6 civilians killed

GUJARAT CORONA UPDATE: નવા 490 કેસ,1279 દર્દી રિકવર, 6 નાગરિકોનાં મોત

રાજ્યમાં કોરોના ફરી એકવાર કાબુમાં આવી રહ્યો છે. સેકન્ડવેવમાં રાજ્યની કમર ભાંગી નાખ્યા બાદ કોરોના હવે સંપુર્ણ કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં સાંજે 2,94,583 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાનો દર 97.46 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 490 કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ 1278 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી 7,99,012 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Jun 12, 2021, 07:55 PM IST