિર્દોષોનો ભોગ લેનારી સુરતની તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગની ઘટનાને દોઢ મહિનો થયો છે, ત્યારે મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર અને જર્જરિત ભાગને તોડી પાડ્યો હતો. મહાનગરપાલિકાએ ચોથા માળે ગેરકાયદેસર રીતે બનેલ 4350 ચોરસ ફૂટ ડોમનું ડિમોલિશન કર્યું હતું. 

Jul 17, 2019, 09:38 AM IST

સુરત આગકાંડ : વાલીઓ તરફી વકીલની કારમાંથી થઈ અગ્નિકાંડના દસ્તાવેજોની ચોરી

સુરત આગ કાંડમાં 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા, જેમનો કેસ હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ તરફી વકીલના કારમાંથી દસ્તાવેજની ચોરી કરવામાં આવી હતી. બેગમાંના ડોક્યુમેન્ટ્સ ચોર દ્વારા ભંગારની દુકાને પહોંચ્યા હતા.

Jul 3, 2019, 02:33 PM IST

સુરત આગકાંડ : પોતાના મૃત સંતાનોને ન્યાય અપાવવા પરિવાર ધરણા પર બેસ્યા

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ મામલે એક મહિનો વીતી ગયો હોવા છતા હજી પણ ઉપરી અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામા આવી નથી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા ફકત ફાયરના નાના અધિકારીઓને નિશાન બનાવીને તેમના વિરુદ્ધા ગુનો નોંધવામા આવ્યો હતો. જો કે હજી સુધી ડીજીવીસીએલના અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની પૂછપરછ કે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો નથી. જેને કારણે આજ રોજ 22 મૃતકોના પરિવારજનો ઘટના સ્થળની બહાર જ ધરણા પર બેસ્યા હતા. 

Jun 30, 2019, 03:30 PM IST

સુરત આગકાંડ : કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલ કોર્ટમાં ખુલ્લી પડી

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ દુર્ઘટનામાં સૌથી પહેલા જેલમાં ધકેલાયેલા કોચિંગ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીએ કોર્ટમાં જામીન અરજી કરી છે. જામીન અરજી ઉપર કોર્ટમાં ફેંસલો લેવામાં આવે તે પહેલા જયેશ કાનાણી અને રમેશ ખંડેલા નામના બે વાલીઓએ વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ કરતા ભાર્ગવ બુટાણીની મુશ્કેલીઓ વધી છે. બુટાણીએ વાલીઓને ગુમરાહ કરી સોગંદનામાં ઉપર સહીઓ કરાવી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે.

Jun 18, 2019, 03:59 PM IST

સુરત: દેશી દારૂના અડ્ડાનો VIDEO થયો વાઈરલ

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ જોવા મળી રહ્યું છે કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સુરતનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં દેશી દારૂના અડ્ડા પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે અને લોકો  દારૂ પીતા જોવા મળે છે. 

Jun 9, 2019, 06:36 PM IST
country liquor den in surat video goes viral PT13S

સુરતમાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો થયો વાઈરલ

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ જોવા મળી રહ્યું છે કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સુરતનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં દેશી દારૂના અડ્ડા પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે અને લોકો દારૂ પીતા જોવા મળે છે.

Jun 9, 2019, 06:30 PM IST

FSL રિપોર્ટમાં ખુલાસો, તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ માટે બીજા માળનું એસી યુનિટ કારણભૂત

દેશને હચમચાવી મુકનારા સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં ગુનો નોંધ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે પાલિકાના જવાબદાર અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ જે ફોરેન્સિક સાયન્સ લેબના રીપોર્ટની રાહ જોઈ રહી હતી, તે પ્રાથમિક રીપોર્ટ એફએસએસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે. જેમાં કારણ કંઈક બીજુ જ નીકળ્યું છે. એસીના આઉટડોર યુનિટમાં સૌથી પહેલા આગ લાગી હોવાનું તારણ કહેવામાં આવ્યું છે, એ પણ બીજા માળનું...

Jun 3, 2019, 08:21 AM IST

અમદાવાદ : સુરત આગકાંડ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની NOC લેવા પડાપડી

સુરતમાં બનેલી આગની ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જે બાદ અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરસેફ્ટી અને તેની એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા 350 ટ્યુશન ક્લાસીસને ફાયરની નવી એનઓસી આપવામાં આવી છે. અને આ પ્રક્રિયા હજીપણ ચાલુ જ છે. 

Jun 1, 2019, 09:11 AM IST

ફાયર સેફ્ટીના સાધનો હોવાથી અમદાવાદમાં સુરત આગ જેવી ઘટના બનતા રહી ગઈ

સુરત આગકાંડનો બનાવ હજી પણ તાજો છે. લોકો હજી પણ એ 22 માસુમોના મોતનો મલાજો પણ સંભાળાયો નથી, ત્યાં અમદાવાદની એક સ્કૂલમાં આગની બનાવ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની મદદથી તરત આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. 

May 31, 2019, 10:33 AM IST

સુરત આગકાંડમાં સૌથી મોટો ખુલાસો : બિલ્ડરે બંધ કર્યો હતો ચોથા માળે જતો દાદરો

સુરતના તક્ષશિલા આગ મામલે સૌથી મોટો ખુલાસો હાલ થયો છે. જેમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હોવાનું સામે આવ્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે, ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હતી, જે બિલ્ડર દ્વારા બંધ કરવામાં આવી હતી. 

