5 may news 0 News

ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે
રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે. 
May 5,2020, 14:43 PM IST
કોરોના હોવાનો વહેમ કે શંકા હોય તે લોકો માટે મ્યુ. કમિશનરે કરી મોટી વાત
May 5,2020, 13:00 PM IST
સુરતના રત્ન કલાકારોને વતન મોકલવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
સુરતના રત્ન કલાકારો માટે પણ સારા સમાચાર આવ્યા છે. રત્ન કલાકારો (dimond workers) ને સૌરાષ્ટ્ર મોકલવા મુદ્દે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત (Surat) માં ફસાયેલા રત્ન કલાકારોને કઈ રીતે સૌરાષ્ટ્ર મોકલી શકાય તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારે બેઠકમાં નિર્ણય લેવાયો કે, આવતીકાલથી રત્ન કલાકારોને સુરત મોકલવા માટે રજિસ્ટ્રેશન કરાશે. તેમજ પરમ દિવસથી બસોને રવાના કરાશે. ગુરુવારથી લકઝરી બસો દ્વારા રત્ન કલાકારોને લઈ જવાશે. જે માટે આવતીકાલે રજિસ્ટ્રેશન કરાશે, કલેક્ટરની મંજૂરી બાદ જ રત્ન કલાકારો વતન જઈ શકશે. જે-તે ગામમાં મજૂરોનું લિસ્ટ તૈયાર કરાશે. આ લિસ્ટ ગ્રામ પંચાયત બાદ તાલુકામાં મોકલાશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કામ કરતા મોટાભાગના રત્ન કલાકારો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના રહેવાસી છે, જેઓએ પોતાના વતન જવા માટે માંગ કરી હતી. 
May 5,2020, 12:23 PM IST
બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ
ગુજરાતના 31 જિલ્લામાં કોરોના (Coronavirus) ના કેસ ફેલાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધી સાવ કોરા રહેલા જુનાગઢ (Junagadh)  જિલ્લામાં લોકડાઉનના 42મા દિવસે કોરોનાની એન્ટ્રી થઈ છે. જુનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસ સામે આવ્યા છે. સૌ પ્રથમ બે કેસ ભેસાણમાંથી મળ્યા છે. ભેસાણ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર વેકરીયા અને પ્યુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રથમ બે કેસને કારણે જુનાગઢનું આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. બે કેસને પગલે ભેસાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિલ કરાયું છે. તો સાથે તબીબ અને પ્યુનના સાથી કર્મચારીઓના નમૂનાઓ લેવાનું શરૂ કરાયું છે. આમ, જુનાગઢમાં કોરોનાએ દસ્તક આપી દીધી છે. 
May 5,2020, 9:33 AM IST
ભચાઉ : યુવકના પોઝિટિવ કેસના રિપોર્ટ મામલે તંત્રએ મોટો છબરડો વાળ્યો
May 5,2020, 8:59 AM IST

Trending news