DPS East વિવાદ : સ્કૂલના વાલીઓ વચ્ચે નવા સત્ર માટે પડ્યા બે ફાંટા

DPS ઇસ્ટ સ્કૂલને નવું શૈક્ષણિક સત્ર ચલાવવા મંજુરી મળે તે ઉદ્દેશથી કેટલાક વાલીઓની રવિવારે બેઠક યોજાઈ હતી. જોકે, આ મામલે સ્કુલના જ વાલીઓમાં ભાગલા પડી ચુક્યા છે, તેવું આજની મિટીંગ પછી સ્પષ્ટ જોવા મળ્યું હતું. વાલીઓનું એક ગ્રુપ નવા શૈક્ષણિક સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા તૈયાર થયું છે, જે બેઠકમાં ગેરહાજર રહ્યું હતું. જ્યારે બીજું ગ્રુપ DPS ઈસ્ટ ચાલુ રહે તે માટે સક્રિય બન્યું છે.   

Updated By: Dec 15, 2019, 11:35 PM IST
DPS East વિવાદ : સ્કૂલના વાલીઓ વચ્ચે નવા સત્ર માટે પડ્યા બે ફાંટા
ફાઈલ ફોટો

અતુલ તિવારી/અમદાવાદઃ 832 વિદ્યાર્થીઓના હિતને જોતા DPS ઈસ્ટ સ્કૂલનું સમગ્ર સંચાલન ચાલુ વર્ષ માટે રાજ્ય સરકારે પોતાના હસ્તક લીધા બાદ હવે નવા સત્ર માટે પણ સ્કૂલ ચલાવવામાં આવે તેવી કેટલાક વાલીઓ દ્વારા માગ કરાઈ છે. જે સંદર્ભે  હીરાપુર ચોકડી ખાતે આવેલા શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ ખાતે વાલીઓની બેઠક મળી હતી.  જેમાં DPS ઇસ્ટના 832માંથી 150 જેટલા જ વાલીઓ હાજર રહેતા વાલીઓમાં બે ફાંટા પડ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ સામે આવ્યું છે. 

DPS ઇસ્ટ સ્કૂલને નવું શૈક્ષણિક સત્ર ચલાવવા મંજુરી મળે તે ઉદ્દેશથી કેટલાક વાલીઓની રવિવારે બેઠક યોજાઈ હતી. કેટલાક વાલીઓ હવે સ્કૂલ ચાલુ રહે તે માટે સરકાર પર દબાણ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. જોકે, આ મામલે સ્કુલના જ વાલીઓમાં ભાગલા પડી ચુક્યા છે, તેવું આજની મિટીંગ પછી સ્પષ્ટ જોવા મળ્યું હતું. વાલીઓનું એક ગ્રુપ નવા શૈક્ષણિક સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા તૈયાર થયું છે, જે બેઠકમાં ગેરહાજર રહ્યું હતું. જ્યારે બીજું ગ્રુપ DPS ઈસ્ટ ચાલુ રહે તે માટે સક્રિય બન્યું છે. 

નવા સત્રમાં DPSમાં પ્રવેશ ન મેળવવા માગતા વાલીઓના ગ્રૂપે બીજા ગ્રુપ પર વાલીઓને ગેરમાર્ગે દોરવાનો અને સ્કૂલના સંચાલકોનો હાથો બન્યાનો આક્ષેપ કરાયો છે. આ પરિસ્થિતિમાં સમજદારી પૂર્વક અન્ય સ્કુલમાં ખસી જવાની પણ વાલીઓ દ્વારા રજૂઆત કરાઈ છે.

