22 મેના સમાચાર News

લોકડાઉનમાં હાઈવે પરના પેટ્રોલપંપોને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઈ : અશ્વિની કુમાર
લોકડાઉનના ચોથા તબક્કામાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે તમામ જગ્યાઓએ નવો માહોલ જોવા મળ્યો છે. મોટાભાગના લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. નવી જીવનશૈલીને લોકો જવાબદારીથી અપનાવી રહ્યાં છે. પહેલા દિવસે થોડા ઘણા દ્રશ્યો ભીડના જોવા મળ્યા હતા, તેમાં સુધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની લાગણી, અપેક્ષા મુજબ છૂટછાટ આપવા તત્પર અને તૈયાર છે. ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલા દુકાનોને ઓડ ઈવન ફોરમ્યુલા લાગુ પડશે નહિ. જીવનજરૂરિયાતની દુકાનો રોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે. પેટ્રોલ પંપ સવારે 8 સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પેટ્રોલપંપ અંગે રજૂઆત થઈ હતી જેનાબાદ આ સમયમર્યાદા અંગે ચેન્જ કરાયો છે. હાઈવે પર પેટ્રોલ પંપ આવતા હોય તેને આ સમય મર્યાદામાંથી મુક્તિ મળશે, તેઓ વધુ સમય સુધી હાઈવે પર પેટ્રોલ પંપ અને જરૂર પડે તો 24 કલાક ચાલુ રાખી શકાશે. 
May 22,2020, 15:02 PM IST

Trending news