29 april news 0 News

અમદાવાદના પોલીસ જવાનો પર કોરોનાનો કહેર, 105 કર્મચારી ઝપેટમાં
અમદાવાદમાં ફ્રન્ટ વોરિયર્સ તરીકે કામ કરતા પોલીસ જવાનો પર કોરોનાનો કહેર વરસી પડ્યો છે. જનતા કરફ્યૂના દિવસથી પોલીસ જવાનો ખડેપગે સતત ફરજ બજાવી રહ્યાં છે. સૌથી વધુ અમદાવાદ પોલીસના જવાનો કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. જેને કારણે પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. આજે વધુ 8 પોલીસકર્મીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં જમાલપુર, દરિયાપુર, ખાડિયા, કાલુપુર અને શાહપુર જેવા કન્ટેનમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને વાયરસનો ચેપ લાગી રહ્યો છે. પોલીસ તંત્રમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. કુલ 105 પોલીસ કર્મચારીઓ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદ પોલીસમાં 41 સ્થાનિક પોલીસ જવાનોને ચેપ લાગ્યો છે. બાકીના SRP અને TRB જવાન સહિતના કર્મચારીઓ પણ કોરોનાના ઝપેટમાં આવી ગયા છે. 
Apr 29,2020, 23:55 PM IST
રાજકોટમાં ટીખળખોરોનું કારસ્તાન, દુકાનના શટરને તલવારના ઘા માર્યા
Apr 29,2020, 23:26 PM IST
વડોદરાનું આજનું કોરોના રિપોર્ટ કાર્ડ: 22 નવા કેસનો ઉમેરો, 9 દર્દીઓ રિકવર થયા
Apr 29,2020, 22:38 PM IST
15 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને કોરોના અડી પણ ન શક્યો, કારણ કે...
Apr 29,2020, 16:57 PM IST

Trending news