અમારે તો કોણ સગું ને કોણ વ્હાલુ...? કોરોના દર્દી-તબીબોના આ શબ્દો ઘણુબધુ કહી જાય છે.....

અમારે તો સગું શુ...અને કોણ વહાલુ..? જે ગણો એ આ આ સ્ટાફ જ છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી એક દર્દીના આ શબ્દો ઘણું બધું કહી જાય છે. કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલમાં 1125 કોરોના વોરિયર્સ સતત 24 કલાક ખડેપગે અવિરત સેવા બજાવે છે. કોઈના બાળકો નાના છે. કોઈના પરિવારમાં તકલીફ છે. પણ સેવા જ તેમનો ધર્મ.... કદાચ આ જ અભિગમને પગલે દર્દીઓ એમ માને છે કે આ જ અમારા સગાવ્હાલા છે. 
અમારે તો કોણ સગું ને કોણ વ્હાલુ...? કોરોના દર્દી-તબીબોના આ શબ્દો ઘણુબધુ કહી જાય છે.....

ઝી મીડિયા/બ્યૂરો :અમારે તો સગું શુ...અને કોણ વહાલુ..? જે ગણો એ આ આ સ્ટાફ જ છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી એક દર્દીના આ શબ્દો ઘણું બધું કહી જાય છે. કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલમાં 1125 કોરોના વોરિયર્સ સતત 24 કલાક ખડેપગે અવિરત સેવા બજાવે છે. કોઈના બાળકો નાના છે. કોઈના પરિવારમાં તકલીફ છે. પણ સેવા જ તેમનો ધર્મ.... કદાચ આ જ અભિગમને પગલે દર્દીઓ એમ માને છે કે આ જ અમારા સગાવ્હાલા છે. 

આ વોર્ડમાં ફરજ બજાવતા મુક્તિ પટેલ કહે છે કે, આ દર્દીઓના દવા સારવારની સાથે સાથે ભોજન, પાણી અને અન્ય કોઈ જરૂરિયાત હોય તેનું અમે ધ્યાન રાખીએ છીએ. એટલે જ દર્દીઓ એમ માને છે કે અમે તેમના સગા છીએ અને અમે પણ એવું માનીએ છીએ કે આ દર્દીઓ જ અમારા વ્હાલા છે...' નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા પ્રવીણ પારેખ કહે છે કે, આ દર્દીઓની તમામ જરૂરિયાતો અમે નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરીએ છીએ. એમાં ક્યાંય કોઇ કચાશ ન રહી જાય તેનું પણ ધ્યાન રાખીએ છીએ. તેમના સગા વ્હાલા તો અહીંયા પ્રવેશ નથી મેળવી શકતા. એ લોકો આ પરિસરમાં બનાવાયેલા ડોમમાં બેસે છે. પરંતુ દર્દીઓના સગા વ્હાલાની જેમ જ અમે ફરજ બજાવીએ છીએ.'

તો અહીં સારવાર લઈ રહેલારૂદ્રેશભાઈ કહે છે કે, કોઈ બીમારીમાં હોસ્પિટલમાં રહેવું કોઈને ન ગમે. પરંતુ અહીં દાખલ થયા પછી એવું લાગે છે કે કદાચ ઘરે પણ અમારી આટલી સંભાળ ન લેવાઇ હોત. સવારે ઉકાળો, પછી ચા-નાસ્તો,  જમવાનું, બપોરે ચા, સાંજે ફળો, જમવાનું અને રાત્રે સૂતાં પહેલા ગરમ દૂધ... આ વ્યવસ્થા અહીં તમામ દર્દીઓ માટે છે. એટલે સાચું કહું તો પરિવારની ખોટ તો લાગે જ, પરંતુ આ વ્યવસ્થાથી અમને કોઈ ઉણપ લાગતી નથી.

કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે 1125 કોરોના વોરિયર્સ સતત હાજર હોય છે. 

જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે વોર્ડમાં પ્રવેશ અપાતો નથી. કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોય કે દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસિઝર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી અપાય છે. અહીં ફરજ બજાવતા આ વોરિયર્સ ન તો તેમના ઘરની ચિંતા કરે છે કે ન તો પરિવારજનોની ચિંતા કરે છે. હાલ કોરોના દર્દીઓની સેવા જ તેમની પ્રાથમિકતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news