May 30, 2019, 02:37 PM IST
Surat Fire Checking In School PT3M35S

સુરતના સરથાણા અગ્નિકાંડ બાદ તંત્ર એકશન, શાળાઓમાં કરાયું ચેકીંગ

સુરતના સરથાણા અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં આવ્યુ છે. સુરત જિલ્લા શિક્ષણાઘિકારીએ શહેરની તમામ સ્કુલોમા ફાયર સેફટી અંગેના સાધનો છે કે નહી તે અંગે તાપસ શરૂ કરી, શિક્ષણાધિકારીએ ડીંડોલી, લિંબાયત, પુણાગામ તથા ઉધના વિસ્તારોમા તપાસ શરુ કરી હતી. તપાસમાં કેટલીક સ્કુલોની ટેરેસ પર છાપરા, વાયરો બહાર લટકતા જોવા મળ્યા તો કેટલીક સ્કૂલો બીયુસી પરમિશન વગર ચાલી રહી હતી.

May 29, 2019, 05:45 PM IST
Surat: Hardik Patel Sits Out on Dharna in Front of Police Station PT2M28S

સુરતમાં હાર્દિક પટેલ પોલીસ સ્ટેશનની બહાર કેમ બેઠો ધરણા પર?

સુરતમાં હાર્દિક પટેલ પોલીસ સ્ટેશન બહાર બેઠો ધરણા પર,સાત કલાક થવા છત્તા પણ હજુ સુધી હાર્દિકને મુક્ત કરાયો નથી. ત્યારે વહેલી તકે છોડવાની હાર્દિકે માગ કરી છે.નોંધનીય છે કે, સુરતના સરથાણા જકાત નાકા પાસે હાર્કિદ પટેલની કાર રોકી પોલીસે તેની અટકાયત કરી છે. હાર્દિક પટેલ ઉપવાસ પર બેસે તેવી પોલીસને શંકા હોવાથી સુરત પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરાઇ, પરંતુ સાત કલાક થવા છતાં મુક્ત ન કરતાં હાર્દિક પટેલ સુરત પોલીસ મથક બહાર જ ઉપવાસ પર બેસી ગયો છે.

May 27, 2019, 07:15 PM IST
Hardik Patel Taken to Police Station in Surat PT3M12S

હાર્દિક પટેલની અટકાયત મામલો: હાર્દિક પટેલને લઇ જવાયો પોલીસ મથક

હાર્દિક પટેલની અટકાયત મામલો: હાર્દિક પટેલને ઇચ્છાપોર પોલીસ મથક રખાયો છે. હાર્દિક આગ દુર્ઘટના સ્થળે ધરણા પર બેસવાનો હતો. પોલોસે સરથાણા પાસેથી અટકાયત કરી.

May 27, 2019, 06:00 PM IST

આગકાંડ બાદ રાજ્યભરમાં મેગા ડિમોલિશન, અમદાવાદની એક બિલ્ડીંગમાં આખેઆખો ફ્લોર ગેરકાયેદસર

સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આપી જાહેર નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા ટેરેસ પર બનાવાયેલા ડોમ અને શેડ દૂર કરવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં શોપિંગ મોલ, શૈક્ષણિક સંકુલ, ધાર્મિક સંસ્થાઓને તાકીદ કરવામાં આવી છે, અને આ અંગે અખબારોમાં નોટીસ આપી લોકોને ચેતવણી પણ આપી દેવાઈ છે. લોકોને જાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આદેશ અપાયો છે, તો લોકો નહીં તોડે તો પાલિકા ડિમોલિશન કરશે તેવું તંત્ર દ્વારા કહી દેવાયું છે. ત્યારે ગુજરાતમાં સતત બીજા દિવસે વિવિધ શહેરોમાં આ કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

May 27, 2019, 03:58 PM IST

આગકાંડ : હાર્દિક પટેલ સુરત પહોંચતા જ પોલીસે કરી તેની અટકાયત

સુરતમાં અલ્પેશ કથીરિયાના ઘરે જઈ રહેલા કોંગ્રેસી નેતા હાર્દિક પટેલની કાર સુરત પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. સુરતના સરથાણા જકાતનાકા પાસે પોલીસ દ્વારા કારને રોકવામાં આવી હતી. પોલીસને એમ શંકા છે કે, હાર્દિક ઉપવાસ પર બેસવા જાય છે તેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. 

May 27, 2019, 11:52 AM IST

જર્મનીથી આવેલી લેડર મુંબઈ પોર્ટ પર ધૂળ ખાતી હતી, ત્યારે ફાયર બ્રિગેડને જલ્દી મંગાવવુ કેમ ન સૂઝ્યુ

આગકાંડ બાદ હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. સુરત ફાયર વિભાગને નવી લેડર મળી છે. પણ મહત્વની વાત તો એ છે કે, આ લેડર છેલ્લાં સાત-આઠ દિવસથી મુંબઈ પોર્ટ પર જર્મનીથી આવી ગઈ હતી, પણ ધૂળ ખાતી પડી હતી. સુરત આગકાંડ બન્યા બાદ તેને મુંબઈથી તાત્કાલિક ધોરણે મંગાવવામાં આવી હતી.

May 27, 2019, 11:17 AM IST