અમદાવાદ : સુરત આગકાંડ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની NOC લેવા પડાપડી

સુરતમાં બનેલી આગની ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જે બાદ અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરસેફ્ટી અને તેની એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા 350 ટ્યુશન ક્લાસીસને ફાયરની નવી એનઓસી આપવામાં આવી છે. અને આ પ્રક્રિયા હજીપણ ચાલુ જ છે. 
અમદાવાદ : સુરત આગકાંડ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની NOC લેવા પડાપડી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :સુરતમાં બનેલી આગની ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જે બાદ અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરસેફ્ટી અને તેની એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા 350 ટ્યુશન ક્લાસીસને ફાયરની નવી એનઓસી આપવામાં આવી છે. અને આ પ્રક્રિયા હજીપણ ચાલુ જ છે. 

માઉન્ટ એવરેસ્ટ સર કરીને પરત ફરી સુરતી બહેનો, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત 

ગત 24મી મેના રોજ સુરતમાં બનેલી હોનારતના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જેને લઇને અમદાવાદમાં પણ પોલીસ અને મ્યુનિસિપલ કમિશ્નરના આદેશ બાદ કડક કાર્યવાહી થઇ રહી છે. ફાયર સેફ્ટી વગરના કોચિંગ અને ટ્યુશન ક્લાસીસને તાત્કાલિક બંધ કરવાના આદેશ બાદ ક્લાસીસના સંચાલકો પણ દોડતા થયા છે. ખાસ કરીને મ્યુનિસિપલ તંત્ર દ્વારા લો-રાઇઝ બિલ્ડીંગો ચલતા કોચિંગ ક્લાસીસને પણ ફાયરસેફ્ટી અંગેની એનઓસી લેવાની ફરજ પાડી હોવાથી સંચાલકોમા દોડધામ મચી છે. 

જમાલપુર સ્થિત ફાયરબ્રીગેડના હેડક્વાર્ટર ખાતે પણ દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં ક્લાસીસ સંચાલકો એનઓસીની પ્રક્રિયા માટે ઉમટી પડ્યા છે. નોંધનીય છે કે, 25 મેના રોજથી જ મ્યુનિસિપલ કમિશ્નરે શહેરના દરેક સિવીક સેન્ટરોમાં ફાયર સેફ્ટીની એનઓસીના ફોર્મ જમા લેવાનો આદેશ કરી દીધો છે. જેને ઝોન દ્વારા ફાયર બ્રિગેડના હેડક્વાર્ટરમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી કુલ 350 જેટલી એનઓસી ફાયરબ્રિગેડ દ્વારા આપવામાં આવી છે તેવું અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમ.એફ દસ્તુરે જણાવ્યું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news