અમદાવાદના 21થી વધુ શાકભાજીવાળાઓને કોરોના, બધા એક જ વિસ્તારના...
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાના સંક્રમિત વિસ્તારોનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. વધુને વધુ વિસ્તારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. શાકભાજી વેચનારા ફેરિયાઓ કોરોનાના મોટા વાહક બન્યા છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવાર ફેરિયાઓ ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોર્ડમા એક સાથે 21થી વધારે શાકભાજીવાળા ફેરિયાઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ આવતકા જ તંત્ર હરકતમાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે હરિપુરા આવીને તેઓને ક્વોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
કોરોના હોવાનો વહેમ કે શંકા હોય તે લોકો માટે મ્યુ. કમિશનરે કરી મોટી વાત
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ શાકભાજીવાળાઓ તથા તેમના પરિવારોને બસ મારફતે લઈ જવા બસોના કાફલા સાથે તજવીજ હાથ ધરી હતી. તો સાથે જ તેમના વિસ્તારોને સેનેટાઈઝ કરીને આખા વિસ્તારને બ્લોક કયોઁ છે. રસ્તાઓ પર બેરીકેડ મુકીને નાગરિકોને ઘરની બહાર ન નીકળવા સુચનાઓ આપી દેવાઈ છે. તો પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓનો કાફલો તેમના વિસ્તાર પાસે ખડકી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી શાકભાજી વેન્ડરને કાર્ડ આપીને ચેકિંગ કરવાનું શરૂ કરાયું હતું. અંગે મ્યુનિસિપલ કમશિરજે અંતર્ગત 1437 લોકોનું ચેકિંગ થયુ. જેમાંથી લક્ષણો જણાયેલા 28 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. તેમના પર હાલ વોચ રખાઈ છે. ગંભીર લક્ષણો જણાશે તો તેઓના ટેસ્ટ કરાવાશે. પરંતુ અમારી નાગરિકોને અપીલ છે કે, તમે જે લારી પરથી શાકભાજી લો છો, તેની પાસે સ્ક્રીનિંગ કાર્ડ છે કે નહિ તે ચકાસો, અને તે ન હોય તો ત્યાંથી શાકભાજી ન લો. તમામ વેન્ડર્સ માસ્ક, સ્વચ્છતા જાળવતા હોય તો જ તેમની પાસેથી શાક લો. જેથી કરીને આવી વ્યક્તિ પાસેથી સંક્રમણ ન થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે