26 january

દબંગગીરીની હદ વટાવતા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ વિશે નીતિન પટેલે આપ્યા ગોળગોળ જવાબ

71માં પ્રજાસત્તાક દિવસ (Republic Day 2020) ની વડોદરા જિલ્લામાં ડભોઇ ખાતે ઉજવણી કરવામાં આવી. ડભોઈના કોમર્સ કોલેજના મેદાનમાં આયોજિત પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ધ્વજ વંદન કર્યું હતું. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ 370ની કલમને લઈને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) વિશે આકરા વેણ કહ્યાં હતા.

Jan 26, 2020, 04:59 PM IST

એલેમ્બિક કંપનીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા સીડી ખસેડતા 5 કર્મચારીઓને લાગ્યો કરંટ, એકનું મોત

71મા પ્રજાસત્તાક દિવસે (Republic Day 2020) આજે જ્યારે સમગ્ર રાજ્ય જશ્ન મનાવી રહ્યું હતું, ત્યારે વડોદરામાં એક દુખદ ઘટના બની હતી. આ ઘટના ગુજરાતની ટોપમોસ્ટ એલેમ્બિક કંપની (Alembic Company) માં બની હતી. વડોદરાના જરોદ પાસે આવેલી એલેમ્બિક કંપનીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા કરંટ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં પાંચ કર્મચારીઓને કરંટ લાગ્યો હતો. જેમાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે.

Jan 26, 2020, 02:50 PM IST

80 વર્ષના ગુજરાતના આ મુસ્લિમ વૃદ્ધના દેશપ્રેમને છે સલામ

દર પ્રજાસત્તાક દિવસ (Republic Day 2020) આવે એટલે જેતપુર (Jetpur) શહેરમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખરનો એક જ ક્રમ હોય છે. આ દિવસે ધ્વજ ફરકાવીને તેઓ પોતાની દેશભક્તિનો અનોખો પરચો આપે છે. આજે તેમની ઉમર 80 વર્ષની છે, પરંતુ તેમ છતાં તેઓ આ ક્રમ ભૂલ્યા નથી. વર્ષોથી તેઓ જેતપુરમાં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે. આજે આ 80 વર્ષના મુસ્લિમ વૃદ્ધે પ્રજાસતાક દિવસ નિમિત્તે પોતાની 225 ફૂટ ઉંચી ક્રેઈન પર તિરંગો લહેરાવી દેશભક્તિનું અનોખું ઉદાહણ પૂરું પાડ્યું હતું.

Jan 26, 2020, 12:41 PM IST

રાજપથ પર પરેડમાં ગુજરાતની રાણીની વાવના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બન્યું, પટોળામાં સજ્જ હતી મહિલા મૂર્તિ

2020ની દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક દિન (Republic Day 2020) ની પરેડમાં વૈશ્વિક ધરોહર બનેલી રાણકી વાવ (Rani ki Vav) ની થીમ પર ગુજરાતનો ટેબ્લો હતો. જેમાં જળ, જીવન, સ્થાપત્ય અને કોતરણીકામનું અનોખું સમન્વય હતું. રાજપથ પરથી નીકળેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બની રહ્યું હતું. ગુજરાતની આ ઝાંખીનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએ કર્યું હતું. 

Jan 26, 2020, 11:59 AM IST

17000 ફૂટ ઊંચાઈએ હીમવીરોએ દેશભક્તિ માટે જે કર્યુ તે રુંવાડા ઉભા કરી દેવું છે

દેશ આજે ગણતંત્ર દિવસ (Republic Day 2020)ના રંગમાં રંગાયેલો છે. ભારતીય ગણતંત્રની 71મા વર્ષગાંઠનું જશ્ન મનાવવા માટે દિલ્હીના રાજપથને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. તો ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર મુંબઈના આઈકોનિક છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશન પણ ત્રિરંગના રંગમાં જોવા મળ્યું. આ અવસર પર પીએમ મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. 

Jan 26, 2020, 11:15 AM IST

પોરબંદર : 7 વર્ષના બાળકોથી માંડી 85 વર્ષના દાદાએ કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજ ફરકાવ્યો

દેશભરમાં આજે 71માં ગણતંત્રદિવસ (Republic Day 2020) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર (Porbandar) માં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે ખાસ આયોજન કરવામાં આવે છે. પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ ગણતંત્ર દિવસ (Republic Day India) ની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી ગયા હતા.

Jan 26, 2020, 09:32 AM IST

ZEE 24 કલાક પર જુઓ LIVE: રાજકોટમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, ધ્વજવંદન બાદ પરેડ શરૂ

આન-બાન અને શાનથી આજે આખુ હિન્દુસ્તાન 71મું પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈ અસમ સુધી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. 71મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાષ્ટ્રીય પર્વ ઉજવાશે. તો નાયબ મુખ્યમંત્રી ડભોઈમાં પ્રજાસત્તાક દિવસ ઉજવશે. ZEE 24 કલાક પર જુઓ રાજકોટથી પ્રજાસત્તાક કાર્યક્રમની ઉજવણી LIVE...

Jan 26, 2020, 08:34 AM IST
Zee 24 kalak reality check on security regarding 26 January  Vadodara and Ahmedabad situation PT4M

સુરક્ષા અંગે ઝી 24 કલાકનું રિયાલિટી ચેક, જુઓ વડોદરા-અમદાવાદની સ્થિતિ

26મી જાન્યુઆરીને લઈને ઝી 24 કલાક દ્વારા સુરક્ષા અંગે ખાસ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું. જેમાં સ્ટેશન પર કોઈ પણ પ્રકારની ચુસ્ત સુરક્ષા જોવા ન મળતા ચિંતા જણાઈ આવે. જુઓ વિશેષ અહેવાલ.

Jan 25, 2020, 02:10 PM IST

ગણતંત્ર દિવસ પર CAA પ્રદર્શનોનો ઓછાયો, PM મોદીને મળી રહ્યાં છે ધમકીભર્યા નનામા પત્રો

ગણતંત્ર દિવસ પર CAA પ્રદર્શનોનો સાયો તોળાઈ રહ્યો છે. એવો અંદેશો છે કે CAA વિરોધીઓ સુરક્ષા ઘેરો તોડીને વિરોધ કરી શકે છે. આ અંગે ગૃહ મંત્રાલયે અર્ધસૈનિક દળો અને ગુપ્તચર એજન્સીઓને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવાયું છે કે મુસ્લિમ કટ્ટરપંથીઓ ભાવનાને ભડકાવી રહ્યાં છે. ગૃહ મંત્રાલય તરફથી લખવામાં આવેલા આ પત્રમાં કહેવાયું છે કે CAA અને NRCના મુદ્દે ઉક્સાવવામાં આવી રહ્યાં છે. સંવેદનશીલ મામલે કટ્ટરપંથી તાકાતો ભાવનાઓ ભડકાવી રહી છે. દેશવિરોધી તાકાતો સરકાર વિરોધી ભાવનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. 

Jan 24, 2020, 01:33 PM IST
security tighten ahead of 26 january watch video zee 24 kalak PT3M6S

પ્રજાસત્તાક દિન અગાઉ સુરક્ષા ચુસ્ત કરાઈ, એરપોર્ટ જતા હોવ તો આ અપડેટ ખાસ જાણો

પ્રજાસત્તાક દિન પહેલા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી 10 દિવસ સુધી મુલાકાતીઓને પ્રવેશ નહીં આપવાનો લેવાયો નિર્ણય. એરપોર્ટ પર દરરોજ અપાય છે 1 હજારથી વધુ વિઝિટર્સ પાસ.

Jan 22, 2020, 10:25 AM IST
Hardik Patel to get marry on 26th January PT1M42S

હાર્દિક પટેલ 27 જાન્યુઆરીએ કરશે લગ્ન

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ હવે લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર હાર્દિક પટેલના આગામી 26 જાન્યુઆરીએ તેના નિવાસ્થાને લગ્ન થશે અને ગણેશ સ્થાપના કરવામાં આવશે. મહત્વનું છે, કે આ લગ્ન સાદાઇથી જ કરવામાં આવશે

Jan 20, 2019, 11:15 PM IST

હાર્દિક પટેલ માંડશે પ્રભુતામાં પગલા, અઠવાડિયામાં જ કરશે લગ્ન

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ હવે લગ્નના તાંતણે બંધાઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર હાર્દિક પટેલ આગામી 26 જાન્યુઆરીએ તેના નિવાસ્થાને લગ્નની શરૂઆત કરી ગણેશ સ્થાપના કરવામાં આવશે. મહત્વનું છે, કે આ લગ્ન સાદાઇથી જ કરવામાં આવશે.

Jan 20, 2019, 07:21 PM IST