14 માર્ચના સમાચાર News

સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજીનામુ આપ્યાની ચર્ચા
કોંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં ચર્ચાએ જોર પકડાયું છે. જેમાં લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ પછી બીજું નામ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજીનામુ આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગર સ્થિત એમ.એલ.એ જીવી કાકડીયા ગેરહાજર છે. જીવી કાકડીયાના મિત્ર અશ્વિન કોરાટે ઝી 24 કલાક સાથે કરેલી વાતચીતમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી ધારાસભ્યનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી તેવો કોઈ પણ વાતથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. તો ગાંધીનગર સ્થિત એમએલએ ક્વાર્ટર્સમાં સોમા પટેલના ઘરે તાળું છે. સોમા પટેલ રાજીનામું આપીને ગુપ્ત સ્થળે જતા રહ્યા હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડાયું છે. કહેવાય છે કે, કોંગ્રેસના 7થી 8 ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 8 ધારાસભ્યો કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા. બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યાની ચર્ચા ચાલી છે.
Mar 15,2020, 11:10 AM IST
શંકરસિંહ વાઘેલાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, અમારું સ્ટેન્ડ ભાજપ સામેનું રહેશે
જ્યારે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી (Rajyasabha election) આવે છે ત્યારે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી છે. ત્યારે જોવું એ રહ્યુ્ કે, ફરી વાર આવી સ્થિતિ સર્જાઇ ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીવાર રીસોર્ટ પોલીટીક્સ અપનાવાશે કે નહિ. ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો જીતવા કવાયત કરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો તુટે તે પહેલાં પાળ બાંધવાનો નેતાઓનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. ભાજપાએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર છે, તેથી હાલ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
Mar 14,2020, 13:39 PM IST
સુરતમાં બે શિફ્ટમાં બની રહ્યાં છે લાખોની સંખ્યામાં માસ્ક, માર્કેટમાં ડિમાન્ડ વધી
Mar 14,2020, 12:14 PM IST
કોરોનાથી એલર્ટ રહેવા રાજ્ય સરકારનો આદેશ, 31 માર્ચ સુધી કોન્ફરન્સ-સેમિનાર-વર્કશોપ કેન
કોરોના વાયરસ (Corona virus) થી દેશમાં બે મોત નોંધાઈ ચૂક્યા છે. લોકોને ભીડથી બચવા માટે કહેવામાં આવ્યું છે. જેને પગલે અનેક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત સરકાર પણ સતર્કતા દાખવીને અનેક પગલા લઈ રહી છે. કોરોના વાયરસના પગલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સતર્કમાં આવી ગયું છે. આ મામલે દ્વારા લેવાયો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એક જગ્યાએ વધુ સમય માટે લોકો એકઠા ન થાય એટલા માટે કોન્ફરન્સ, વર્કશોપ અને સેમિનાર ન યોજવાનો આદેશ કરાયો છે. 31 માર્ચ સુધી રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા કોન્ફરન્સ સેમિનાર કે વર્કશોપ ન યોજવા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આદેશ કર્યો છે. 
Mar 14,2020, 11:30 AM IST
રિલીઝના એક દિવસમાં જ Angrezi Mediumને લાગ્યો 440 વોલ્ટનો મોટો ઝટકો
બોલિવુડના દમદાર એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) લાંબા સમય બાદ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ (Angrezi Medium) માં નજર આવ્યા છે. 13 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઈરફાનની સાથે કરીના કપૂર ખાન નજર આવી રહી છે. પરંતુ રિલીઝના પહેલા દિવસ જ આ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટની માનીએ તો, આ ફિલ્મની એચડી પ્રિન્ટ લિક થઈ ગઈ છે. જેની ઈફેક્ટ ફિલ્મની કમાણી પર પડવાની છે. એક તરફ કોરોના વાયરસ (Corona virus) ને કારણે આમ પણ લોકો સિનેમાઘરોમાં જવાથી ડરી રહ્યાં છે. ઉપરથી ફિલ્મ લીક થવી, આ બંને બાબતોથી ફિલ્મના મેકર્સને મોટું નુકસાન સહેવુ પડી શકે છે. રિપોર્ટસ અનુસાર, અંગ્રેજી મીડિયમને તમિલ રોકર્સ (Tamilrockers) દ્વારા લિક કરવામાં આવી છે. 
Mar 14,2020, 10:31 AM IST
Breaking : કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી, હવે ભાવ વધારા માટે ત
Mar 14,2020, 10:09 AM IST

Trending news