રણોત્સવઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કરાવ્યો રંગારંગ પ્રારંભ, ઊંટગાડીમાં કરી સવારી

DPS સ્કૂલ ચાલુ રહે તે હેતુથી આગળ આવેલા વાલીઓ દ્વારા અન્ય વાલીઓને ફોન કરવામાં આવી રહ્યા છે અને નવા સત્ર માટે વાલીઓ DPS ઇસ્ટમાં રહેશે કે નહીં તે અંગે જાણકારી એક્ઠી કરાઈ છે. નવા સત્રમાં કોઈ વાલીએ DPS ઇસ્ટમાં પ્રવેશ ન લેવો તેવી પહેલાથી જ CBSE બોર્ડે વાલીઓને જાણ કરી છે, છતાં પણ કેટલાક વાલીઓ સંચાલકોનો હાથો બન્યાની ચર્ચા વાલીઓમાં ચાલી રહી છે.

નવા સત્ર માટે DPS ઈસ્ટને CBSE કે ગુજરાત બોર્ડની માન્યતા મળે તેવી શક્યતા નહીવત છે, ત્યારે વાલી નેતા શોએબ શેખે દાવો કર્યો છે કે, સ્કુલના ટ્રસ્ટી મંજુલા શ્રોફ હાલ વિદેશ છે, પરંતુ તેમના પતિ અને સ્કુલના અન્ય ટ્રસ્ટી ક્રિશ્ચ્યયનની તેમની અને અન્ય વાલીઓની બેઠક થઈ છે. જે મુજબ સ્કુલ ચાલુ રહે તેવા તમામ પ્રયાસો તેમના તરફથી થઈ રહ્યા છે. તેમને ખાતરી અપાઈ છે કે, જો આખરે 100 બાળકો પણ સ્કુલમાં બચશે તો પણ તેઓ DPS ઇસ્ટ સ્કુલ ચલાવવા મક્કમ છે.

ગુજરાત પોલીસને મળી નવી ઓળખઃ નવો ધ્વજ, નવો લોગો અને એન્થમ વધારશે શાન

વાલી નેતા શોએબ શેખે જણાવ્યું કે, સ્કૂલને મંજુરી મળે તે હેતુથી મંજુલા શ્રોફના પતિ અને અન્ય ટ્રસ્ટી દ્વારા જરૂરી દસ્તાવેજ તૈયાર કરાઈ રહ્યા છે. તેમજ આવનારા દિવસોમાં મંજુલા શ્રોફ પોતે પણ વાલીઓ સાથે વાત કરીને તમામને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરશે. શોએબે વધુમાં જણાવ્યું કે, હાઇકોર્ટમાં PIL ન કરવાનું કારણ એ છે કે, તેમને સરકાર કે ટ્રસ્ટ સામે કોઈ વાંધો નથી. હાલમાં સ્કુલ ચાલુ થઈ છે અને તેઓને સ્કુલ ચાલુ રહેશે તેવી આશા છે. માટે હજુ સુધી PIL કરવાનો નિર્ણય લેવાયો નથી. ભવિષ્યમાં પણ જો DPS સ્કુલ ચાલુ રહેશે તો વાલીઓ હાઈકોર્ટમાં PIL પણ નહીં કરે. 

સુરતમાં શોલેવાળીઃ દારૂના નશામાં ભાન ભુલેલો યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો અને....

કેટલાક વાલી સંચાલકોનો હાથો બન્યા
DPS ઇસ્ટ દ્વારા ખોટા દસ્તાવેજના સહારે સ્કુલ શરુ કરાયા બાદ જ્યારે રાજ્ય સરકારે સ્કૂલને પોતાના હસ્તક લીધી છે ત્યારે 31 માર્ચ સુધી જ સ્કુલ ચલાવવામાં આવશે તેવું સ્પષ્ટ જાહેર કરાયું છે. બાળકોનું હિત જોતા DEO અને DPEO દ્વારા વાલીઓને અન્ય સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે પણ તૈયારી દર્શાવાઈ છે. આજે કેટલાક વાલીઓ અને સ્કૂલ સંચાલકોની બેઠક બાત વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, સ્કુલ સંચાલકો દ્વારા કેટલાક વાલીઓને હાથો બનાવીને સરકાર પર દબાણ અને અન્ય વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત પોલીસને નિશાન પ્રદાન... જુઓ વીડિયો....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....