સુરતમાં બે શિફ્ટમાં બની રહ્યાં છે લાખોની સંખ્યામાં માસ્ક, માર્કેટમાં ડિમાન્ડ વધી

ચીન સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona virus) કહેર વચ્ચે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યાં વાયરસથી બચવા લોકો સેનેટરાઈઝ તેમજ માસ્ક (corona mask) નો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈ માસ્કની ડિમાન્ડ સુરતમાં ખૂબ જ જોવા મળી રહી છે. પરતું જથ્થો હાલ ખૂટી પડતા વેપારીઓ દ્વારા અલગથી લાખોના લોટમાં માસ્કના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જ્યાં સચિન GIDC વિસ્તારમાં સિલાઈ મશીનના વેપારી દ્વારા બે શિફ્ટ પ્રમાણે પ્રતિદિવસ ત્રીસ હજાર માસ્કનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. હાલ ઓવરટાઈમ કરીને પણ માસ્ક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. 
સુરતમાં બે શિફ્ટમાં બની રહ્યાં છે લાખોની સંખ્યામાં માસ્ક, માર્કેટમાં ડિમાન્ડ વધી

ચેતન પટેલ/સુરત :ચીન સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona virus) કહેર વચ્ચે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યાં વાયરસથી બચવા લોકો સેનેટરાઈઝ તેમજ માસ્ક (corona mask) નો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈ માસ્કની ડિમાન્ડ સુરતમાં ખૂબ જ જોવા મળી રહી છે. પરતું જથ્થો હાલ ખૂટી પડતા વેપારીઓ દ્વારા અલગથી લાખોના લોટમાં માસ્કના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જ્યાં સચિન GIDC વિસ્તારમાં સિલાઈ મશીનના વેપારી દ્વારા બે શિફ્ટ પ્રમાણે પ્રતિદિવસ ત્રીસ હજાર માસ્કનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. હાલ ઓવરટાઈમ કરીને પણ માસ્ક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. 

કોરોના વાયરસના કારણે દેશ આખામાં હાહાકાર મચ્યો છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી અને તકેદારી રાખવા આહવાન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને ખાંસી, શરદી આવે તે સમયે રૂમાલ અથવા તો સેનેટરાઈઝ તેમજ માસ્ક પહેરવા સુધીની સૂચનાઓ આપવામાં આવી રહી છે. જ્યાં એક તરફ દેશભરમાં માસ્કની ડિમાન્ડ એકાએક વધી ગઈ છે, ત્યાં બીજી તરફ તેની અછત પણ તેટલી વર્તાઈ રહી છે. જોકે સુરતમાં અલગ અલગ વેપારીઓ દ્વારા ઓર્ડરથી હજારો, લાખોની સંખ્યામાં નહિ, પરંતુ એક કરોડની સંખ્યામાં માસ્ક બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

રિલીઝના એક દિવસમાં જ Angrezi Mediumને લાગ્યો 440 વોલ્ટનો મોટો ઝટકો  

સુરતના સચિન વિસ્તારમાં નાના ઉદ્યોગ ધરાવતા અને સિલાઈ મશીન કરતા મૂળ ઓરિસ્સાના વેપારીને પ્રતિદિવસ ચાલીસથી પચાસ હજાર માસ્કનો ઓર્ડર વેપારી દ્વારા આપવામાં આવ્યો છે. જેની સામે બે શિફ્ટમાં વીસથી ત્રીસ હજારનું પ્રતિદિન પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઈ નાના વેપારીઓને આ ઓર્ડરથી મોટો ફાયદો પણ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news